Himalayaના પહાડોમાં મળે છે અતિ મુલ્યવાન કીડા, કિંમત સાંભળીને ચોંકી જશો, આ કીડામાં છે અનેક ઔષધિય ગુણ

Himalayaના પહાડોમાં વિયાગ્રા નામની કૃમિ ઔષધિ ઉગી નીકળેલા છોડમાંથી નીકળતા રસ સાથે ઉત્પન્ન થાય છે. 20 લાખ રૂપિયા કિલો સુધીમાં તેનું વેચાણ થાય છે. આ પર્વતોનો કિંમતી 'કીડા',ના ફાયદાઓ સાંભળી તમને નવાઇ લાગશે.

Himalayaના પહાડોમાં મળે છે અતિ મુલ્યવાન કીડા, કિંમત સાંભળીને ચોંકી જશો, આ કીડામાં છે અનેક ઔષધિય ગુણ
હિમાલયના પહાડોના અતિમુલ્યવાન કીડા
Follow Us:
| Updated on: May 30, 2021 | 11:56 AM

Himalayaના પહાડોમાં વિયાગ્રા નામની કૃમિ ઔષધિ ઉગી નીકળેલા છોડમાંથી નીકળતા રસ સાથે ઉત્પન્ન થાય છે. જે મોટાભાગે શિયાળાની ઋતુમાં ઉત્પન્ન થાય છે. અને મે-જૂન-જુલાઇ સુધીમાં સમાપ્ત થઇ જાય છે.

માછલી, કરચલાથી માંડીને જળચર સૃષ્ટીઓ અને દરિયાઈ જંતુઓ વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે, જેની કિંમત ખુબ જ વધારે હશે અને કેટલીક જાતિઓ તો દુર્લભ પણ હશે. પરંતુ શું તમે આવા કોઈપણ જંતુનું નામ સાંભળ્યું છે, જેની કિંમત બજારમાં 20 લાખ રૂપિયા કિલો છે ? (International Union for Conservation of Nature-IUCN)ને તેને ખૂબ જ દુર્લભ શ્રેણીમાં રાખીને તેના સંરક્ષણની જરૂરિયાત પર ભાર મુક્યો છે.

આપણે જે જંતુની વાત કરી રહ્યા છીએ તેનો જડીબુટ્ટી તરીકે ઉપયોગ કરાય છે. ખરેખર તે એક પ્રકારની ફૂગ છે. તેનું વૈજ્ઞાનિક નામ ‘ઓફિયોકાર્ડિસેપ્સ સાઇનેસિસ’ છે અને તેને ‘કૈટરપિલર ફંગસ’ કહેવામાં આવે છે. ભારતમાં તે ‘કીડા જડી’ તરીકે ઓળખાય છે, જ્યારે નેપાળ અને ચીનમાં તેને ‘યાર્સાગુમ્બા’ કહેવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ ભુરા રંગનો દેખાતો કીડો હિમાલયના પ્રદેશોમાં 3500થી 5000 મીટરની ઉંચાઇ પર જોવા મળે છે. ભારતમાં તે ઉત્તરાખંડના પિથૌરાગઢ, ચમોલી અને બાગેશ્વર વિસ્તારમાં જોવા મળે છે. ભારત સિવાય તે હિમાલયના નેપાળ, ચીન અને ભૂટાન અને તિબેટના વિસ્તારોમાં પણ જોવા મળે છે.

હિમાલય વિયાગ્રા અત્યંત દુર્લભ છે આ કૃમિ ઔષધિને ​​’હિમાલયન વિયાગ્રા’ પણ કહેવામાં આવે છે. તે ડુંગરાળ વિસ્તારના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન પણ છે. શિયાળાની ઋતુ પૂર્ણ થતાની સાથે, જ્યારે પર્વતો પર ઓછો બરફ પડે છે, ત્યારે અહીંના સ્થાનિકો આ કીડાની શોધમાં નીકળી પડે છે. અને પછી તેને લાવીને બજારમાં વેચે છે. બજારમાં મોટા વેપારીઓ તેને અન્ય દેશોમાં મોકલે છે. એવું કહેવામાં આવે છે કે દર વર્ષે એશિયામાં તેનું 100 કરોડથી વધુનું ટર્નઓવર હોય છે. તે ખૂબ જ દુર્લભ છે અને ખૂબ ખર્ચાળ પણ છે.

