Pervez Musharraf Death: પરવેઝ મુશરફે કબુલ્યુ હતુ, કારગિલ વોરનું ષડયંત્ર પોતે જ રચ્યું હતું

પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ પરવેઝ મુશર્રફનું દુબઈમાં નિધન થયું છે. કારગિલ યુદ્ધ દરમિયાન મુશર્રફ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. તેણે સરકારને જાણ કર્યા વિના આ યુદ્ધનું આયોજન કર્યું હતું. મુશર્રફને પછીથી દેશનિકાલ કરવામાં આવ્યો અને દુબઈમાં સ્થાયી થયા હતા.

Pervez Musharraf Death: પરવેઝ મુશરફે કબુલ્યુ હતુ, કારગિલ વોરનું ષડયંત્ર પોતે જ રચ્યું હતું
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને કારગીલ યુદ્ધને ભડકાવનારા પરવેઝ મુશર્રફનું નિધનImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 1:50 PM

પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફનું દુબઈમાં નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. મુશર્રફને હૃદય અને અન્ય વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. પરવેઝ મુશર્રફે જ 1999માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને જાણ કર્યા વિના ભારત સામે કારગિલ યુદ્ધ શરૂ કર્યું હતું. તેમણે આર્મી ચીફ રહીને પાકિસ્તાનમાં બળવો કરીને માર્શલ લો પણ જાહેર કર્યો હતો. તેમની ગણતરી પાકિસ્તાનના સૌથી ભ્રષ્ટ લશ્કરી શાસકોમાં થાય છે. એવો દાવો કરવામાં આવે છે કે પરવેઝ મુશર્રફના કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટ વધી હતી.

ભારત સામે યુદ્ધમાં હાર બાદ પરવેઝ મુશર્રફને પાકિસ્તાનમાંથી તેમને દેશદ્રોહનો કેસ લગાવ્યો હતો ત્યાર બાદ તેઓ દુબઈમાં સ્થિર થયા હતા, ત્યારબાદ તેમને સ્વીકાર્યું હતું કે, કારગીલ યુદ્ધનું ષડયંત્ર તેમણે જ રચ્યું હતું.

કારગિલ યુદ્ધ મુશર્રફનું કાવતરું

કારગિલ યુદ્ધ દરમિયાન પરવેઝ મુશર્રફ પાકિસ્તાની સેનાના વડા હતા. પાકિસ્તાની મીડિયાના અનેક અહેવાલો અનુસાર મુશર્રફે કારગિલ યુદ્ધ અંગે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખ્યા હતા. મુશર્રફે દેશ છોડતાની સાથે જ 1999માં લશ્કરી બળવો કરીને તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને હટાવી દીધા હતા. તે સમયે નવાઝ શરીફ શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. પહેલા તેણે માર્શલ લૉ લગાવ્યો અને બાદમાં પોતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ પણ વાચો: Death : Pervez Musharraf એ સૈન્ય વિદ્રોહ કરી નવાઝ શરીફ પાસેથી સત્તા ઝુંટવી , કારગિલ યુદ્ધના માસ્ટર માઇન્ડ

પાકિસ્તાનમાં કર્યો હતો બળવો

12 ઓક્ટોબર 1999ના રોજ પાકિસ્તાનમાં લશ્કરી બળવો થયો હતો. ઓક્ટોબર 1999માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે મુશર્રફને તેમના પદ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી જ મુશર્રફે તેમના વફાદાર સેનાપતિઓ સાથે મળીને શરીફને ઉથલાવી પાડવાનું કાવતરું શરૂ કર્યું. મુશર્રફે 11 સપ્ટેમ્બર, 2001ના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકાના આક્રમણને સમર્થન આપ્યું હતું.

મુશર્રફે ભારતમાં વિતાવી હતી રાત

કારગીલ સેક્ટરમાં 1999માં ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલાં જનરલ પરવેઝ મુશર્રફે એક હેલિકોપ્ટરથી નિયંત્રણ રેખા પાર કરી હતી અને ભારતીય જમીન વિસ્તારમાં અંદાજે 11 કિમી અંદર કોઈ એક જગ્યાએ રાત વિતાવી હતી. મુશર્રફની સાથે 80 બ્રિગેડના તે સમયના કમાન્ડર બ્રિગેડિયર મસુદ અસલમ પણ હતા. બંનેએ જિકરિયા મુસ્તકાર નામના વિસ્તારમાં રાત પસાર કરી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં કારગીલ યુદ્ધ થયું હતું. તેની શરૂઆત 8 મે 1999માં થઈ હતી. જ્યારે પાકિસ્તાની સૈન્ય અને કાશ્મીરી આંતકીઓ કારગીલના શિખર પર દેખાયા હતા. આ યુદ્ધ 14 જુલાઈ સુધી ચાલ્યું હતું. માનવામાં આવે છે કે, પાકિસ્તાન આ યુદ્ધની તૈયારી 1998થી કરતા હતા. 14 જુલાઈ 1999એ બંને દેશોએ કારગીલ પર તેમની કાર્યવાહી રોકી દીધી હતી. ત્યારપછી 26 જુલાઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી થઈ હતી.

1961માં પાકિસ્તાન આર્મીમાં જોડાયા

જનરલ પરવેઝ મુશર્રફ 1961માં પાકિસ્તાન આર્મીમાં જોડાયા હતા. તે એક ખેલાડી પણ હતા. 1965 માં તેમણે ભારત વિરુદ્ધ તેમના જીવનનું પ્રથમ યુદ્ધ લડ્યું અને આ માટે તેમને પાકિસ્તાન સરકાર દ્વારા બહાદુરીનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો. તેમના નેતૃત્વમાં પાકિસ્તાનને 1971માં બીજા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 1999માં કારગિલ યુદ્ધ વખતે પણ પાકિસ્તાનને દુનિયાની સામે શરમજનક થવું પડ્યું હતું.

આ રીતે મુશર્રફ આર્મી ચીફ બન્યા

ઑક્ટોબર 1998માં, મુશર્રફને જનરલના હોદ્દા પર બઢતી આપવામાં આવી અને તેઓ આર્મી સ્ટાફના વડા બન્યા. 1999માં તેમણે તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફને સત્તા પરથી હટાવીને સત્તા સંભાળી હતી. આ પછી, 2002માં યોજાયેલી પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં, તેઓ બહુમતી સાથે જીત્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">