15 પત્ની, 30 બાળકો અને 100 નોકરોનો રસાલો…. આ આફ્રિકી રાજાની UAE ના અબૂધાબી ઍરપોર્ટ પર એન્ટ્રી થતા જ કરી દેવાયુ લોકડાઉન
આફ્રિકી દેશના રાજા મસ્વાતી-3 એ 15 લગ્ન કર્યા છે. તેના પિતા તો તેનાથી પણ બે ડગલા આગળ હતા અને તેમના 82 વર્ષના શાસનકાળમાં 125 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા.

આફ્રિકી દેશ ઈસ્વાતિની દેશના રાજા મસ્વાતી-III એ ફરીએકવાર દુનિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. પોતાની અનોખી જીવનશૈલી માટે દુનિયાભરમાં જાણીતા મસ્વાતીએ યુએઈની મુલાકાતે હતા. મસ્વાતી તેના પ્રાઈવેટ જેટથી અબૂધાબી ઍરપોર્ટ પર પહોંચ્યા તો ત્યા રહેલા મુસાફરો અને કર્મચારીઓ આશ્ચર્યથી તેમને જોતા જ રહી ગયા. આ આશ્ચર્યનું કારણ તેની સાથે આવેલી 15 તેની 15 પત્ની, 30 બાળકો અને લગભગ 100 નોકરો હતા. આ તમામ જેટમાંથી ઉતર્યા તો સુરક્ષા વ્યવસ્થાનો પડકાર ઉભો થયો અને અધિકારીઓએ ત્રણ ટર્મિનલ બંધ કરવા પડ્યા હતા.
આફ્રિકાના અંતિમ રાજાશાહી ધરાવતા દેશ ઈસ્વાતિની (પૂર્વ સ્વાજીલેન્ડ) ના રાજા મસ્વાતીના કાફલાએ એટલે પણ લોકોનુ ધ્યાન ખેંચ્યુ કારણ કે આ લોકોએ બહુ વિચિત્ર પોષાક પહેર્યો હતો. રાજા મસ્વાતી તૃતિયની આ મુલાકાત કેટલાક આર્થિક કરારો પર વાતચીત માટેની હતી. જો કે આ દરમિયાન તેમના યુએઈ સાથેના કરાર કરતા વધુ તેમના પરિવારની ચર્ચા દુનિયામાં વધુ થઈ. અંદાજિત 150 લોકો સાથે UAEની મુલાકાતે આવેલા આ રાજાના અંદાજે લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા.
#AbuDhabi airport witnessed a spectacle when King Mswati III of Eswatini arrived with 15 wives, 30 children and more than 100 attendants, with netizens saying “an entire village has arrived”. pic.twitter.com/hum9f1z495
— ѕαи∂уx̷ (@ThengaChutneyy) October 7, 2025
1986 થી રાજા છે મસ્વાતી
મસ્વાતી તૃતિય વર્ષ 1986 થી ઈસ્વાતિનીના રાજા છે. તેની લાઈફસ્ટાઈલ માટે સમગ્ર દુનિયામાં મશહુર મસ્વાતી પાસે 1 અબજ ડૉલરથી વધુ સંપત્તિ ચે. તેમની પાસે અનેક આલીશાન મહેલ, લક્ઝરી કાર્સ, અને પ્રાઈવેટ જેટ જેવી સુવિધાઓ સામેલ છે. મસ્વાતીની 15 રાણીઓ છે. તેમના પિતાએ 125 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. રાજા મસ્વાતી તૃતિય દર વર્ષે રીડ ડાન્સ સમારોહમાં તેમની દુલ્હન પસંદ કરે છે. જે તેમનો પારંપારિક રિવાઝ છે.
રાજા મસ્વાતી 40 વર્ષોથી દેશના સિંહાસન પર બેસેલા છે. તે વિલાસિતાની જિંદગી જીવે છે. જ્યારે ઈસ્વાતિની ગરીબ દેશ છે. દેશની સૌથી વધુ વસ્તી ભારે ગરીબીમાં જીવે છે. એક સમયે સ્વાજિલેન્ડથી ઓળખાતો ઈસ્વાતિ દેશની વસ્તી 11 લાખ છે. ઈસ્વાતિ દુનિયામાં સૌથી વધુ એઈડ્સ સંક્રમણનો દર ધરાવતો દેશ છે.
ઈસ્વાતિની ચારે તરફથી દક્ષિણ આફ્રિકાથી ઘેરાયેલો છે. દક્ષિણ આફ્રિકાની જુલુ રાજાશાહી અને ઈસ્વાતિની વચ્ચે મજબુત પારંપારિક સંબંધો છે. આ સમયે જુલુ રાજા મિસિજુજુ જ્વેલિથિની પણ મસ્વાતી IIIના ભત્રીજા છે. રાજા મસ્વાતીની એક રાણી દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાની દીકરી પણ છે. ગચ વર્ષે એક કાર્યક્રમમાં આ લગ્ન થયા હતા.
