G7: જાણો શું છે બાઇડનની 600 બિલિયન ડોલરની યોજના જે ચીનના BRI પ્રોજેક્ટની સામે તૈયાર કરવામાં આવ્યો, જાણો ભારતને કેટલો ફાયદો થશે?

International : જો બાયડ (Joe Biden) ને કહ્યું, આ મદદ કે ચેરિટી નથી. આ એક એવું રોકાણ છે જે બધાને વળતર આપશે. આનાથી લોકશાહી દેશો સાથેની ભાગીદારીને પણ ફાયદો થશે.

G7: જાણો શું છે બાઇડનની 600 બિલિયન ડોલરની યોજના જે ચીનના BRI પ્રોજેક્ટની સામે તૈયાર કરવામાં આવ્યો, જાણો ભારતને કેટલો ફાયદો થશે?
Narendra Modi and Joe Biden (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 1:56 PM

યુએસ પ્રમુખ જો બાયડેન (Joe Biden) એ રવિવારે G-7 બેઠકમાં $600 બિલિયનના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. એવું માનવામાં આવે છે કે જી-7 માં બાયડનની આ જાહેરાત ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલને ટક્કર આપવા માટે છે. 600 બિલિયન ડોલરનું આ ભંડોળ ગરીબ દેશોમાં વૈશ્વિક માળખાકીય કાર્યક્રમો માટે એકત્ર કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ પ્રોજેક્ટ ચીન (China) ના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવને કેવી રીતે ટક્કર આપશે?

G7 માં શું થયું?

યુએસ પ્રમુખ જો બાયડને જર્મનીના શ્લોસ એલમાઉમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન “ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ માટેની ભાગીદારી” નું નામ બદલીને ફરી શરૂ કર્યું. બાયડને જણાવ્યું હતું કે, યુએસ ફેડરલ ફંડ્સ અને ખાનગી રોકાણમાં $ 200 બિલિયન એકત્ર કરશે. જેનો ઉપયોગ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં આબોહવા પરિવર્તનનો સામનો કરવા, વૈશ્વિક આરોગ્ય અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે કરવામાં આવશે.

બાયડને કહ્યું, આ મદદ કે ચેરિટી નથી. આ એક એવું રોકાણ છે જે બધાને વળતર આપશે. આનાથી લોકશાહી દેશો સાથેની ભાગીદારીને પણ ફાયદો થશે. બાયડને કહ્યું, અબજો ડોલરની વધારાની મદદ વિકાસ બેંકો, નાણાકીય સંસ્થાઓ, સંપત્તિ ભંડોળ અને અન્ય જગ્યાએથી પણ આવી શકે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે, યુરોપ ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલ યોજનાનો ટકાઉ વિકલ્પ બનાવવા માટે 300 બિલિયન યુરો એકત્ર કરશે. બેલ્ટ એન્ડ રોડ પહેલ યોજના 2013 માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

આ સિવાય ઈટાલી, કેનેડા અને જાપાનના નેતાઓએ પણ તેમની યોજનાઓ વિશે જણાવ્યું હતું. જેમાંથી કેટલાકની અલગથી જાહેરાત થઈ ચૂકી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન હાજર ન હતા. જો કે તેમના દેશના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

સભ્ય દેશોને ચીનની યોજનાનો લાભ મળ્યો નથી

ચીને તેની રોકાણ યોજના દ્વારા એશિયાથી યુરોપ સુધીના પ્રાચીન સિલ્ક રોડ વેપાર માર્ગની આધુનિક આવૃત્તિ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે 100 થી વધુ દેશોમાં રોકાણ કર્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર વિકાસશીલ દેશોને ચીનની આ યોજનાનો બહુ ઓછો લાભ મળ્યો છે.

બાયડને અનેક મોટા પ્રોજેક્ટ વિશે પણ માહિતી આપી હતી. આમાં વાણિજ્ય વિભાગ, યુએસ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક, યુએસ ફર્મ આફ્રિકા ગ્લોબલ શેફર અને યુએસ પ્રોજેક્ટ ડેવલપર સન આફ્રિકાના સમર્થન સાથે અંગોલામાં $2 બિલિયનનો સૌર વિકાસ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

G7 ચીનને કઇ રીતે ટક્કર આપશે?

અમેરિકાના મતે વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન હેઠળ 2027 સુધીમાં $600 બિલિયન એકત્ર કરવાનો પ્રસ્તાવ છે. અમેરિકાના મતે જે દેશો આ પ્રોજેક્ટમાં સામેલ થશે તે કંપનીઓ સાથે જાતે જ ડીલ કરી શકશે. તો ચીન પર BRI પ્રોજેક્ટમાં સામેલ દેશોની રાજનીતિ અને નાણાકીય વ્યવસ્થાને નિયંત્રિત કરવાનો આરોપ છે. આવી સ્થિતિમાં ચીનના ષડયંત્રથી બચવા માટે આવા દેશો પાસે હવે નવો વિકલ્પ હશે.

ગયા વર્ષે G-7ની બેઠકમાં ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનરશિપ પર ચર્ચા થઈ હતી. આ પ્રોજેક્ટ દ્વારા ચીન પર નિર્ભર એવા દેશોમાં રસ્તાઓ અને બંદરો જેવી મૂળભૂત માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવશે. બીજી તરફ BRI પ્રોજેક્ટ દ્વારા ચીન તમામ દેશોના દેવાની જાળમાં ખરાબ રીતે ફસાઈ ગયું છે.

ભારતને શું ફાયદો થશે?

G-7 એ વિશ્વની 7 સૌથી મોટી વિકસિત અને અદ્યતન અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનું જૂથ છે. જેમાં યુએસ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુકેનો સમાવેશ થાય છે. ભારત તેનો સભ્ય દેશ નથી. જોકે G-7માં ભારતને સતત આમંત્રણ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે G-7 દેશોને ખ્યાલ છે કે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ભારતનું સમર્થન જરૂરી છે. G-7 ના નવા પ્રોજેક્ટનો લાભ ભારતને પણ મળવાની આશા છે. વાસ્તવમાં ચીને ભારતના પડોશી દેશોને દેવાની જાળમાં ફસાવ્યા છે. શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાન તેના મુખ્ય ઉદાહરણો છે. ચીન દેવાના બહાને આ દેશોની રાજકીય અને નાણાકીય વ્યવસ્થાને નિયંત્રિત કરે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">