દક્ષિણ કોરિયામાં વાળ ખરવાની સારવાર બન્યો ચૂંટણીનો નવો મુદ્દો, જાણો શું છે સમગ્ર મામલો

દક્ષિણ કોરિયામાં વાળ ખરવાની સારવાર બન્યો ચૂંટણીનો નવો મુદ્દો, જાણો શું છે સમગ્ર મામલો
South Korean presidential candidate Lee Jae-myung

વાળ ખરવાની સારવાર માટે સરકારી મદદ પર ભાર આપવાને કારણે તેઓ ઘણા ટાલવાળા મતદારોનું સમર્થન મેળવી રહ્યા છે

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Jan 07, 2022 | 6:09 AM

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર લી જે-મ્યુંગ (South Korean presidential candidate Lee Jae-myung) ને ટાલ નથી, પરંતુ વાળ ખરવાની સારવાર માટે સરકારી મદદ પર ભાર આપવાને કારણે તેઓ ઘણા ટાલવાળા મતદારોનું સમર્થન મેળવી રહ્યા છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, તેને પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો જેમાં વાળ ખરવાની સારવારમાં સરકારી મદદ પર ભાર મુક્યો છે. છેલ્લી ચૂંટણી દરમિયાન ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ, અમેરિકા સાથેના સંબંધો, કૌભાંડો અને આર્થિક સમસ્યાઓ જેવા મહત્વના મુદ્દા હતા.

ટાલિયા લોકોએ જે મ્યુંગના પ્રસ્તાવનું જોરદાર સમર્થન કર્યું છે. શાસક પક્ષના ઉમેદવારે માત્ર મત મેળવવા માટે આ લોકલાગણીની દરખાસ્ત કરી હોવાની આકરી ટીકા પણ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ અંગે સંદેશાઓનું પૂર આવ્યું છે. કેટલાક સંદેશાઓ કહે છે, ‘જે મ્યુંગ, હું તમને પ્રેમ કરું છું. તમે માનનીય રાષ્ટ્રપતિ છો. તમે પહેલીવાર કોરિયામાં ટાલિયા લોકોમાં ઉત્સાહ જગાવ્યો છે.

Hair loss treatment in South Korea became a new election issue

પ્રતિકાત્મક ફોટો

જે મ્યુંગે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ માને છે કે વાળના પુનઃવૃદ્ધિની સારવાર નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોગ્રામ દ્વારા આવરી લેવી જોઈએ. જે મ્યુંગે ફેસબુક પર લખ્યું છે કે, “હું હેર રિગ્રો ટ્રીટમેન્ટ માટે એક શાનદાર વ્યૂહરચના બનાવીશ.”

અહેવાલો અનુસાર, દક્ષિણ કોરિયામાં દર પાંચમાંથી એક વ્યક્તિ વાળ ખરવાની સમસ્યાથી પીડાય છે. વાળ ફરીથી ઉગાડવાની સારવાર હાલમાં સરકાર દ્વારા સંચાલિત વીમા કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવતી નથી. જ્યારે અમુક રોગોને કારણે વાળ ખરતા હોય ત્યારે જ સારવાર માટે મદદ આપવામાં આવે છે.

આ પણ વાંચો: China : વિયેતનામથી આવેલા ડ્રેગન ફ્રૂટમાં મળી આવ્યો કોરોના વાયરસ, બંધ કરાવ્યા તમામ સુપરમાર્કેટ્સ

આ પણ વાંચો: India-China Dispute: ભારતના પ્રસ્તાવનો ચીન કરી રહ્યુ છે વિરોધ, સૈન્ય વાટાઘોટા પર ન મળી સહમતિ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati