દુશ્મનોનાં કાળ સમાન ચિનૂક અને અપાચે હેલીકોપ્ટર સેનામાં સામેલ,પહાડી વિસ્તારમાં દુશ્મનોનાં દાંત ખાટા કરવા ભારતીય વાયુસેના સજ્જ

દુશ્મનોનાં કાળ સમાન ચિનૂક અને અપાચે હેલીકોપ્ટર સેનામાં સામેલ,પહાડી વિસ્તારમાં દુશ્મનોનાં દાંત ખાટા કરવા ભારતીય વાયુસેના સજ્જ
http://tv9gujarati.in/dushmano-na-kaad…-karva-sena-sajj/

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સારા સમાચાર એ છે કે અમેરીકાની કંપની બોઈંગ 22માંથી છેલ્લા બચેલા પાંચ અપાચે એટેક હેલીકોપ્ટર ભારતીય સેનાને આપી દેવામાં આવ્યા છે. બોઈંગે આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે હિંડન એયરબેઝ પર વાયુસેનાને આ હેલીકોપ્ટર સોંપી દેવામાં આવ્યા છે. હવે વાયુસેના પાસે 22 અપાચે એટેક હેલીકોપ્ટર ઉડવા માટે તૈયાર છે, સાથે જ ચિનૂક હેલીકોપ્ટર પણ વાયુસેનાને મળી ચુક્યા છે જેથી ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. અમેરીકાની કંપની બોઈંગ મારફતે 22માંથી છેલ્લા પાંચ અપાચે હેલીકોપ્ટર ભારતીય વાયુસેનાને જુન મહિનામાંજ હસ્તગત કરી દેવામાં આવ્યા હતા જ્યારે કે માર્ચ મહિનામાં ચિનૂકની ડિલીવરી કરી દેવામાં આવી છે.

                      ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અપાચે હેલીકોપ્ટરનો પહેલો લોટ ભારતને મળ્યો હતો જેમાં 8 અપાચે હેલીકોપ્ટર સામેલ હતા. વાયુસેનાએ 22 હેલીકોપ્ટર્સની ખરીદી માટે વર્ષ 2015માં અમેરીકાના કંપની બોઈંગ સાથે સોદો કર્યો હતો. ખાસ કરીને પાકિસ્તાન અને ચીન પર નજર રાખવા માટે અપાચે હેલીકોપ્ટરને પંજાબનાં પઠાણકોટ અને જોરહાટ એયરબેસ પર મુકવામાં આવશે.

                     જણાવી દઈએ કે અપાચે હેલીકોપ્ટરની દુનિયાનું સૌથી શ્રેષ્ઠ લડાકુ હેલીકોપ્ટર માનવામાં આવે છે. ખાસ કરીને પર્વતીય લડાઈની સ્થિતિ માટે તે કામનું મનાય છે. અમેરીકાની સેના તેનો ઉપયોગ અફધાનિસ્તાનનાં ઉંચા પહાડો પર તાલિબાનની સામે કરી રહી છે. હાલમાં સમયમાં અપાચે હેલીકોપ્ટર લદ્દાખમાં સેનાનો હિસ્સો છે, તો ચિનૂકને પણ તાજેતરમાંજ વાયુસેનામાં સામેલ કરી લેવામાં આવ્યું છે. ચિનૂકમાં એન્ટી ટેન્ક મિસાઈલથી લઈને કોઈ પણ મુશ્કેલ સ્થિતિમાં ઉડવાની ક્ષમતા રહેલી છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati