NASAએ ખોલ્યા મંગળના અનેક રાજ, જણાવ્યું કે ‘લાલ ગ્રહ પર અનેક વાર આવ્યું હતું પુર’- જુઓ તસ્વીર

Floods Life on Mars: નાસાના પરસીવરેન્સ રોવરે મંગળ ગ્રહની કેટલીક તસ્વીરો મોકલી છે. જે દર્શાવે છે કે અહીં અનેકવાર પૂર આવ્યા હતા. ભૂતકાળમાં આ સૂકા ગ્રહ પર નદીઓ વહેતી હતી.

NASAએ ખોલ્યા મંગળના અનેક રાજ, જણાવ્યું કે 'લાલ ગ્રહ પર અનેક વાર આવ્યું હતું પુર'- જુઓ તસ્વીર
File photo

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના (NASA) પરસીવરેન્સ રોવરે મંગળ ગ્રહની કેટલીક તસ્વીરો મોકલી છે. જેનાથી વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. આ તસ્વીરોએ જૂના દાવાઓને સાબિત કર્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે મંગળ પર પાણીનું તળાવ હતુ. નાસાનું આ રોવર જાઝીરો ક્રેટરના વિસ્તાર પર ચાલી રહ્યું છે. 

 

રોવર દ્વારા અહીંથી મોકલવામાં આવેલી તસ્વીરો દર્શાવે છે કે અબજો વર્ષો પહેલા મંગળની રચનામાં પાણીની મુખ્ય ભૂમિકા હતી. એટલે કે જે ગ્રહ આજે શુષ્ક છે. જ્યાં એક સમયે પાણી રહેતું હતું. રોવરે સૂકા તળાવની તસ્વીરો પણ મોકલી છે. આ તસ્વીરો તે વિસ્તારની છે જ્યાં પાણીની સૌથી વધુ સંભાવના છે. લાલ ગ્રહની તસવીરો દર્શાવે છે કે 3.7 અબજ વર્ષો પહેલા આ પ્રદેશમાં પૂર આવ્યું હતું.

 

ત્યારે અહીંનું વાતાવરણ અલગ હતું. વૈજ્ઞાનિકો માને છે કે તળાવના નિશાનોને કારણે એવું લાગે છે કે અહીં નદીઓ વહેતી હતી. પૂરને કારણે આસપાસ આવેલા પથ્થરો જેવા મોટા ખડકો તળાવમાં સમાઈ ગયા હતા. જે હજુ પણ તળાવની અંદર છે. તેમની નીચે કેટલાક સ્તરો રચાયા છે. જેનાથી ઘણી માહિતી મળી શકે છે.

 

કેવી રીતે ખબર પડી કે પૂર આવ્યું હતું?


સામાન્ય વિજ્ઞાનમાં આ બાબતે એક પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ રોવરની ડાબી અને જમણી બાજુએ લગાવેલા મસ્ટકેમ-ઝેડ કેમેરા તેમજ તેની રિમોટ માઈક્રો-ઈમેજર દ્વારા મેળવેલી તસવીરોનો અભ્યાસ કર્યો છે. જે પુષ્ટિ કરે છે કે અહીં નદી હતી. તળાવની અંદર એક મીટરથી વધુની સાઈઝના પથ્થરો મળ્યા છે.

 

જે ભયંકર પૂરમાં ધોવાઈ ગઈ હશે. એમઆઈટીના પૃથ્વી, વાતાવરણીય અને ગ્રહો વિજ્ઞાન વિભાગના ગ્રહોના વૈજ્ઞાનિક પ્રોફેસર બેન્જામિન વેઈસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો તમે આ ચિત્રો જુઓ છો તો તમે રણ પ્રદેશ જોઈ રહ્યા છો. તે આવા દુર્ગમ વિસ્તાર જેવું દેખાશે, જ્યાં તમે ભાગ્યે જ ગયા હોવ. પાણીનું એક ટીપું પણ ક્યાંય નથી, પરંતુ હજુ પણ અહીંનો ભૂતકાળ સંપૂર્ણપણે અલગ છે.

 

રોવરમાં બે નમૂના સીલ કરવામાં આવ્યા હતા


આ વર્ષે ફેબ્રુઆરીમાં પરસેવરન્સ રોવર મંગળ પર ઉતર્યા બાદ પ્રકાશિત થયેલું આ પ્રકારનું આ પ્રથમ પેપર છે. રોવર ટીમે લાંબા સમયથી આ વિસ્તારનું અન્વેષણ કરવાની યોજના બનાવી હતી, કારણ કે એવું માનવામાં આવે છે કે એક સમયે જીવનની સંભાવના હતી. ટીમે સપાટી પરથી બે નમૂના સફળતાપૂર્વક કાઢયા છે.

 

આને રોવરમાં સીલ કરવામાં આવ્યા છે. જેથી તેમને પૃથ્વી પર લાવી શકાય. જે ભવિષ્યના મિશનમાં મદદરૂપ સાબિત થશે. આ રોવરનું સંચાલન નાસાની જેટ પ્રોપલ્શન લેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પેપરમાં એવું કહેવામાં આવ્યું છે કે સમયની સાથે સાથે તળાવનું કદ બદલાતું ગયું. પાણીનું નામ સંપૂર્ણપણે નાબૂદ થાય તે પહેલા તેમાં પાણીનું સ્તર વધ્યું અને મોટા પ્રમાણમાં ઘટાડો થયો.

 

આ પણ વાંચો : Air India Bid Winner : એર ઇન્ડિયાની કમાન ટાટા ગ્રુપના હાથમાં, 18 હજાર કરોડની લગાવી હતી બોલી

 

આ પણ વાંચો : deepak chahar ‘લવ ગુરુ’ બન્યો ms dhoni, ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે પ્લાન બનાવવામાં મદદ કરી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati