વિશ્વના વગદાર નેતાઓના સેક્સ સ્કેન્ડલનુ ભૂત ફરી ઘૂણ્યું, કોર્ટે દસ્તાવેજો જાહેર કરતા અનેકના પગ નીચેની જમીન ખસી
કુખ્યાત યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથે સંબંધિત દસ્તાવેજોએ ખળભળાટ મચાવ્યો છે. ગઈકાલ ગુરુવારે જેફરી એપસ્ટીન સંબંધિત કેસની સુનાવણી દરમિયાન, અમેરિકાની એક કોર્ટે કેટલાક દસ્તાવેજો સાર્વજનિક કર્યા હતા. સમગ્ર યુરોપ અને અમેરિકામાં જે દસ્તાવેજોએ ખળભળાટ મચાવ્યો છે તે દસ્તાવેજોમાં એવું તો શુ છે તે જાણીએ.

કુખ્યાત યૌન અપરાધ સાથે સંકળાયેલ ક્રિમિનલ જેફરી એપસ્ટીન સાથે સંબંધિત દસ્તાવેજોએ હલચલ મચાવી દીધી છે. અમેરિકાની એક કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન કેટલાક દસ્તાવેજોને સાર્વજનિક કર્યા છે. કોર્ટે સાર્વજનિક કરેલા દસ્તાવેજોમાં વિશ્વના એવા ઘણાબધા જાણીતા લોકોના નામ સામેલ. જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન અને બ્રિટનના પ્રિન્સ એન્ડ્ર્યુ સહિત અનેક લોકોના નામ સામે આવ્યા છે. 2019માં આ કેસનો ચુકાદો આવે તે પહેલા જ જેફરીએ જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ આ સમગ્ર કેસની વિગતોમાં ઘણી રસપ્રદ બાબતો સામે આવી છે.
અમેરિકાની કોર્ટે જે દસ્તાવેજો સાર્વજનિક કર્યા છે તે જેફરી એપસ્ટીનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ઘિસ્લેન મેક્સવેલના કેસની સુનાવણી કરતા કરાયા છે. જેને 2022માં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. મેક્સવેલ એપ્સટિન માટે છોકરીઓ સપ્લાય કરતી હતી.
40 દસ્તાવેજોમાં 170 લોકોના નામ
એપ્સટેઈનની આત્મહત્યા બાદ મેક્સવેલ સામે ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન કોર્ટે 40 દસ્તાવેજો સાર્વજનિક કર્યા હતા. જેમાં 170 લોકોના નામ જોડાયેલા છે. આ જાહેર થયેલા દસ્તાવેજોમાં વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, બ્રિટનના કિંગ ચાર્લ્સનો ભાઈ એન્ડ્રુ જેવા અનેકના વગદાર અને જાણીતા લોકોના નામ સામેલ છે.
5 મોટા ખુલાસા
ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ક્લિન્ટનને યુવાન છોકરીઓ પસંદ હતી
CNNના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોર્ટ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના નામનો 50થી વધુ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2016 માં, પીડિતા જોહાન્ના સોજબર્ગે દાવો કર્યો હતો કે બિલ ક્લિન્ટને એપસ્ટાઇનના ખાનગી વિમાનમાં મુસાફરી કરી હતી. એ સમયે એપ્સટાઈને મને કહ્યું કે ક્લિન્ટનને યુવાન છોકરીઓ વધુ પસંદ છે.
સ્ટીફન હોકિંગ સાથે સંબંધ
અમેરિકન મીડિયા ફોક્સ ન્યૂઝના અહેવાલમાં પીડિતા વર્જીનિયા ગિફ્રેએ દાવો કર્યો હતો કે, તેણે વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ સાથે સેક્સ કર્યું હતું અને એપ્સટાઈને તેને આવું કરવા દબાણ કર્યું હતું. તાજેતરના દસ્તાવેજો જણાવે છે કે એપ્સટાઈને તેની ગર્લફ્રેન્ડ મેક્સવેલને એક ઈમેલ મોકલ્યો હતો જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે તે ગિફ્રેની જુબાનીને ખોટી સાબિત કરવા બદલ મિત્રો અને પરિવારના સભ્યોને ઈનામ આપશે.
ટ્રમ્પની ક્લબમાં કામ કરનાર ગિફ્રે સાથેના સંબંધને ફરજ પાડવામાં આવી હતી
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ગ્રિફેના પણ જોડાણ છે. તે ટ્રમ્પની ક્લબના લોકર રૂમમાં કામ કરતી હતી. 2019 માં કોર્ટમાં જુબાની આપતી વખતે, ગિફ્રેએ કહ્યું હતું કે ત્યાં એપસ્ટીન મારી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો.
પ્રિન્સે મને તેના ખોળામાં બેસવા કહ્યું
સાર્વજનિક થયેલા દસ્તાવેજો અનુસાર, પીડિતા જોહાન્ના સોજબર્ગનું કહેવું છે કે 2001 માં, તે મેનહટનમાં એપ્સટેઈનના ઘરે કિંગ ચાર્લ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્ર્યુને મળી હતી. તેણે મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને મને તેના ખોળામાં બેસવા કહ્યું. ત્યારે મારી ઉંમર માત્ર 17 વર્ષની હતી. પ્રિન્સે મારી સાથે સંબંધો બાધ્યાં હતા. આ આરોપને કારણે જ કિંગ ચાર્લ્સે, પ્રિન્સ એન્ડ્ર્યુને શાહી પરિવારમાંથી કાઢી મૂક્યા હતા.
અનેક જાણીતા લોકોને અપાયુ હતુ મસાજ
કિંગ ઓફ પોપ માઈકલ જેક્સન અને જાદુગર ડેવિડ કોપરફિલ્ડના નામે પણ સનસનીખેજ ખુલાસો સાર્વજનિક દસ્તાવેજોમાં કરવામાં આવ્યો છે. દસ્તાવેજોમાં એવું કહેવામાં આવ્યું છે કે પીડિતા જોહાન્ના સોજબર્ગે કોર્ટમાં જુબાની આપતાં કહ્યું કે, મેક્સવેલે તેને ફસાવીને એપસ્ટેઈનના ઘરે મોકલી. અહીં ઘણા લોકોને સેક્સ્યુઅલ મસાજ આપવા માટે કહેવામાં આવ્યું હતું. પણ મેં માઈકલ જેક્સનને મસાજ નહોતું આપ્યું.