દુશ્મનોની આડાઈને જવાબ આપવા ભારતીય સેનામાં મેડ ઈન ઈન્ડિયા “ધ્રૃવાસ્ત્ર” મિસાઈલની એન્ટ્રી, દુશ્મનોની ટેન્ક ઉડાડી શકવા છે સક્ષમ

  • Updated On - 3:32 pm, Sat, 16 January 21 Edited By: Bipin Prajapati
દુશ્મનોની આડાઈને જવાબ આપવા ભારતીય સેનામાં મેડ ઈન ઈન્ડિયા "ધ્રૃવાસ્ત્ર" મિસાઈલની એન્ટ્રી, દુશ્મનોની ટેન્ક ઉડાડી શકવા છે સક્ષમ
http://tv9gujarati.in/dushmano-ni-aada…va-maate-saksham/

મેક ઈન ઈન્ડિયાની તર્જ પર દેશની સેનાને પણ મજબુત કરવામાં આવી રહી છે. સેનાની તાકાતમાં વધુ એક નામ હવે જોડાઈ ગયું છે એન્ટી ટેન્ક મિસાઈલ “ધ્રૃવાસ્ત્ર”નું કે જેનું સફળ પરિક્ષણ પણ કરવામાં આવ્યું છે અને તે પૂર્ણ પણે ભારતીય બનાવટ ધરાવે છે. આ મિસાઈલ દુશ્મનોને પુરી રીતે બરબાદ કરી નાખવા માટે હવે સજ્જ છે. ઓડિશાનાં બાલાસોરમાં 15-16 જુલાઈનાં રોજ તેનો ટેસ્ટ થયો હતો જે બાદ હવે તેને સોંપી દેવામાં આવશે. આ મિસાઈલનો ઉપયોગ ભારતીય સેના ધૃવ હેલીકોપ્ટર સાથે કરશે જેનાંથી દુશ્મન પર મજબૂત એટેક કરી શકાશે. જો કે હાલમાં ટેસ્ટ કરવામાં આવ્યો છે તે હેલીકોપ્ટર નગર કરવામાં આવ્યો છે. પહેલા આ મિસાઈલનું નામ નાગ હતું પછીથી તેને બદલીને ધ્રૃવાસ્ત્ર કરી નાખવામાં આવ્યું.

army_072220104104.jpg

આ મિસાઈલ પૂર્ણ પણે સ્વદેશી છે અને તેની ક્ષમતા 4 કિમિ સુધીની છે કે જે કોઈ પણ ટેન્કને ધ્વસ્ત કરી નાખવા માટે પુરતી છે. ધૃવ હેલીકોપ્ટર પણ પુર્ણ પણે સ્વદેશી હેલીકોપ્ટર છે અને તેવામાં DRDO અને સેના માટે આને મોટી ઉપલબ્ધી માનવામાં આવે છે. આ સફળતાને લઈને હવે બીજા દેશ પર આવી મિસાઈલ માટે નિર્ભર નહી રહેવું પડે. DRDOની વેબસાઈટ પરથી મળેલી માહિતિ મુજબ ધ્રૃવાસ્ત્ર એક ત્રીજી પેઢીની નિશાન લગાડો અને ભુલી જાવો જેવી ઓટોમેટીક ATGM પધ્ધતિ છે જને આધુનિક હળવા હેલીકોપ્ટરમાં બેસાડવામાં આવી છે. આ એટેકીંગનાં સમય પર કોઈ અસર નહી પાડી શકે કે પછી સિઝન કોઈ પણ હોય, દિવસ રાત તે ઓપરેશન પાર પાડવા માટે સક્ષમ છે. મિસાઈલ પર રહેલું કવચ અને તેનામાં રહેલી સ્ફોટક શક્તિ કોઈ પણ યુદ્ધ ટેન્કને બરબાદ કરી નાખવા માટે પુરતું છે. જણાવવું રહ્યું કે ચીન સાથે બોર્ડર પર લગાતાર તણાવની સ્થિતિ છે અને એવામાં સેના પણ પુરી રીતે સતર્ક છે, બીજી તરફ મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે DRDO સ્વદેશી મિસાઈલ બનાવી રહ્યું છે. જણાવી દઈએ કે જલ્દી જ ભારતને ફ્રાંસથી રાફેલ કે જે લડાયક વિમાન છે તે મળવા જઈ રહ્યા છે જેને અંબાલા એરબેઝ પર ડિપ્લોય કરવામાં આવશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati