ઈરાનમાં તુર્કી સરહદ પર આવ્યો 5.9ની તીવ્રતાનો ભૂકંપ, 7ના મોત, 440 ઘાયલ

તુર્કી-ઈરાન બોર્ડર પર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે.

ઈરાનમાં તુર્કી સરહદ પર આવ્યો 5.9ની તીવ્રતાનો ભૂકંપ, 7ના મોત, 440 ઘાયલ
Earthquake
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 6:29 AM

તુર્કી-ઈરાન બોર્ડર પર ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 5.9 માપવામાં આવી છે. ઈરાનની IRNA ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઉત્તર-પશ્ચિમ ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં મળેલ પ્રાથમિક અહેવાલ અનુસાર સાત લોકોના મોત થયા છે. જ્યારે 440 લોકોને ઈજા થઈ હોવાનું કહેવાય છે.

ઈરાની ઈમરજન્સી સર્વિસના પ્રવક્તા મોજતબા ખાલેદીએ જણાવ્યું કે, “ભૂકંપના કારણે સાત લોકોના મોત થયા છે. જ્યારે 440 લોકો ઘાયલ થયા છે.” રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ઘાયલ થયેલાઓનો આંકડો હજુ વધી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભૂકંપને કારણે બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા, જ્યારે 122 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાયુ હતું.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ઈરાનના સરકારી મીડિયા અનુસાર, ભૂકંપની માહિતી મળ્યા બાદ, બચાવ ટીમોને આ વિસ્તારમાં મોકલવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલોને પણ તાકીદ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે ઈરાનમાં આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપથી ઘણી તબાહી મચી ગઈ હતી. આ દરમિયાન 5 લોકોના મોત થયા હતા જ્યારે 19થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે સાંઈ ખોશો ગામમાં ઘણું નુકસાન થયું છે.

ભૂકંપ કેવી રીતે આવે છે?

ધરતીની અંદર હાજર પ્લેટોનુ એકબીજા સાથે અથડાવાને કારણે ભૂકંપ આવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે, આપણી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત છે. જ્યારે આ પ્લેટો એક બીજા સાથે અથડાય છે, ત્યારે જે ઊર્જા બહાર નિકળે છે, તેને ભૂકંપ કહેવાય છે. નિષ્ણાતોના મતે, પૃથ્વીની નીચે આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે. દર વર્ષે આ પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે. આ દરમિયાન કોઈ પ્લેટ અન્ય કોઈ પ્લેટ નીચેથી ખસી જાય છે તો કોઈ ઉપરની તરફ સરકી જાય છે. આ દરમિયાન પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">