છેવટે, શા માટે આટલા મોંઘા છે આ કીડા, તેના ફાયદા શું છે ? તે સ્વાદમાં મીઠા હોય છે અને બે ઇંચ સુધીની લંબાઇ ધરાવે છે. હિમાલયા વિયાગ્રાનો ઉપયોગ શક્તિ વધારવાની દવાઓ સહિતની ઘણી બાબતોમાં થાય છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા ઉપરાંત, તે ફેફસાંથી સંબંધિત રોગોની સારવારમાં અસરકારક છે. એવું કહેવામાં આવે છે કે તેનો ઉપયોગ કેન્સરની સારવાર માટે પણ થાય છે. એક કીડો 1000 થી 2000 રૂપિયા મેળવી શકે છે તે હકીકત પરથી અંદાજ લગાવી શકાય છે.

ખાસ કરીને આ કીડાની કિંમત દેશના હવામાન પર આધારિત હોય છે. પરંતુ TOIના અહેવાલ મુજબ, તેની કિંમત પ્રતિ કિલો 20 લાખ રૂપિયા સુધીની છે. ચીન, હોંગકોંગ જેવા દેશોમાં તેની ભારે માંગ છે. ચીનમાં, તેનો જાતીય ઉત્તેજનાની દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે જ સમયે, રમતવીરો તેનો ઉપયોગ સ્ટીરોઇડ તરીકે પણ કરે છે.

કીડાની દાણચોરી ગેરકાયદેસર છે યાર્સાગુમ્બા અથવા કૈટરપિલર ફૂગ એટલે કે હિમાલયન વિયાગ્રા પહાડી વિસ્તારમાં ઉત્પન્ન થાય છે. જે પર્વતો પર ઉગેલા ચોક્કસ પ્રકારના છોડમાંથી નીકળતાં રસની સાથે ઉત્પન્ન થાય છે. તેમની ઉંમર માત્ર છ મહિનાની છે. તેઓ મોટાભાગે શિયાળાની ઋતુમાં ઉત્પન્ન થાય છે અને મે-જૂન-જુલાઇ સુધીમાં સમાપ્ત થઇ જાય છે. પર્વતીય વિસ્તારના લોકો તેમને એકત્રિત કરે છે અને બજારોમાં વેચે છે. ભારતના ઘણા ભાગોમાં, આ ફૂગનો સંગ્રહ કાયદેસર છે, પરંતુ તેનો વેપાર કરવો ગેરકાનૂની છે.

અગાઉ નેપાળમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેપાળમાં લોકો તેને એકત્રિત કરવા માટે પર્વતો પર તંબુ મુકે છે અને ઘણા દિવસોસુધી ત્યાં જ રહે છે.

આઈયુસીએન દ્વારા કીડાને રેડલિસ્ટમાં મુકયો છે આ કીડાનું ઉત્પાદન ઝડપથી ઓછું થઈ રહયું છે. છેલ્લા 15 વર્ષોમાં, તેની ઉપલબ્ધતામાં 30 ટકા જેટલો ઘટાડો આવ્યો છે. જેથી આંતરરાષ્ટ્રીય નેચર કન્સર્વેઝન એસોસિએશન (આઈયુસીએન) એ આ કીડાને ‘રેડ લિસ્ટ’ માં મૂક્યો છે. એવું માનવામાં આવે છે કે હવે તેનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેના રક્ષણ માટે અસરકારક પગલાં લેવા પણ અનિવાર્ય બન્યા છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">