France Mission: ફ્રાન્સે અફઘાનિસ્તાનમાંથી 3 હજાર પોતાના નાગરિકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, ફ્રાન્સનું હંગામી દૂતાવાસ બંધ

France Kabul: અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર કથળતી પરિસ્થિતિ વચ્ચે ફ્રાન્સે પોતાનું સ્થળાંતર કરવાની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે અહીંથી ત્રણ હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

France Mission: ફ્રાન્સે અફઘાનિસ્તાનમાંથી 3 હજાર પોતાના નાગરિકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, ફ્રાન્સનું હંગામી દૂતાવાસ બંધ
પ્રતીકાત્મક તસ્વીર

France Ends Evacuation Mission: ફ્રાન્સે શુક્રવારે અફઘાનિસ્તાનમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેનું ઓપરેશન સમાપ્ત કર્યું અને કાબુલ એરપોર્ટ પર બનાવવામાં આવેલા ફ્રાન્સના હંગામી દૂતાવાસને પણ બંધ કરી દીધું. વિદેશ મંત્રી જીન-ઇવ લે ડ્રાયન અને સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લેએ જાહેરાત કરી હતી કે ઇવેક્યુએશન ઓપરેશનમાં આશરે 3,000 લોકોને અફઘાનિસ્તાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કાબુલમાં ફ્રાન્સ દૂતાવાસની ટીમ ફ્રાન્સ પરત ફરતા પહેલા અબુ ધાબી પહોંચી ગઈ છે.” ફ્રાન્સે અબુ ધાબીમાં ટ્રાન્ઝિટ પોઈન્ટ ઉભો કર્યો છે, જ્યાં પેરિસ જતા વિમાનો પ્રથમ ત્યાં ઉતર્યા હતા. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગુરુવારે જણાવ્યું હતું કે રાજદૂત અને અન્ય સ્ટાફ આગામી થોડા દિવસોમાં કાબુલ છોડી દેશે. આ ફ્લાઇટ કાબુલથી ફ્રાન્સની છેલ્લી ફ્લાઇટ્સ પૈકી એક હશે.

રાજદૂત પેરિસથી સેવા આપશે
તેમણે કહ્યું હતું કે રાજદૂતની નિમણૂક યથાવત રહેશે પરંતુ સુરક્ષાના કારણોસર તેઓ પેરિસથી સેવા આપશે. પ્રધાનો દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફ્રાંસ “31 ઓગસ્ટ પછી પણ” ભયનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનના લોકોને આશ્રય આપવાનું કામ ચાલુ રાખશે. અમે તાલિબાન અધિકારીઓ સાથે 31 ઓગસ્ટ પછી દેશ છોડવા ઈચ્છતા લોકોને બહાર કાઢવામાં અવરોધ નહીં આવે તેની ખાતરી કરવા માટે અમારા પ્રયાસો ચાલુ રાખી રહ્યા છીએ.

ઝડપથી બગડતી સુરક્ષા પરિસ્થિતિ
તો અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર સુરક્ષાની સ્થિતિ ઝડપથી બગડી રહી છે. ગુરુવારે થયેલા ભયાનક આતંકી હુમલાની સાથે ગોળીબાર પણ થયો હતો. જેમાં 169 અફઘાન નાગરિકો અને 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. જ્યારે 200 થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ પછી, શનિવારે અહીંથી ફરીથી ગોળીબારના સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર તાલિબાન લડવૈયાઓએ ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. જે બાદ આકાશમાં કાળો ધુમાડો દેખાવા લાગ્યો. જો કે, કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, તે હજુ સુધી જાણી શકાયું નથી. નોંધનીય છે કે, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે, અફઘાન જેઓ બ્રિટનમાં પુનઃ સ્થાપન માટે લાયક છે, પરંતુ કેટલાક કારણોસર એરપોર્ટ પર પહોંચી શક્યા નથી, તેમને સંપૂર્ણ મદદ આપવામાં આવશે.

આ પહેલા દેશના સંરક્ષણ મંત્રી બેન વાલેસે કહ્યું હતું કે બ્રિટનનું ઇવેક્યુએશન ઓપરેશન ટૂંક સમયમાં સમાપ્ત થવાનું છે. તેમણે કહ્યું કે માત્ર તે જ લોકોને વિમાનમાં બેસવાની મંજૂરી છે, જેઓ પહેલાથી જ કાબુલ એરપોર્ટ બ્લાસ્ટની અંદર છે. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોની ટુકડીઓ મંગળવાર સુધીમાં અફઘાનિસ્તાન છોડી દેશે, આ સાથે 20 વર્ષથી ચાલી રહેલા સંઘર્ષનો પણ અંત આવશે.

આ પણ વાંચો : Maharashtra: નારાયણ રાણેને જન આશીર્વાદ રેલીમાં આવ્યો રક્ષા પ્રધાનનો ખબર પુછવા ફોન, કહ્યું કે આ તો વિરોધીઓએ હવા ફેલાવી દીધી

આ પણ વાંચો :Afghanistan: ISIS-K સાથે જોડાયેલા કેરળના 14 લોકોનું કાવતરું કાબુલમાં નિષ્ફળ, તુર્કમેનિસ્તાન દૂતાવાસની બહાર વિસ્ફોટ કરવાની યોજના

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati