Gold Mine : દુનિયાની સૌથી મોટી સોનાની ખાણ, દર વર્ષે નીકળે છે 116 ટન સોનું
સમગ્ર દુનિયા Gold ને લઇને જબરજસ્ત દિવાનગી છે. દર વર્ષે હજારો ટન સોનું જવેલરી રૂપમાં ખરીદે છે. તેવા સમયે તમે જાણો છો કે દુનિયામાં સોનાની ખાણો કયા છે. આવો જાણીએ સોનાની સૌથી મોટી ખાણો અંગે .. દુનિયાની પાંચ મોટી સોનાની ખાણમાં પાપુઆ ન્યુ ગિનીમાં આવેલી લિહિર ગોલ્ડ માઇન છે. જેનું વાર્ષિક ઉત્પાદન 27. 4 ટન […]
સમગ્ર દુનિયા Gold ને લઇને જબરજસ્ત દિવાનગી છે. દર વર્ષે હજારો ટન સોનું જવેલરી રૂપમાં ખરીદે છે. તેવા સમયે તમે જાણો છો કે દુનિયામાં સોનાની ખાણો કયા છે. આવો જાણીએ સોનાની સૌથી મોટી ખાણો અંગે ..
દુનિયાની પાંચ મોટી સોનાની ખાણમાં પાપુઆ ન્યુ ગિનીમાં આવેલી લિહિર ગોલ્ડ માઇન છે. જેનું વાર્ષિક ઉત્પાદન 27. 4 ટન છે.
આ લિસ્ટમા ચોથા સ્થાન પર ડોમેનિકન ગણરાજ્યની પ્લુબ્લો વીગો ગોલ્ડ માઇન જેનું વાર્ષિક ઉત્પાદન 30.6 ટન છે.
દુનિયાની ત્રીજી મોટી ગોલ્ડ માઇન રશિયામાં છે. અહિયાં ઓલીપિયાડા ગોલ્ડ માઇન આવેલી છે .જેનું વાર્ષિક ઉત્પાદન 43.2 ટન છે.
દુનિયાની બીજા નંબરની સૌથી મોટી સોનાની ખાણ ઉજબેકિસ્તાનમાં છે , આ ગોલ્ડ માઇનનું નામ મુરુંતાઉ છે. જેમાં વાર્ષિક 66 ટન સોનાનું ઉત્પાદન થાય છે.
દુનિયાની સૌથી મોટી સોનાની ખાણ અમેરિકામાં સ્થિત છે. આ ગોલ્ડ માઇનનું નામ નેવાડા છે. આ સોનાની ખાણમા વાર્ષિક ઉત્પાદન 115. 8 ટન થાય છે.