થાઈલેન્ડની નાઈટક્લબમાં ભીષણ આગ, અનેક લોકો દાઝી ગયા, 13 લોકોના મોત

પોલીસ(Thailand Police)ના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. જ્યારે 35થી વધુ લોકો દાઝી ગયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

થાઈલેન્ડની નાઈટક્લબમાં ભીષણ આગ, અનેક લોકો દાઝી ગયા, 13 લોકોના મોત
Fierce fire in Thailand nightclub, many people burned, 13 dead
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 8:20 AM

થાઈલેન્ડમાં એક મોટો અકસ્માત થયો છે. ચોનબુરી પ્રાંતમાં એક નાઈટ ક્લબ(Night Club)માં લાગેલી આગમાં અનેક લોકોના મોત થયા છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. તેણે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો થાઈલેન્ડ(Thailand)ના રહેવાસી હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. જ્યારે 35થી વધુ લોકો દાઝી ગયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ કર્નલ વુટિપોંગ સોમજાઈએ ટેલિફોન દ્વારા જણાવ્યું હતું કે, “શુક્રવારે બપોરે 1 વાગ્યાની આસપાસ સટ્ટાહિપ જિલ્લામાં માઉન્ટેન બી નાઈટક્લબમાં (Mountain Bee Nightclub) આગ લાગી હતી. આ ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો થાઈલેન્ડના નાગરિક હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">