ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગ જાહેર : પાકિસ્તાન છેલ્લેથી ચોથા ક્રમે, ચીન 70માં ક્રમે, જાણો ભારતનો ક્રમ

ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગ જાહેર : પાકિસ્તાન છેલ્લેથી ચોથા ક્રમે, ચીન 70માં ક્રમે, જાણો ભારતનો ક્રમ
Henley & Partnersએ જાહેર કર્યો ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગ

Henley & Partners રિસર્ચ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા સંશોધનને આધારે ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગનું આંકલન કરવામાં આવે છે. મજબૂત પાસપોર્ટ ધારકોને ઘણા બધા દેશોમાં વિઝા વગર યાત્રા કરવાની સુવિધા મળે છે.

Nakulsinh Gohil

| Edited By: Bipin Prajapati

Jan 10, 2021 | 1:57 PM

કોઇપણ દેશના પાસપોર્ટનું રેન્કિંગ એ પ્રમાણે નક્કી કરવામાં આવે છે કે એ દેશના નાગરિકને વિઝા વગર કેટલા દેશોમાં યાત્રા કરવાની મંજૂરી મળે છે. આનો અર્થ એ છે કે કેટલા દેશ જે તે દેશના નાગરિકોને વિઝા ઓન અરાઇવલની સુવિધા આપે છે? ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ આસોસીએશન- IATA ના ડેટા પર આધારિત હોય છે, જે યાત્રા અંગે દુનિયાની સૌથી મોટો અને સટીક જાણકારી આપતો ડેટાબેઝ તૈયાર કરે છે. Henley & Partners રિસર્ચ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા સંશોધનને આધારે ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગનું આંકલન કરવામાં આવે છે. મજબૂત પાસપોર્ટ ધારકોને ઘણા બધા દેશોમાં વિઝા વગર યાત્રા કરવાની સુવિધા મળે છે.

ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગમાં જાપાન પ્રથમ ક્રમે વર્ષ 2021 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વિશ્વના વિવિધ દેશોના મજબૂત પાસપોર્ટ રેન્કિંગના ક્રમ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં જાપાન પ્રથમ ક્રમે છે. દુનિયાભરમાં 191 દશોમાં જાપાનના નાગરિકોને વિઝા ઓન અરાઇવલની સુવિધા મળે છે. બીજા સ્થાને સિંગાપૂર છે જેના નાગરિકોને 190 દશોમાં વિઝા ઓન અરાઇવલની સુવિધા મળે છે. ત્રીજા સ્થાને દક્ષિણ કોરિયા એન જર્મની છે જેના નાગરિકોને 189 દશોમાં વિઝા ઓન અરાઇવલની સુવિધા મળે છે.

જાણો ચીન, ભારત અને પાકિસ્તાનનો ક્રમ Henley & Partners દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગ અનુસાર વિશ્વમાં સૌથી મજબૂત પાસપોર્ટ જાપાનનો છે. ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગમાં જાપાન પ્રથમ ક્રમે છે. સુપર પાવર અમેરિકા સાતમાં ક્રમે છે. આ યાદીમાં ચીન 70માં ક્રમે, ભારત 85માં ક્રમ પર છે.ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગમાં પણ પાકિસ્તાનની હાલત ખરાબ છે. પાકિસ્તાનનો ક્રમ આ યાદીમાં 107મો ક્રમ છે જે યાદીમાં છેલ્લેથી ચોથા ક્રમે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati