શુ તાલિબાન ખરેખર બદલાઈ ગયા છે કે પછી દેખાડો કરે છે ? જાણો કયા કયા આપ્યા છે વચનો

afghanistan crisis update તાલિબાનના પ્રવક્તા ઝબીનુલ્લાહ મુજાહિદે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિમાં ઘણા વચનો આપ્યા છે. મહિલાઓની ભૂમિકાથી લઈને આતંકવાદીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે તાલિબાન અફઘાનિસ્તાન સ્થિત વિદેશી દૂતાવાસોને કોઈ પણ પ્રકારે નુકસાન નહીં કરે.

શુ તાલિબાન ખરેખર બદલાઈ ગયા છે કે પછી દેખાડો કરે છે ? જાણો કયા કયા આપ્યા છે વચનો
taliban afghanistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 8:13 AM

Afghanistan News: અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સંપૂર્ણ કબજો મેળવ્યો છે. સમગ્ર વિશ્વએ પણ હવે આ વાસ્તવિકતાને સ્વીકારવાનું શરૂ કરી દીધુ છે. તાલિબાને ( Taliban ) સમગ્ર અફઘાનિસ્તાન ( Afghanistan )દેશ પર કબજો મેળવ્યા બાદ, મંગળવારે પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન, તેમના વલણમાં કેટલાક ફેરફારો જોવામાં આવ્યું હતા. આવી સ્થિતિમાં દરેકના મનમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે શું તાલિબાન ખરેખર બદલાઈ ગયા છે કે પછી તે માત્ર દુનિયા સામે દેખાડો કરી રહ્યા છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીનુલ્લાહ મુજાહિદે ( Taliban spokesman Zabinullah Mujahid ) પત્રકાર પરિષદ દરમિયાન ઘણાબધા વચનો આપ્યા હતા. મહિલાઓની ભૂમિકાથી લઈને  આતંકવાદીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ અફઘાનિસ્તાન સ્થિત વિદેશી દૂતાવાસોને કોઈ પણ પ્રકારે જાનમાલનુ નુકસાન નહીં કરે. આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે તેના સંબંધો કેવા રહેશે, મીડિયા માટેના નિયમો શું હશે, આ તમામ બાબતો પર તેમણે વાત કરી છે. ચાલો જાણીએ તાલિબાને 10 પોઈન્ટમાં શું કહ્યું

1. શરિયા કાયદા હેઠળ મહિલાઓને સ્વતંત્રતા અને અધિકારો આપવામાં આવશે. મહિલાઓ આરોગ્ય ક્ષેત્ર અને શાળાઓમાં કામ કરી શકશે. જો કે, તેમણે મીડિયામાં કામ કરવા અંગે કોઈ સીધો જવાબ આપ્યો ન હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

2. મીડિયાને મુક્ત રીતે કામ કરવાની છૂટ આપવામાં આવશે, પરંતુ પત્રકારે અફઘાનિસ્તાનના મૂલ્યોનું ધ્યાન રાખવું પડશે.

3. આતંકવાદીઓને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરવા દેવામાં નહીં આવે. અફઘાનિસ્તાનને કોઈ પણ દેશ પર કાવતરું અથવા હુમલો કરવા માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં નહી આવે.

4. કોઈ આંતરરાષ્ટ્રીય દૂતાવાસ કે સંસ્થાને નુકસાન નહીં કરાય. તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે.

5. કોઈ ભૂતપૂર્વ સૈનિકો, અથવા અફઘાન સરકારના સભ્યો સામે કિન્નાખોરી રાખીને બદલો લેવામાં નહી આવે. ભૂતકાળમાં તાલિબાન સામે લડનારાઓને માફ કરવામાં આવશે.

6. અફઘાનિસ્તાનમાં કોઈપણ લોકો કોઈનું અપહરણ નહી કરે અને કોઈ કોઈપણનો જીવ પણ નહી લે.

7. દેશમાં અર્થતંત્ર અને લોકોનું જીવનધોરણ સુધારાશે.

8. તાલિબાનની પ્રથમ પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા બનાવવાની છે જેથી લોકો શાંતિથી રહી શકે.

9. અફઘાનિસ્તાનમાં રહેતા લોકોને ખાતરી આપવામાં આવી હતી કે તેઓ કોઈ તેમને નુકસાન નહીં કરે.

10. પ્રવક્તાએ કહ્યું કે અશરફ ગનીની સરકાર કોઈને સુરક્ષા આપવા માટે યોગ્ય નથી. તાલિબાન બધાને સુરક્ષા આપશે.

આ પણ વાંચોઃ અફઘાન સૈનિકો નથી લડતા તો અમે અમારા દિકરા અને દિકરીઓને કેમ લડવા મોકલીએ? જો બાઈડને કહ્યું – હવે હું ભૂલનું પુનરાવર્તન નહીં કરું

આ પણ વાંચોઃ Maharaja Ranjit Singh: પાકિસ્તાનમાં મહારાજા રણજીત સિંહની મૂર્તિ તોડવા પર વિદેશ મંત્રાલયનું નિવેદન, ‘લઘુમતી સમુદાયો સામે હિંસા ચિંતાજનક દરે વધી રહી છે’

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">