એલન મસ્કે આપી ખુલ્લી ઓફર, કરો આ કામ અને જીતો 730 કરોડ રૂપિયા

Elon Muskએ કહ્યું છે કે આ ટેકનોલોજી જે વ્યક્તિ વિકસાવી આપશે તેને 100 મિલિયન ડોલર એટલે કે 730 કરોડ રૂપિયા આપવામાં આવશે.

  • tv9 webdesk37
  • Published On - 17:01 PM, 24 Jan 2021
Elon Musk will give Rs 730 crore to the developer of carbon capture technology
Elon Musk

વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની Tesla અને Space X ના સીઇઓ એલન મસ્કને કોણ નથી ઓળખતું. એલન મસ્ક અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. એલન મસ્કે કાર્બન કેપ્ચર ટેકનોલોજી વિશેની માહિતી આપતી વ્યક્તિ માટે એક સ્કીમ બહાર પાડી છે. એલને કહ્યું છે કે આ ટેકનોલોજી જે વ્યક્તિ વિકસાવી આપશે તેને 100 મિલિયન ડોલર એટલે કે 730 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ એક એવી ટેકનોલોજી છે જે હવામાંથી કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન ઘટાડે છે.

 

 

એલન મસ્કે ટ્વિટ કરીને આ ઓફર આપી. ટ્વિટમાં એલને લખ્યું કે ‘બેસ્ટ કાર્બન કેપ્ચર ટેકનોલોજી માટે હું 100 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરું છું,’ એલેને તેના બીજા ટ્વીટમાં લખ્યું કે, ‘અન્ય વિગતો આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે. ”

 

આ પણ વાંચો: NetajiSubhashChandraBose: નેતાજીની આજે જન્મ જયંતિ, આ ફિલ્મો અને વેબ સિરીઝ કહે છે નેતાજીની સ્ટોરી