ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે દુબઈમાં ગુજરાતી અને ભારતીય સમુદાય સાથે શુભેચ્છા મુલાકાત કરી

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુબઈમાં વસતા ભારતીય અને ગુજરાતી સમુદાયો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે દુબઈમાં ગુજરાતી અને ભારતીય સમુદાય સાથે શુભેચ્છા મુલાકાત કરી
Gujarat CM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 8:44 PM

ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel)દુબઇની(Dubai)દ્વી દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે દુબઈમાં વસતા ભારતીય અને ગુજરાતી(Gujarati)સમુદાયો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.ગુજરાતના ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મુખ્યમંત્રી સાથે ગયેલા પ્રતિનિધિમંડળ ના અધિકારીઓ પણ આ મુલાકાત માં જોડાયા હતા.

આ ઉપરાંત  ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે( Cm Bhupendra Patel) તેમની દુબઈ (Dubai) મુલાકાતનો પ્રારંભ દુબઈમાં યોજાઈ રહેલા વર્લ્ડ એક્સ્પોમાં યુએઇ પેવેલિયનની મુલાકાતથી કર્યો હતો. તેમણે યુએઇના ટોલરન્સ એન્ડ કો એકઝિસ્ટન્સ મંત્રી શેખ નહ્યાન બિન મબારક અલ નહ્યાન સાથે મુલાકાત બેઠક પણ યોજી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુબઈ મુલાકાતના પ્રથમ દિવસે શરાફ ગ્રૂપના વાઈસ ચેરમેન શરાફુદ્દીન શરાફ સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022(Vibrant Gujarat Summit 2022)  રોડ શો દરમ્યાન મીટિંગ કરી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ ઉપરાંત તેમણે UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ. સાથે ઈન્ડિયા પેવેલિયન ખાતે વાતચીત કરી હતી. તેમણે આ મુલાકાત દરમિયાન ગુજરાત અને UAEવચ્ચે દ્વિપક્ષીય વેપારને મજબૂત કરવા પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

વન-ટુ-વન બેઠકના ઉપક્રમમાં ૮ જેટલા અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે ભૂપેન્દ્ર પટેલ કરશે મુલાકાત

મુખ્યમંત્રી તેમના દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે શ્રેણીબદ્ધ કાર્યક્રમો અંતર્ગત ઓબેરોય હોટલમાં યુ.એ.ઇ ના આઠ જેટલા અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે. અને ગુજરાતમાં રોકાણ સંભાવનાઓ સંદર્ભે ચર્ચા-પરામર્શ કરવાના છે. આ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકોમાં ડી.પી વર્લ્ડ, શરાફ ગૃપ, અસફનાર ગૃપ, એસ્ટર ડી.એમ હેલ્થકેર, કોનરેસ, એમાર પ્રોપર્ટીઝ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે.

અબુધાબીની શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ તથા બી.એ.પી.એસ મંદિરની મુલાકાત લેશે ગુજરાત પ્રતિનિધિમંડળ

ભૂપેન્દ્ર પટેલ બુધવારે સાંજે ઓબરોય હોટલમાં આયોજિત રોડ-શૉ માં ઉપસ્થિત વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરશે. આ રોડ-શૉ માં યુ.એ.ઇ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધિર વિશેષ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પ્રવાસના બીજા દિવસે એટલે કે તા. ૯મી ડિસેમ્બરે સવારે રાસ અલ ખાહિમાના હિઝ હાઇનેસ સૌઉદ બિન સકર અલી કાસિમીની ભોજન સહ મુલાકાત લેવાના છે.

આ પણ  વાંચો : ગુજરાતમાં કોરોનાથી સત્તાવાર મૃત્યુ કરતા સહાય માટે વધુ અરજીઓ મળી

આ પણ  વાંચો : Gram Panchyat Election : ગુજરાતના આ ગામમાં ચૂંટણી જંગમાં સાસુ -વહુ આમને સામને , જાણો વિગતે 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">