Hafiz Saeed: પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદનાં ઘર પાસે બ્લાસ્ટ, 3 લોકોનાં મોત 20 કરતા વધારે ઘાયલ

Bomb Blast out Side Hafiz Saeed House

Hafiz Saeed: પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદનાં ઘર પાસે બ્લાસ્ટ, 3 લોકોનાં મોત 20 કરતા વધારે ઘાયલ
Hafiz Saeed: Blast near house of Pakistani terrorist Hafiz Saeed, 3 killed, more than 20 injured
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 5:00 PM

Hafiz Saeed: પાકિસ્તાનનાં લાહોર સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર એ તોઈબાનાં સ્થાપક હાફિઝ સઈદનાં ઘર પાસે જોરદાર બ્લાસ્ટ થયો કે જેમાં ઓછામાં ઓછા 3 લોકોનાં મોત થઈ ગયા જ્યારે કે 20 જેટલા લોકો ઘાયલ થયા. ઘટનાસ્થળ પર રાહત અને બચાવનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ધમાકો એટલો જોરદાર હતો કે આજુબાજુની બિલ્ડીંગનાં કાચ ટુટી ગયા અને વાહનોને પણ નુક્શાન પહોચ્યું હતું.

પાકિસ્તાની ટીવી ચેનલ જીઓ ન્યૂઝનાં જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટમાં 3 લોકોના મોત થયા 20 ઘાયલોને હાલમાં હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા છે. આ વચ્ચે ભારતીય રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ધમાકો થયો તેની આસપાસમાં હાફિઝ સઈદનું ઘર પણ છે. ઘાયલો પૈકીનાં 6 ને મામુલી ઈજા થઈ છે. જો કે બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી.

ઘટનાની તપાસનાં આદેશ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ ઘટના ઘટી ત્યારે હાફિઝ સઈદ ઘરે હતો કે કેમ તે જાણી શકાયું નથી. આ પહેલા પણ આતંકવાદી સંગઠનનાં આ મુખ્યા પર અનેકવાર હુમલાઓ થઈ ચુક્યા છે. એક ચશ્મદીદનાં જણાવ્યા પ્રમાણે એક અજ્ઞાત વ્યક્તિએ પાર્કિંગમાં વાહન ઉભુ કર્યું હતું અને પછી તેમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના પછી પંજાબનાં મુખ્યપ્રધાન ઉસ્માન બુજદરે પોલીસ પાસે બ્લાસ્ટનાં કારણોનો ડિટેઈલ રીપોર્ટ માગ્યો છે. એટલું જ નહી તેમણે ઘટના માટે તપાસનાં આદેશ આપી દીધા છે.

વિસ્ફોટને જોતા લાહોરનાં જીન્ના હોસ્પિટલમાં ઈમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે. બચાવ કામગીરીમાં જોતરાયેલા લોકોનાં કહેવા પ્રમાણે વિસ્ફોટનું કારણ જાણવા નથી મળ્યું. પોલીસે સામાન્ય નાગરિકોને ઘટનાસ્થળ સુધી જતા રોકી દીધા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">