ભારતને ‘શ્વાસ આપવાના’ નામે ભારતમાંથી ભેગા કરેલા પૈસા આતંકવાદીઓને અપાયા! જાણો NGOs નું કારસ્તાન

યુરોપમાં દુષ્પ્રચાર અભિયાન પર નજર રાખતી સંસ્થા 'ડિસઈંફો લેબ'એ એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. અને તેના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે USમાં પાકિસ્તાની NGOએ ભારતને મદદના નામે પૈસા ઉઘરાવીને આતંકીઓને પહોંચાડ્યા.

ભારતને 'શ્વાસ આપવાના' નામે ભારતમાંથી ભેગા કરેલા પૈસા આતંકવાદીઓને અપાયા! જાણો NGOs નું કારસ્તાન
ભારતને મદદ કરવાના નામે છેતરપિંડી (ANI)

ભારત જ્યારે બીજી લહેર સામે લડી રહ્યું હતું ત્યારે વિશ્વભરમાંથી મદદ આવી હતી. ઘણા લોકો અને સંસ્થાઓ તેમજ દેશ મદદ માટે સામે આવ્યા હતા. પરંતુ તમને આ વાત જાણીને આઘાત લાગશે કે કેટલીક સંસ્થાઓ ભારતને મદદ કરવાના નામે ભારતમાંથી પણ પૈસા ઉઘરાવીને તેમના ખરાબ ઈરાદાઓને પાર પાડવામાં લાગ્યા હતા. આ વાતનો ખુલાસો થયો ડિસઈંફો લેબના એક અહેવાલથી.

અમેરિકામાં લગભગ 23 પાકિસ્તાની સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO)નું મોટું કારસ્તાન સામે આવ્યું છે. યુરોપમાં દુષ્પ્રચાર અભિયાન પર નજર રાખતી સંસ્થા ‘ડિસઈંફો લેબ’એ એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. અને તેના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યુ.એસમાં પાકિસ્તાની એન.જી.ઓ.એ કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતને લઈને કથિત મદદ માટે ઝુંબેશ ચલાવી હતી.

કોવિડ એઇડ સ્કેમ 2021

જો તમને યાદ ના હોય તો જણાવી દઈએ કે ભારતમાં ઓક્સિજન અને કોરોનાની બીજી લહેર દરમિયાન મેડિકલ સુવિધાઓને લઈને પડેલી તકલીફ દરમિયાન US ના તેમજ ઘણા NGO એ અભિયાન ચલાવ્યું હતું. જેનું નામ હતું ‘હેલ્પ ઇન્ડિયા બ્રેથ’. આ અભિયાનમાં લગભગ 158 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. પરંતુ ડિસઈંફો લેબના અહેવાલ અનુસાર આ પૈસા આતંકીઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. રિપોર્ટમાં આ કાવતરાને ‘કોવિડ એઇડ સ્કેમ 2021’ નામ આપવામાં આવ્યું છે.

ઈમાના સંસ્થાએ ચલાવ્યું હતું અભિયાન

આ અહેવાલમાં મદદના નામે ચલાવવામાં આવેલા 66 ખોટા અભિયાન ઉજાગર કરવામાં આવ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ઈતિહાસના સૌથી મોટા કૌભાંડોમાનું એક છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર અભિયાન ચલાવનાર સંગઠનમાં એક સંગઠન “ઈમાના-ઇસ્લામિક મેડિકલ એસોસિએશન’ (IMANA) છે કે અમેરિકાના ઇલિનોઇસમાં કાર્યરત છે. જેની શરૂઆત 1967 માં કરવામાં આવી હતી. ડોક્ટર ઇસ્લામિક મેહર ઈમાના (IMANA) આ સંસ્થાના અધ્યક્ષ છે. મુખ્યુ રૂપે આ સંસ્થાએ જ ‘હેલ્પ ઇન્ડિયા બ્રેથ’ની યોજના બનાવી હતી.

‘હેલ્પ ઇન્ડિયા બ્રેથ’ અભિયાન

અહેવાલમાં જણાવાયું છે કે ‘હેલ્પ ઇન્ડિયા બ્રેથ’ 27 મી એપ્રિલ 2021 ના ​​રોજ સોશિયલ મીડિયા પર શરૂ કરવામાં આવ્યું હતું. તેનું લક્ષ્ય આશરે 1.8 કરોડ લોકો પાસેથી દાન એકત્ર કરવાનું હતું. ખાસ વાત એ છે કે ઇમાના (IMANA) સંસ્થાની કોઈ ઓફિસ કે બ્રાન્ડ નથી અને તેની ભારતમાં ઓફિસ પણ નથી. તેથી તેને ભંડોળ ભેગું કરતા અટકાવી શકાયું નહીં. ઝુંબેશ દરમિયાન ઇમાના (IMANA) દર કલાકે લગભગ 73 લાખ રૂપિયા ભેગા કરી રહ્યું હતું.

મદદ કર્યાના પુરાવા આપી શકી નહીં

ઈમનાના પ્રમુખ ડો. ઇસ્માઇલ મેહરે અનેક શંકાસ્પદ દાવા કર્યા. તેમણે કહ્યું, “ઇમાનાએ 5.60 કરોડના તબીબી ઉપકરણો ખરીદ્યા.” જોકે, આ ઉપકરણો ક્યારેય ભારત પહોંચ્યા નહીં. મેહરે એવો દાવો કર્યો હતો કે તેમણે ભારતને સહાય સામગ્રી પહોંચાડવા માટે એર ઈન્ડિયા સાથે જોડાણ કર્યું છે. પરંતુ તેનો પણ કોઈ પુરાવા આપી શક્યા નહીં. તેવી જ રીતે અન્ય સંસ્થાઓ પણ આવા દાવાઓ કરીને તેના સમર્થનમાં પુરાવા આપી શકી નહીં.

અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા

અહેવાલમાં જણાવ્યા મુજબ, ઘણા પાકિસ્તાની સંગઠનો ભારતને મદદ કરવાના નામે ફંડ એકઠું કરવા અમેરિકામાં સક્રિય છે. આમાં ઇમાના અને ઇસ્લામિક સર્કલ ઓફ નોર્થ અમેરિકા (ICANA) વિશ્વના ઘણા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે. ICANA પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને પણ નાણાં પૂરા પાડે છે. પાકિસ્તાન આર્મીના નિવૃત્ત કર્મચારીઓ ઈમાન અને ICANA ને ચલાવવામાં મદદ કરે છે. પાકિસ્તાની સેના તેને આગળ વધારે છે.

 

આ પણ વાંચો: VivaTech 2021: જાણો શું છે વિવાટેક, જેમાં PM મોદીનું મોટા દિગ્ગજો સામે આજે છે સંબોધન

આ પણ વાંચો: Petrol-Diesel Price Today: ઇંધણની કિંમતમાં રેકોર્ડ બ્રેક વધારો, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

Click on your DTH Provider to Add TV9 Gujarati