China : ચીનના અર્થતંત્ર ઉપર ખતરો, ત્રીજા ક્વાર્ટરમાં ઝટકો લાગતા રિયલ એસ્ટેટે આર્થિક પ્રગતિમાં અવરોધ ઉભો કર્યો

વીજળીની કટોકટીના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ફેક્ટરીઓએ કામ બંધ કરવું પડે છે. નિષ્ણાતો માને છે કે ચીન વૈશ્વિક પુરવઠા સાંકળનો મહત્વનો ભાગ છે અને જો વીજ સંકટનો ઉકેલ જલ્દીથી નહીં આવે તો અર્થવ્યવસ્થા માટે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

China : ચીનના અર્થતંત્ર ઉપર ખતરો, ત્રીજા ક્વાર્ટરમાં ઝટકો લાગતા રિયલ એસ્ટેટે આર્થિક પ્રગતિમાં અવરોધ ઉભો કર્યો
File photo

Economy of China: કોરોના (Corona) મહામારી બાદ ઉભા થયેલા ચીનની (China) અર્થવ્યવસ્થા ફરી એક વખત ડૂબી ગઈ છે. તાજેતરના અહેવાલ મુજબ, નવા ત્રિમાસિક ગાળામાં ચીનની આર્થિક પ્રગતિ પર પૂર્ણવિરામ આવી ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંધકામના કામોમાં મંદી અને વીજળીના ઉપયોગ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ચીનની આર્થિક પ્રગતિ અટકી ગઈ છે.

વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સપ્ટેમ્બરના અંત સુધી માત્ર 4.9 ટકાના દરે વિકાસ કરી શકે છે. જ્યારે અગાઉ આ આંકડો 7.9 ટકા સુધી હતો. સરકારે જાહેર કરેલા ડેટામાં આ માહિતી મળી છે. ફેક્ટરી ઉત્પાદન, છૂટક વેચાણ અને બાંધકામમાં રોકાણના કારણે ચીનને આવા ગંભીર ઝટકાનો સામનો કરવો પડ્યો છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, અપેક્ષા રાખવામાં આવી હતી કે આ આંકડો 5.2 ટકા સુધી રહેશે. પરંતુ ચીનની અર્થવ્યવસ્થા આ આંકડાને સ્પર્શવામાં પણ નિષ્ફળ રહ્યું છે. સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન અપેક્ષિત 4.5 ટકાની સરખામણીમાં માત્ર 3.1 ટકા વધી શકે છે.

ચીનમાં કન્સ્ટ્રક્શન એક એવો ઉદ્યોગ છે જે લાખો લોકોને નોકરી આપે છે. આ ક્ષેત્રમાં ગત વર્ષે સરકાર દ્વારા ઘણા પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા અને તેના કારણે તે નોંધપાત્ર રીતે પ્રભાવિત થયો છે. ચીન પાસેથી દેવા પર કંપનીઓની નિર્ભરતા ઘટાડવા માટે તાજેતરમાં એક નવો કાયદો અમલમાં આવ્યો છે. આની અસર એ થઈ છે કે દેશની બીજી સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની એવરગ્રાન્ડે નાદારીની આરે પહોંચી ગઈ છે.

આ સિવાય સપ્ટેમ્બર મહિનામાં ઉત્પાદન ક્ષેત્ર પર નોંધપાત્ર અસર જોવા મળી છે. ઘણા પ્રાંતોમાં વીજળી કાપને કારણે લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળતા મળી છે. વીજળીની કટોકટીના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ફેક્ટરીઓએ કામ બંધ કરવું પડે છે. નિષ્ણાતો માને છે કે ચીન ગ્લોબલ સપ્લાઇ ચેનનો મહત્વનો ભાગ છે અને જો વીજ સંકટનો ઉકેલ જલ્દી નહીં આવે તો અર્થવ્યવસ્થા માટે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

ખાનગી ક્ષેત્ર તરફથી એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે તેમનો વિકાસ કલ્પના મુજબ થયો નથી. જોકે તેને અપેક્ષા છે કે તે લગભગ 8 ટકાનો દર મેળવી શકે છે. ચીનના રાષ્ટ્રીય આંકડા વિભાગ દ્વારા સોમવારે પત્રકાર પરિષદમાં સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. વિભાગના પ્રવક્તા ફુ લિંગહુઇએ જણાવ્યું હતું કે, “અર્થતંત્ર ત્રીજા ક્વાર્ટરમાં પ્રવેશ્યું ત્યારથી સ્થાનિક અને વિદેશી ખતરાઓ અને પડકારો નોંધપાત્ર રીતે વધ્યા છે.

આ પણ વાંચો: Money Laundering Case : જેકલીન ફર્નાન્ડીઝ આજે ED સમક્ષ થઇ શકે છે હાજર, ત્રણ વખત પાઠવવામાં આવ્યું સમન્સ

આ પણ વાંચો :Covid Positive : આ એક્ટ્રેસ થઇ કોરોનાથી સંક્રમિત, વેક્સિન ના લગાવવા પાછળનું કારણ જણાવ્યું

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati