ખુશખબર : UAEમાં કામ કરતા લાખો ભારતીયો માટે સારા સમાચાર, શરૂ થવા જઇ રહી છે ફલાઇટ

UAE માં કામ કરતા લાખો ભારતીયો(Indian)માટે સારા સમાચાર છે. દુબઈ સ્થિત એર કેરિયર અમીરાત એરલાઇન્સે 23 જૂનથી ભારતથી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.

ખુશખબર : UAEમાં કામ કરતા લાખો ભારતીયો માટે સારા સમાચાર, શરૂ થવા જઇ રહી છે ફલાઇટ
UAEમાં કામ કરતા લાખો ભારતીયો માટે સારા સમાચાર

UAE માં કામ કરતા લાખો ભારતીયો(Indian)માટે સારા સમાચાર છે. દુબઈ સ્થિત એર કેરિયર અમીરાત એરલાઇન્સે 23 જૂનથી ભારતથી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં ફ્લાઇટ્સમાં નિયમોમાં ફેરફાર થયા પછી દુબઈની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીએ કોરોના રસી મેળવનારા ભારતીયોને યુએઈમાં તેમના ઘરે પાછા ફરવાની મંજૂરી આપી હતી.

24 એપ્રિલના રોજ યુએઈએ કોરોના રોગચાળાના પગલે પ્રતિબંધ મૂક્યો હતો

ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને નાઇજિરીયાના લોકોને પણ પરત ફરવાની મંજૂરી આપવામાં આવી છે. અમીરાત એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે ભારતથી મુસાફરોને મંજૂરી આપવાના નિર્ણયને આવકારે છે. કંપનીએ કહ્યું કે પ્રોટોકોલ મુજબ તે 23 જૂનથી પેસેન્જર ફ્લાઇટ્સ શરૂ કરવા જઈ રહી છે. આ અગાઉ 24 એપ્રિલના રોજ યુએઈએ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારતથી મુસાફરોના આગમન પર પ્રતિબંધ મૂક્યો હતો.

 

ભારતથી યુએઈ જવા માટેના આ નિયમો છે

આ જાહેરાતથી UAEમાં કામ કરતા લાખો ભારતીયો(Indian)ને મોટી રાહત મળી છે. આ પ્રતિબંધને કારણે ભારતમાં મોટી સંખ્યામાં કામદારો, ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતા લોકો અટવાઈ ગયા હતા. આવા ભારતીય કાર્યકરો હવે યુએઈ પરત ફરી શકશે. જો કે ભારતથી જતાં મુસાફરો માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. યુએઈમાં જે કોરોના રસી મંજૂર કરી છે તે લગાવેલી હશે તો હોય તે જ ભારતીયોને જ આવવાની મંજૂરી આપવામાં આવશે.

ફ્લાઇટના 48 કલાકમાં પૂર્વેનો કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે

ભારતીય નાગરિકોને તેમની ફ્લાઇટના 48 કલાકમાં પૂર્વેનો કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. UAEના નાગરિકોને આમાં મુક્તિ આપવામાં આવી છે. તેમજ પી.સી.આર. ટેસ્ટ રિપોર્ટ જેમાં ક્યૂઆર કોડ હશે તે જ સ્વીકારવામાં આવશે. તમામ મુસાફરોએ મુસાફરીના 4 કલાક પહેલા રેપિડ પીસીઆર પરીક્ષણ કરાવવું પડશે. દુબઈ એરપોર્ટ પર ઉતર્યા પછી, બધા મુસાફરોને પીસીઆર પરીક્ષણ કરાવવું ફરજિયાત રહેશે. પીસીઆર ટેસ્ટનું પરિણામ ન આવે ત્યાં સુધી મુસાફરોને સંસ્થાકીય આઈસોલેશના રહેવું પડશે. જેમાં લગભગ 24 કલાકનો સમય લાગી શકે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati