લંડનથી દિલ્લી આવેલ એરઈન્ડિયાની ફ્લાઈટના પાંચ મુસાફરોને કોરોના પોઝીટીવ

લંડનથી દિલ્લી આવેલ એરઈન્ડિયાની ફ્લાઈટના પાંચ મુસાફરોને કોરોના પોઝીટીવ

ફ્લાઈટના તમામ મુસાફરોએ સાત દિવસ ક્વોરોન્ટાઈન રહેવુ પડશે, છઠ્ઠા દિવસે તમામ મુસાફરોનુ ફરીથી કરાશે RT PCR પરિક્ષણ લંડનથી (LONDON) દિલ્લી આવેલી એર ઈન્ડિયા (AIR INDIA) ફ્લાઈટના મુસાફરો પૈકી પાંચ મુસાફરોને કોરોના પોઝીટીવ હોવાની વાત સામે આવી છે. ગઈકાલે લંડનથી દિલ્લી આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી પાંચ મુસાફરોના કોરોના […]

Bipin Prajapati

|

Dec 22, 2020 | 2:31 PM

ફ્લાઈટના તમામ મુસાફરોએ સાત દિવસ ક્વોરોન્ટાઈન રહેવુ પડશે, છઠ્ઠા દિવસે તમામ મુસાફરોનુ ફરીથી કરાશે RT PCR પરિક્ષણ

લંડનથી (LONDON) દિલ્લી આવેલી એર ઈન્ડિયા (AIR INDIA) ફ્લાઈટના મુસાફરો પૈકી પાંચ મુસાફરોને કોરોના પોઝીટીવ હોવાની વાત સામે આવી છે. ગઈકાલે લંડનથી દિલ્લી આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી પાંચ મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર પણ ચોકી ઉઠ્યુ છે. બ્રિટનમાં હાલ કોરોના વાયરસનો નવો પ્રકાર સામે આવ્યો છે. જે 70 ટકા વધુ કોરોનાનું સંક્રમણ ફેલાવતો હોવાનુ કહેવાય છે. લંડનથી દિલ્લી આવેલ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં કેબિન ક્રુ સહિત કુલ 266 મુસાફરો હતા. જે તમામે તમામના કોરોનાથી સંક્રમિત છે કે નહી તે માટે RT PCR પરિક્ષણ કરવામાં આવ્યા હતા.

જે મુસાફરોના કોરોના રિપોર્ટ નેગેટીવ છે તે તમામ મુસાફરોને ફરજીયાત સાત દિવસ ઘરે ક્વોરોન્ટાઈન રહેવુ પડશે. જિલ્લા અધિકારીઓને તમામ મુસાફરોની વિગતો આપવામા આવશે.અને રોજેરોજ તેમના આરોગ્યની ચકાસણી તેમજ દેખરેખ રાખવામા આવશે. ક્વોરોન્ટાઈન રહેલા તમામે તમામ મુસાફરોના છઠ્ઠા દિવસે ફરીથી કોરોનાનું પરિક્ષણ કરવામાં આવશે. બ્રિટીશ એરવેઝની એક ફ્લાઈટ સવારે આવી છે. જેમા સવાર મુસાફરો અને કેબિન ક્રુ સહિત 213 મુસાફરોના પણ કોરોના પરિક્ષણ કરાયા છે તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati