લગ્નના 3 જ વર્ષ બાદ ગૂગલના કો-ફાઉન્ડર સેર્ગેઈ બિન પત્નીને આપશે છુટાછેડા, આ છે કારણ

કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો અનુસાર બંને ડિસેમ્બર 2021થી અલગ-અલગ રહે છે. ગૂગલના સહ-સ્થાપક બ્રિને તેમની બે વર્ષની પુત્રીની સંયુક્ત કસ્ટડીની માંગ કરી છે.

લગ્નના 3 જ વર્ષ બાદ ગૂગલના કો-ફાઉન્ડર સેર્ગેઈ બિન પત્નીને આપશે છુટાછેડા, આ છે કારણ
Sergey Brin and Nicole ShanahanImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 8:52 PM

ગૂગલના (Google) કો-ફાઉન્ડર અને વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ સેર્ગેઈ બ્રિન (Sergey Brin) તેમની બીજી પત્ની નિકોલ શાનાહનને છૂટાછેડા આપી રહ્યા છે. તેમણે છૂટાછેડા માટે અરજી પણ કરી છે. ચાર વર્ષમાં પત્નીને છૂટાછેડા આપનાર બ્રિન ત્રીજા મેગા બિલિયોનેર બન્યા છે. તેમની પત્ની નિકોલ શાનાહન (Nicole Shanahan) વકીલ હોવાની સાથે સાથે ઉદ્યોગસાહસિક પણ છે. સર્ગેઈ અને નિકોલના લગ્ન વર્ષ 2018માં થયા હતા.

શાનાહન સાથેના તેમના લગ્નને સમાપ્ત કરવાનું કારણ સમજાવતા બ્રિને દલીલ કરી હતી કે બંને વચ્ચેના મોટા વૈચારિક મતભેદોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો અનુસાર બંને ડિસેમ્બર 2021થી અલગ-અલગ રહે છે. ગૂગલના સહ-સ્થાપક બ્રિને તેમની બે વર્ષની પુત્રીની સંયુક્ત કસ્ટડીની માંગ કરી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર 48 વર્ષીય બ્રિનની કુલ સંપત્તિ $94 બિલિયન છે.

આ પહેલા એની વોજસિકીએ બ્રિન સાથે કર્યા હતા લગ્ન

સર્ગેઈએ કહ્યું કે તેમની વચ્ચેના મતભેદો વાતચીતો દ્વારા ઉકેલી શકાતા નથી. તેથી, કોર્ટે તેમને વહેલી તકે છૂટાછેડા લેવાની મંજૂરી આપવી જોઈએ. સર્ગેઈએ કોર્ટમાં આ છૂટાછેડાને ગુપ્ત રાખવાની અપીલ પણ કરી છે. તેઓએ કોર્ટને આ છૂટાછેડાના સમાચારને ગુપ્ત રાખવા કહ્યું, કારણ કે તેનાથી તેમના બાળકનું અપહરણ અથવા હેરાન થવાની શક્યતા વધી જશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રિપોર્ટ અનુસાર સર્ગેઈ બ્રિને આ કેસની સુનાવણીમાં મદદ કરવા માટે એક ખાનગી ન્યાયાધીશને પણ રાખ્યો છે. તે બધા જાણે છે કે નિકોલ શાનાહન સાથે સર્ગેઈ બ્રિનના આ બીજા લગ્ન છે. તેમના પ્રથમ લગ્ન વર્ષ 2007 (મે)માં એની વોજસિકી સાથે થયા હતા. સર્ગેઈ 8 વર્ષ સુધી વોજસિકી સાથે રહ્યો. જો કે બંનેએ વર્ષ 2015માં એકબીજાથી છૂટાછેડા લીધા હતા.

બિલ ગેટસે પણ પોતાની પત્નીને લગ્નના 27 વર્ષ બાદ છુટાછેડા આપ્યા

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને માઈક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક બિલ ગેટસે પણ પોતાની પત્નીને લગ્નના 27 વર્ષ બાદ છુટાછેડા આપ્યા હતા.  તમને જણાવી દઈએ કે બિલ ગેટ્સ અને મેલિન્ડા 1987માં ન્યૂયોર્કમાં એક્સપો-ટ્રેડ ફેરમાં મળ્યા હતા. અહીંથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બિલ ગેટ્સે તેને માઈક્રોસોફ્ટ કાર પાર્કિંગ લોટમાં ફરવા જવાનું કહ્યું. બિલે પૂછ્યું “હવેથી બે અઠવાડિયા, શું તમે ફ્રી છો?” પરંતુ મેલિન્ડાએ તેનો પ્રસ્તાવ નકારી કાઢ્યો અને કહ્યું કે “સમય આવે ત્યારે મને આ પ્રશ્નો પૂછો”.

આ પછી પણ બિલ ગેટ્સે હાર ન માની. ધીરે ધીરે બંનેની વાત આગળ વધતી ગઈ. થોડા મહિનાઓ પછી બંનેએ ખરેખર તેમના સંબંધોને સફળ બનાવ્યા અને 1993માં તેઓએ સગાઈ કરી અને 1994ના નવા વર્ષના દિવસે લગ્ન કર્યા હતા.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">