સાંસદોએ કરી મારામારી, એકબીજાના કપડાં ફાડી નાખ્યા, જુઓ વીડિયો

સાંસદોએ કરી મારામારી, એકબીજાના કપડાં ફાડી નાખ્યા, જુઓ વીડિયો
Ghana MPs brawl in parliament during discussion over Bill

જ્યારે સાંસદો વચ્ચે ઝપાઝપી અટકી નહીં, ત્યારે સુરક્ષામાં તૈનાત માર્શલે દરમિયાનગીરી કરીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તેમના પ્રયાસ બાદ પણ સ્થિતી કાબૂમાં ન આવી.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 26, 2021 | 3:50 PM


સંસદમાં (Parliament) ઘણી વાર તમે કોઇ મુદ્દાને લઇને અલગ અલગ પાર્ટીના સંસદ સભ્યો વચ્ચે વિવાદ થતા જોયો હશે. આ પ્રકારના સમાચાર અને વીડિયો વાયરલ (Viral Video) થતાં જ હોય છે. પરંતુ શું થાય જ્યારે સંસદ સભ્યો એક બીજાને મારવા લાગે અને એક બીજાના કપડાં ફાડવા લાગે. જી હાં, આ પ્રકારની ઘટના હકીકતમાં બની છે. અને આ ઘટના હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

ઘાના સંસદમાં (Ghana Parliament) એક બિલ પર ચર્ચા દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ થયો હતો. મામલો એટલો વધી ગયો હતો કે સાંસદો એકબીજાને લાતો અને મુક્કાઓ મારવા લાગ્યા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Ghana Parliament Video Viral) થઈ રહ્યો છે. ઈલેક્ટ્રોનિક પેમેન્ટ ટેક્સ બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદોએ હંગામો મચાવ્યો હતો. જે બાદ મામલો વધુ વણસી ગયો હતો. વિપક્ષના સાંસદો અધ્યક્ષની ખુરશી સુધી પહોંચ્યા અને મારામારી શરૂ થઈ ગઈ.

 

 

અહેવાલ મુજબ, જ્યારે સાંસદો વચ્ચે ઝપાઝપી અટકી નહીં, ત્યારે સુરક્ષામાં તૈનાત માર્શલે દરમિયાનગીરી કરીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.  તેમના પ્રયાસ બાદ પણ સ્થિતી કાબૂમાં ન આવી. જે બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

ઘાના સરકાર ઈ-પેમેન્ટ્સ એટલે કે મોબાઈલ પેમેન્ટ પર ટેક્સ લગાવવા માંગે છે. આ માટે તે સોમવારે સંસદમાં બિલ લાવી હતી. મંગળવારે વોટિંગ દરમિયાન આ બિલના સમર્થન અને વિરોધમાં સમાન વોટ પડ્યા હતા, ત્યારબાદ હોબાળો શરૂ થયો હતો. જો આ બિલ પસાર થઈ જાય તો, લોકોએ મોબાઈલ મની પેમેન્ટ ટ્રાન્ઝેક્શન પર કુલ બિલના 1.75% પર ટેક્સ ચૂકવવો પડશે. વિપક્ષનું કહેવું છે કે આ બિલ ઓછી આવક ધરાવતા લોકોને વધુ પરેશાન કરશે. આ બિલને સંસદ દ્વારા પસાર કરવા માટે 1 મતની જરૂર છે, પરંતુ આ મતદાન 18 જાન્યુઆરી સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો –

પેટ્રોલપંપના કર્મચારીના ખાતામાં અચાનક આવી ગયા 76.20 લાખ રૂપિયા, ખરીદી લીધી મોંઘી કાર અને બાઇક, પછી જોવા જેવી થઈ

આ પણ વાંચો –

Year Ender 2021 : અમેરિકાથી લઈને કુવૈત અને ઈન્ડોનેશિયા સુધી આ વર્ષે મહિલાઓએ હાંસલ કરી અનેરી સિદ્ધિ

આ પણ વાંચો –

અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કરાટે ટુર્નામેન્ટનું આયોજન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ખેલાડીઓ સામેલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati