ચીનમાં ધરતીકંપથી ઘ્રુજી ઉઠી ધરતી, 5.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

ચીનના સિચુઆન પ્રાંતમાં વારંવાર ભૂકંપ આવે છે. ગયા વર્ષે ચીનના સિચુઆન પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં 90થી વધુ લોકોના મોત થયા હતા.

ચીનમાં ધરતીકંપથી ઘ્રુજી ઉઠી ધરતી, 5.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ
Earthquake in China
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 6:48 AM

ચીનના દક્ષિણ શિનજિયાંગમાં સોમવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મિક સેન્ટર એ આ માહિતી આપી છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મિક સેન્ટર અનુસાર, ભૂકંપ શિનજિયાંગમાં અરલથી 111 કિમી દક્ષિણપૂર્વમાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી ANIએ યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મિક સેન્ટરને ટાંકીને જણાવ્યું કે, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર 05:49 વાગ્યે આવ્યો હતો. જો કે, ભૂકંપના કારણે થયેલા જાનહાનિનો આંકડો હજુ સુધી જાણી શકાયો નથી.

ગયા વર્ષે ભૂકંપથી અનેક લોકોના થયા હતા મોત

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચીનના સિચુઆન પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં 90થી વધુ લોકોના મોત થયા હતા. 25 લોકો ગુમ થયા હતા. તો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6.8 માપવામાં આવી હતી. આ શક્તિશાળી ભૂકંપના કારણે સિચુઆન પ્રાંતની ઇમારતો હચમચી ઉઠી હતી. ભૂકંપથી સૌથી વધુ નુકસાન ગાંઝે તિબેટીયન ઓટોનોમસ પ્રાંતમાં થયું હતું.

સિચુઆન પ્રાંતમાં સતત આવતા રહે છે ભૂકંપ

ચીનના સિચુઆન પ્રાંતમાં વારંવાર ભૂકંપ આવે છે. ગયા વર્ષે જૂનમાં પણ ખૂબ જ જોરદાર ભૂકંપ આવ્યો હતો. 2.1 મિલિયનની વસ્તી ધરાવતા સિચુઆનની પ્રાંતીય રાજધાની ચેંગડુથી લગભગ 100 કિમી પશ્ચિમમાં 6.1-તીવ્રતાનો ધરતીકંપ ઓછી વસ્તીવાળા વિસ્તારમાં આવ્યો હતો. તેના થોડા સમય પછી, નજીકના કાઉન્ટીમાં 4.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા.

પાકિસ્તાનમાં ગઈકાલે આવ્યો હતો ભૂકંપ

ભૂખમરો અને મોંઘવારીથી બેહાલ પાકિસ્તાનના લોકોને હવે કુદરત પણ ડરાવવા લાગી છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ રાજધાની ઈસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાં આવ્યો છે. પાકિસ્તાનના હવામાન વિભાગે જણાવ્યું કે આ ભૂકંપ બપોરે 12.54 કલાકે આવ્યો હતો અને તેની તીવ્રતા 6.3 હતી. માહિતી મળી રહી છે કે ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાનમાં ક્યાંક હતું અને ઊંડાઈ 150 કિમી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">