ટ્રમ્પના ઘર પર FBIના દરોડા પર ખુલાસો, તપાસ એજન્સી પરમાણુ દસ્તાવેજોની શોધમાં લાગી

FBI એ પરમાણુ હથિયારો સાથે સંબંધિત દસ્તાવેજો શોધવા માટે ટ્રમ્પના ફ્લોરિડાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પના ઘર પર FBIના દરોડા પર ખુલાસો, તપાસ એજન્સી પરમાણુ દસ્તાવેજોની શોધમાં લાગી
ટ્રમ્પના ઘર પર FBIના દરોડા પર ખુલાસોImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 9:08 AM

Donald Trump : અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાન પર દરોડા પાડવા અંગે મોટો ખુલાસો થયો છે. એફબીઆઈએ પરમાણુ હથિયારો સંબંધિત દસ્તાવેજો શોધવા માટે ટ્રમ્પ (Donald Trump )ના ફ્લોરિડાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હોવાનું કહેવાય છે. વોશિંગ્ટન પોસ્ટે અહેવાલ આપ્યો હતો કે, આ સ્પષ્ટ થયું નથી કે પામ બીચમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના માર-એ-લાગો રિસોર્ટમાંથી પણ આવા દસ્તાવેજો મળી આવ્યા હતા કે કેમ.

પૂર્વ રાષ્ટ્રપતિના ઘરેથી દસ્તાવેજો મળી આવ્યા

વાત એ છે કે, સોમવારે ફેડરલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (FBI)એ ફ્લોરિડામાં ટ્રમ્પના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને તેમની તેજોરી પણ તોડી નાખી હતી. એફબીઆઈના દરોડા દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિના ઘરેથી ઘણા દસ્તાવેજો મળી આવ્યા હતા. ધ ન્યૂઝ વીક અનુસાર, એફબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, આ દરોડો જાણીજોઈને એવા સમયે કરવામાં આવ્યો જ્યારે ટ્રમ્પ ઘરે હાજર ન હતા.

સર્ચ વોરંટને સાર્વજનિક કરવા નિર્દેશ

યુએસ ન્યાય મંત્રાલય તપાસ કરી રહ્યું છે કે, ટ્રમ્પે 2020માં વ્હાઇટ હાઉસ છોડ્યા પછી તેમના ફ્લોરિડાના નિવાસસ્થાન પર કોઈ ગોપનીય રેકોર્ડ છુપાવ્યો છે કે કેમ. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ગુરુવારે એક જજને સર્ચ વોરંટ સાર્વજનિક કરવા કહ્યું જેના આધારે FBIએ ટ્રમ્પના ફ્લોરિડાના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. એફબીઆઈએ શા માટે માર-એ-લાગો પર દરોડા પાડ્યા અને તેઓ ટ્રમ્પની પાછળ શું શોધવા ગયા? આ અંગે વધુ માહિતી બહાર આવી શકે છે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

ટ્રમ્પે ગણાવ્યો કાળો દિવસ

બીજી તરફ ટ્રમ્પે દરોડા અંગે નિવેદન જાહેર કરીને માહિતી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે એફબીઆઈ અધિકારીઓએ પામ બીચ પર સ્થિત માર એ લાગો પર દરોડા પાડી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, આપણા દેશ માટે આ કાળો દિવસ છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે આવું ક્યારેય બન્યું નથી. ન્યાય પ્રણાલીનો એક હથિયાર તરીકે દુરુપયોગ કરવા જેવો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">