પગાર ન મળ્યો તો જતો રહ્યો વ્હાઈટ હાઉસનો શેફ, બહારનું ફાસ્ટફૂડ ઓર્ડર કરીને દિવસો પસાર કરી રહ્યાં છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ, પોતાના ખિસ્સામાંથી આપ્યા પૈસા

અમેરિકાના ઈતિહાસમાં સૌથી લાંબા શટડાઉનની અસર હવે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપના સરકારી આવાસ વ્હાઈટ હાઉસ પર પડવા લાગી છે. ગયા મહિનાઓમાં પગાર ન મળવાના કારણે વ્હાઉટ હાઉસના કિચનનો સ્ટાફ રજા પર ઉતરી ગયો છે. જેના કારણે વ્હાઈટ હાઉસનું કિચન ઠપ્પ થઈ ગયું છે. પહેલેથી લંચ કે ડિનર માટે આમંત્રણ મેળવી ચૂકેલા મહેમાનો માટે રાષ્ટ્રપતિ ટ્રંપે ફાસ્ટફૂડની […]

પગાર ન મળ્યો તો જતો  રહ્યો વ્હાઈટ હાઉસનો શેફ, બહારનું ફાસ્ટફૂડ ઓર્ડર કરીને દિવસો પસાર કરી રહ્યાં છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ, પોતાના ખિસ્સામાંથી આપ્યા પૈસા
Follow Us:
| Updated on: Jan 16, 2019 | 9:12 AM

અમેરિકાના ઈતિહાસમાં સૌથી લાંબા શટડાઉનની અસર હવે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપના સરકારી આવાસ વ્હાઈટ હાઉસ પર પડવા લાગી છે. ગયા મહિનાઓમાં પગાર ન મળવાના કારણે વ્હાઉટ હાઉસના કિચનનો સ્ટાફ રજા પર ઉતરી ગયો છે. જેના કારણે વ્હાઈટ હાઉસનું કિચન ઠપ્પ થઈ ગયું છે.

પહેલેથી લંચ કે ડિનર માટે આમંત્રણ મેળવી ચૂકેલા મહેમાનો માટે રાષ્ટ્રપતિ ટ્રંપે ફાસ્ટફૂડની વ્યવસ્થા કરતા પિત્ઝા અને બર્ગર ખવડાવવાની શરૂઆત કરી દીધી છે.

મહત્ત્વનું છે કે ગયા મહિને અમેરિકા-મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવા રાષ્ટ્રપતિ ટ્રંપે સંસદ પાસે 5.7 બિલિયન ડૉલર એટલે કે 40 હજાર કરોડ રૂપિયાની માગ કરી હતી. પરંતુ રાષ્ટ્રપતિની આ માગને ડેમોક્રેટ સાંસદોએ ઠુકરાવી દીધી અને તેમ થતાં જ અમેરિકામાં શટડાઉનની જાહેરાત થઈ ગઈ.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

અમેરિકામાં સોમવારે શટડાઉન પોતાના 22મા દિવસમાં પહોંચ્યું. તે પહેલા રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના કાર્યકાળમાં થયેલું સૌથી લાંબુ શટડાઉન 21 દિવસ સુધી ચાલ્યું હતું.

અંગ્રેજી ન્યૂઝપેપર ટેલિગ્રાફ પ્રમાણે સોમવારે ડોનાલ્ડ ટ્રંપે અમેરિકી ફૂટબોલ ચેમ્પિયનશીપની વિજેતા ટીમ ક્લેમસન ટાઈગર્સને વ્હાઇટ હાઉસ લંચ માટે બોલાવ્યા હતા. પરંતુ એ દિવસે પગાર વગર કામ કરવાની ના પાડી કિચનના શેફ રજા પર ઉતરી ગયા.

આ પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ ટ્રંપે વ્હાઇટ હાઉસ ડાઈનિંગ રૂમમાં મહેમાનો માટે ફાસ્ટફૂડ ઓર્ડર કરતા પિત્ઝા, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝની વ્યવસ્થા કરી દીધી. ખાસ વાત એ છે કે રાષ્ટ્રપતિ ટ્રંપે આ ઓર્ડર પોતાના પૈસાથી મગાવ્યો અને તેનું કોઈ બિલ વ્હાઈટ હાઉસમાં ન લગાવ્યું.

મહત્ત્વનું છે કે ડોનાલ્ડ ટ્રંપે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી લડતી વખતે વચન આપ્યું હતું કે જો તેઓ રાષ્ટ્રપતિ બન્યા તો પાડોશી દેશ મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદે એન્ટ્રી રોકવા સરહદ પર દિવાલનું નિર્માણ કરશે.

અને રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રંપે આ દિશામાં પગલુ માંડ્યું પરંતુ પ્રોજેક્ટ પૂરો કરવા સંસદ પાસે વધારાના બજેટની માગને, ડેમોક્રેટ પાર્ટીના સાંસદોએ રોકી દીધી.

ત્યારબાદ અમેરિકામાં શટડાઉન શરૂ થઈ ગયું. હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓને ઘરખર્ચની સમસ્યા ઉભી થઈ ગઈ છે કારણ કે 22 દિવસોથી તેમને પૈસા નથી અપાયા.

ગયા અઠવાડિયાના આંકડાઓ પર નજર કરીએ તો કુલ 8 લાખ કર્મચારીઓને વેતન નથી મળ્યું  અને ત્યારબાદ લાખોની સંખ્યામાં કર્મચારીઓ રજા પર છે અને ઘરે જ બેઠા છે. જ્યારે કે અન્યો પગાર વગર કામ કરવા મજબૂર છે.

[yop_poll id=623]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">