ફેસબુકનું સિક્રેટ બ્લેક લિસ્ટ થયું લિક, ભારતના ખતરનાક સંગઠનો અને લોકોના નામ છે સામેલ

ધ ઇન્ટરસેપ્ટે (The Intercept) ફેસબુકનું (Facebook) સિક્રેટ બ્લેકલિસ્ટ લીક કર્યું છે. જેમાં ઘણી સંસ્થાઓ અને લોકોના નામ શામેલ છે જેને ફેસબુક તેના પ્લેટફોર્મ પર એક્ટિવ થવા માટે પરમિશન નથી આપતું.

ફેસબુકનું સિક્રેટ બ્લેક લિસ્ટ થયું લિક, ભારતના ખતરનાક સંગઠનો અને લોકોના નામ છે સામેલ
File photo

ફેસબુકની (Facebook) એક સિક્રેટ બ્લેકલિસ્ટ(Blacklist) લીક થઈ છે. જેમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ફેસબુક જેને ખતરનાક માને છે તે શ્વેત વર્ચસ્વવાદીઓ, મિલ્ટ્રી રાઇઝડ સોશિયલ મુવમેન્ટ લ અને કથિત આતંકવાદીઓનો સમાવેશ થાય છે. 

આ બ્લેકલિસ્ટમાં 4,000 થી વધુ લોકો અને જૂથોની માહિતી છે જે જોખમી માનવામાં આવે છે. તેમાં ભારત બહાર સ્થિત 10 આતંકવાદી, ઉગ્રવાદી અથવા ચરમપંથી સંગઠનોનો પણ સમાવેશ થાય છે. જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. મંગળવારે ફેસબુક દ્વારા પ્લેટફોર્મ પર એક્ટિવ ના થનારની પરમિશન ના આપનાર ઇન્ટરસેપ્ટે ‘ડેન્જરસ ઈન્ડિવિઝ્યુલસ એન્ડ ઓર્ગેનાઇઝેશન’ની યાદી લીક કરી હતી.

એક રિપોર્ટ અનુસાર, હિન્દુત્વ જૂથો સનાતન સંસ્થા, પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) અને રાષ્ટ્રવાદી સમાજવાદી પરિષદ ઓફ નાગાલેન્ડએ ફેસબુક બ્લેકલિસ્ટમાં સામેલ ભારતના 10 ગ્રુપ છે. આ સિવાય ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ, કાંગલીપાક કોમ્યુનિસ્ટ પાર્ટી, ખાલિસ્તાન ટાઇગર ફોર્સ, પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કંગલીપાક પણ આ યાદીમાં સામેલ છે.

ઇન્ડિયન મુજાહિદ્દીન, જૈશ-એ-મોહમ્મદની અફઝલ ગુરુ ટુકડી સહિતના કેટલાક ઇસ્લામિક ઉગ્રવાદી અને આતંકવાદી જૂથો અને ભારત અને કેટલાક દેશોમાં સક્રિય ઇસ્લામિક સ્ટેટ અને તાલિબાન જેવા વૈશ્વિક સંગઠનોના વિવિધ સ્થાનિક અથવા પેટા જૂથો પણ બ્લેકલિસ્ટમાં સામેલ છે.

કન્ટેન્ટમાં થ્રિ-ટાયર સિસ્ટમ રાખે છે ફેસબુક
અડધાથી વધુ યાદીમાં કથિત વિદેશી આતંકવાદીઓનો સમાવેશ થાય છે, જે મુખ્યત્વે મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયન અને મુસ્લિમોના છે. ઇન્ટરસેપ્ટે નિષ્ણાતોને ટાંકીને જણાવ્યું હતું કે, આ યાદી અને ફેસબુકની નીતિ સૂચવે છે કે કંપની હાંસિયામાં ધકેલાયેલા જૂથો પર કઠોર નિયંત્રણો લાદે છે.

ફેસબુક પાસે થ્રિ-ટાયર સિસ્ટમ છે જે સામગ્રીના સંદર્ભમાં કંપની જે પ્રકારની કાર્યવાહી કરશે તેનું વર્ણન કરે છે. આતંકવાદી જૂથો, નફરત જૂથો અને ગુનાહિત સંગઠનો ટાયર વન હેઠળ આવે છે. જેના પર સૌથી વધુ પ્રતિબંધ છે. તો બીજી તરફ સૌથી ઓછા પ્રતિબંધ થ્રિ-ટાયર સિસ્ટમ હેઠળ મિલ્ટ્રી રાઇઝડ સોશિયલ મૂવમેન્ટમાં આવે છે.

આ પણ વાંચો : Aryan Khan Drug Case: પુણે પોલીસે આર્યન ડ્રગ કેસમાં એનસીબીના સાક્ષી કિરણ ગોસાઈ સામે લુકઆઉટ નોટિસ જારી કરી, આજે ફરી જામીન પર સુનાવણી

આ પણ વાંચો : ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, ખાતર પરની સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય, ખેડૂતો પરનો આર્થિક બોજો ઘટશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati