અમેરિકાના ડેસ મોઈન્સની સ્કુલમાં ગોળીબારમાં, 2ના મોત

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bipin Prajapati

Updated on: Jan 24, 2023 | 9:25 AM

પોલીસે ગંભીર હાલતમાં વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓને વધારે ઈજાઓ પહોચવાને કારણે તેમનો જીવ બચાવી શકાયો નથી.

અમેરિકાના ડેસ મોઈન્સની સ્કુલમાં ગોળીબારમાં, 2ના મોત
Image Credit source: File Photo

અમેરિકાના ડેસ મોઈન્સમાં એક સ્કૂલની અંદર ટારગેટ શુટીંગમાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ઘટના સોમવારે બપોરે બની હતી. અહીં એક સ્કૂલની અંદર ગોળીબાર થયો હતો, જેમાં બે વિદ્યાર્થીઓના મોત થયા હતા અને એક સ્કૂલ સ્ટાફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ધ હિલના અહેવાલ મુજબ સોમવારે બપોરે આયોવા ચાર્ટર સ્કૂલમાં અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો. આ દરમિયાન ઘણા લોકોએ ફોન કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ સિવાય કેલિફોર્નિયામાં પણ ગોળીબારના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા છે અને 2 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.

વિદ્યાર્થીઓના સારવાર દરમિયાન મોત

પોલીસને માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે અહીં 3 લોકોને ગોળી મારવામાં આવી છે. પોલીસે તરત જ બંને વિદ્યાર્થીઓ અને અન્ય એક શાળાના સ્ટાફને હોસ્પિટલ મોકલ્યા હતા. આ ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. સાથે જ ઘાયલ શાળાના સ્ટાફની હાલતમાં સુધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસે હજુ સુધી મૃતકોના નામ જાહેર કર્યા નથી.

આ ઘટના બાદ પોલીસે વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દીધું હતું. ઘટના સ્થળેથી લગભગ 2 કિલોમીટર દૂર પોલીસે કરીને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે કારમાંથી બે શકમંદોની ધરપકડ કરી હતી. જ્યારે એક શંકાસ્પદ આરોપી વાહન લઈને ભાગી રહ્યો હતો, તેને પોલીસકર્મીએ પીછો કરીને તેને પણ પકડી લીધો હતો. પોલીસે હાલમાં શંકાસ્પદનું નામ જણાવ્યું નથી. જ્યાં આ ગોળીબારની ઘટના બની હતી ત્યાં એક ચાર્ટર સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. રેપર વિલ કીપ્સ, એક કોમ્યુનિટી એક્ટિવિસ્ટ જેનું સાચું નામ વિલ હોમ્સ છે, તેણે આવી જ એક ચાર્ટર સ્કૂલની સ્થાપના કરી છે.

કેલિફોર્નિયામાં ગોળીબાર

અમેરિકાના કેલિફોર્નિયાના મૂન બેમાં પણ ગોળીબાર થયો હતો. અહીં પોલીસે જણાવ્યું કે જ્યાં ફાયરિંગ થયું ત્યાં ઘણા લોકો હાજર હતા. હાલ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબારમાં 2 લોકોના મોત અને 2 ગંભીર રીતે ઘાયલ થયાની માહિતી સામે આવી રહી છે. જોકે પોલીસે હજી સુધી કોઈ વધારે માહિતી આપી નથી.

અમેરિકામાં 6 વર્ષના બાળકે સ્કૂલ ટીચરને ગોળી મારી

અમેરિકામાં ગન કલ્ચરે ફરી એકવાર નિર્દોષને ગુનેગાર બનાવી દીધો છે. અહીં વર્જીનિયામાં એક 6 વર્ષના બાળકે પોતાની સ્કૂલ ટીચરને ગોળી મારી દીધી. જણાવવામાં આવી રહ્યું છે કે વિવાદ બાદ બાળકીએ પોતાની મહિલા ટીચરને ગોળી મારી દીધી, જેનાથી તે ઘાયલ થઈ ગઈ. પોલીસે જણાવ્યું કે રિચનેક એલિમેન્ટરી સ્કૂલમાં ગોળીબારમાં કોઈ વિદ્યાર્થીઓને ઈજા થઈ નથી. 30 વર્ષીય મહિલા શિક્ષિકાને ગોળી વાગતાં ગંભીર ઈજા થઈ હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati