ઈરાનમાં હિજાબને લઈને મહિલાઓનું પ્રદર્શન ઉગ્ર બન્યું, રાષ્ટ્રપતિ રાઈસીએ લાલ આંખ કરી

અમીનીના મૃત્યુ પછી દેશમાં બે અઠવાડિયા સુધી વ્યાપક અશાંતિ ફેલાઈ હતી. અને તે ઈરાનના અન્ય પ્રાંતોમાં ફેલાઈ ગઈ હતી. વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગના વ્યાવસાયિકો અને કામદાર વર્ગના પુરુષો અને સ્ત્રીઓ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ઈરાનમાં હિજાબને લઈને મહિલાઓનું પ્રદર્શન ઉગ્ર બન્યું, રાષ્ટ્રપતિ રાઈસીએ લાલ આંખ કરી
અમીનીના મોત બાદ ઈરાનમાં મહિલાઓ ઉગ્ર વિરોધ કરી રહી છેImage Credit source: AP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 5:14 PM

ઇરાનના (Iran) રાષ્ટ્રપતિ (President)ઇબ્રાહિમ રાયસીએ બુધવારે ઇસ્લામિક રિપબ્લિકની (Islamic Republic) નૈતિકતા પોલીસની કસ્ટડીમાં 22 વર્ષીય મહિલા, મહસા અમીનીના મૃત્યુ અંગે મહિલાઓની આગેવાની હેઠળના વિરોધની આકરી ટીકા કરી, “જે લોકોએ રમખાણોમાં ભાગ લીધો હતો તેમની સાથે નિર્ણાયક કાર્યવાહી થવી જોઈએ, આ તમામ લોકોની માંગ છે,” રાષ્ટ્રપતિએ એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું.

કન્ઝર્વેટિવ પ્રમુખ ઇબ્રાહિમ રાયસીએ પ્રદર્શન પર તેમની નિરાશા વ્યક્ત કરતા કહ્યું: “ઇરાનના ઇસ્લામિક રિપબ્લિકમાં લોકોની સલામતી એ લાલ રેખા છે અને કોઈને પણ કાયદો તોડવાની અને અવ્યવસ્થા ફેલાવવાની મંજૂરી નથી.” તેમણે વધુમાં કહ્યું કે, “દુશ્મનોએ રાષ્ટ્રીય એકતાને નિશાન બનાવી છે અને લોકોને એકબીજાની સામે ઉભો કરવા માંગે છે.” સાથે જ તેમણે ઈરાનના કટ્ટર હરીફ અમેરિકા પર દેશમાં અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પોલીસ કસ્ટડીમાં મોત બાદ દેખાવો ઉગ્ર બન્યા હતા

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

મહસા અમીની, 22 વર્ષીય કુર્દિશ મહિલા, 16 સપ્ટેમ્બરના રોજ શંકાસ્પદ સંજોગોમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામી હતી. જ્યારે તેણીને ઈરાનના કડક હિજાબ કાયદાના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, કસ્ટડીમાં લીધાના 3 દિવસ પછી જ તેનું મૃત્યુ થયું હતું.

પ્રમુખ રાયસીએ અમીનીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો, કહ્યું કે સમગ્ર દેશ તેમના મૃત્યુથી “દુઃખ” અનુભવે છે, ફોરેન્સિક અને ન્યાયતંત્રના નિષ્ણાતો આ બાબતે ટૂંક સમયમાં અંતિમ અહેવાલ સુપરત કરશે.

ઈરાનમાં છેલ્લા 3 વર્ષમાં અત્યાર સુધીના સૌથી મોટા પ્રદર્શનમાં લોકોએ “સ્ત્રી, જીવન, સ્વતંત્રતા !” ના નારા લગાવ્યા. વિરોધ દરમિયાન ઘણી મહિલાઓએ તેમના માથા પરથી દુપટ્ટો કાઢીને સળગાવી દીધો હતો અને તેમના વાળ પણ કાપી નાખ્યા હતા.

કાર પર ચઢીને વિરોધ કરી રહેલી મહિલાઓ

અમીનીના મૃત્યુ પછી, લગભગ બે અઠવાડિયા સુધી દેશમાં વ્યાપક અશાંતિ ફેલાઈ હતી અને તે ઈરાનના અન્ય પ્રાંતોમાં ફેલાઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગના વ્યાવસાયિકો અને કામદાર વર્ગના પુરુષો અને સ્ત્રીઓ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

બીજી તરફ ઈસ્લામિક ધાર્મિક સ્થળો માટે પ્રખ્યાત ઈરાનના રૂઢિચુસ્ત શહેર મશહાદમાં એક યુવતી કારમાં ચઢીને વિરોધ કરી રહી છે. તેણીએ હિજાબ ઉતાર્યો અને બૂમો પાડવાનું શરૂ કર્યું, સરમુખત્યારનું મૃત્યુ! નજીક ઉભેલા પ્રદર્શનકારીઓ પણ તેની ધૂનમાં જોડાય છે અને તેના સમર્થનમાં તેમના વાહનોના હોર્ન વગાડે છે.

મશહાદમાં ઉછરેલી ફાતિમા શમ્સ કહે છે કે એક દાયકા પહેલા સુધી ઘણી ઈરાની મહિલાઓ આવી તસવીરની કલ્પના પણ કરી શકતી નહોતી. તેણીએ કહ્યું, “જ્યારે તમે મશહાદમાં મહિલાઓને શેરીઓમાં ઉતરતી અને જાહેરમાં તેમના હિજાબ સળગતી જોશો, ત્યારે તે ખરેખર ક્રાંતિકારી પરિવર્તન છે. ઈરાની મહિલાઓ બુરખાધારી સમાજ અને ફરજિયાત હિજાબના યુગનો અંત લાવી રહી છે.”

છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાનમાં ઘણા પ્રદર્શનો થયા છે, જોકે તેમાંના મોટા ભાગના આર્થિક મુશ્કેલીઓના કારણે ગુસ્સાના કારણે હતા. વિરોધની નવી લહેર, જોકે, ઈરાનના મૌલવીની આગેવાની હેઠળના શાસન સામે હૃદયપૂર્વકનો રોષ દર્શાવે છે અને ફરજિયાત હિજાબના મુદ્દા પર વધી રહી છે.

ઈરાનમાં મહિલાઓ માટે બુરખો અને હિજાબ પહેરીને જાહેરમાં બહાર જવું ફરજિયાત છે. આમાં પણ તેમના વાળ સંપૂર્ણપણે હિજાબથી ઢંકાયેલા હોવા જોઈએ. ઘણી ઈરાની મહિલાઓ, ખાસ કરીને મોટા શહેરોમાં, લાંબા સમયથી સત્તાવાળાઓ સાથે આ મુદ્દા સામે વલણ અપનાવે છે, યુવા પેઢી ઢીલા સ્કાર્ફ અને ડ્રેસ પહેરીને રૂઢિચુસ્ત ડ્રેસની મર્યાદાઓને પડકારે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">