Philippines: ઓસ્ટ્રેલિયા બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર ફિલિપાઈન્સની મુલાકાતે, અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા

વિદેશ મંત્રી તરીકે જયશંકર (Foreign Minister S Jaishankar)ની ફિલિપાઈન્સની આ પ્રથમ મુલાકાત છે. મુલાકાત દરમિયાન જયશંકરે દ્વિપક્ષીય સંબંધોમાં વિકાસની સમીક્ષા કરવા ફિલિપાઈન્સના વિદેશ સચિવ ટીઓડોરો એલ.ને મળ્યા હતા.

Philippines: ઓસ્ટ્રેલિયા બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર ફિલિપાઈન્સની મુલાકાતે, અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા
Foreign minister S JaishankarImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 11:34 AM

Philippines: ઓસ્ટ્રેલિયા બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર (Foreign Minister S Jaishankar) હવે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે રવિવારથી ફિલિપાઈન્સ (Philippines)ના ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત કરવા જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) બુધવારે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે જયશંકર 13થી 15 ફેબ્રુઆરી દરમિયાન પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા ફિલિપાઈન્સની મુલાકાત લેશે.

વિદેશ મંત્રી જયશંકરની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતે ફિલિપાઈન્સને 290 કિમીની રેન્જ ધરાવતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલો (BrahMos Supersonic Cruise Missiles)ની સપ્લાય માટે USD 375 મિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. વિદેશ મંત્રી તરીકે જયશંકરની ફિલિપાઈન્સની આ પ્રથમ મુલાકાત છે.

નવેમ્બર 2020માં દ્વિપક્ષીય સહકાર પર સંયુક્ત કમિશનની બેઠક વર્ચ્યુઅલ ફોર્મેટમાં બંને પક્ષો દ્વારા યોજવામાં આવી હતી. ફિલિપાઈન્સમાં રાજકીય નેતૃત્વ સાથેની બેઠકો ઉપરાંત વિદેશ મંત્રી જયશંકર તેમની મુલાકાત દરમિયાન મનીલામાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુલાકાતથી ઈન્ડો-પેસિફિક, ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઈન્સમાં મુખ્ય ભાગીદારો સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ વેગ મળવાની અપેક્ષા છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

આ સોદો 374.96 મિલિયનમાં થયો હતો

બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલો (BrahMos Missile)ના વેચાણ માટે 28 જાન્યુઆરીએ ભારત અને ફિલિપાઈન્સે (India-Philippines) 374.96 મિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર મિસાઈલ નિર્માતા બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે કરવામાં આવ્યો હતો. ફિલિપાઈન્સે તેની નેવી (Philippines Navy) માટે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદી છે. બ્રહ્મોસ સુપરસોનિક એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલ 350થી 400 કિમીની રેન્જમાં પ્રહાર કરી શકે છે.

આ મિસાઈલને મેક 2.8 એટલે કે અવાજની ઝડપે લગભગ 3 ગણી ઝડપે છોડવામાં આવી શકે છે. તાજેતરમાં તેના નવા વર્ઝનનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓડિશાના દરિયાકાંઠે 20 જાન્યુઆરીએ કરવામાં આવેલ આ પરીક્ષણ સફળ રહ્યું હતું. ટેક્નિકલ દ્રષ્ટિએ આ મિસાઈલ નવા ફીચર્સથી સજ્જ છે. બ્રહ્મોસની વિશેષતા એ છે કે તેને જમીન પર સ્થિત સબમરીન, યુદ્ધ જહાજ, પ્લેન અથવા પ્લેટફોર્મ પર ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડના ભાવમાં ભડકો પણ દેશમાં ઇંધણના ભાવ સ્થિર, જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે?

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">