Big News : ટ્વિટર પર વાપસી કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, એલન મસ્કે પ્રતિબંઘ હટાવવાનું કર્યું એલાન

ટ્વિટરના નવા માલિક એલન મસ્કે(Elon Musk) કહ્યું છે કે તેઓ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરના ટ્વિટર પ્રતિબંધને હટાવી લેશે. સમાચાર એજન્સી AFPA દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

Big News : ટ્વિટર પર વાપસી કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, એલન મસ્કે પ્રતિબંઘ હટાવવાનું કર્યું એલાન
Donald Trump Twitter Return
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 7:11 AM

Donald Trump Twitter Return:  ટેસ્લાના CEO એલન મસ્ક(Elon Musk) મંગળવારે એલાન કર્યું કે તેઓ ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પરના ટ્વિટર પ્રતિબંધને (Twitter Account) હટાવી લેશે. મસ્કે આ વાત ફાઇનાન્સિયલ ટાઇમ્સ ફ્યુચર ઓફ ધ કાર કોન્ફરન્સમાં કહી હતી. તમને જણાવી દઈએ કે, એલન મસ્કે તાજેતરમાં જ ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે. જો કે ટ્વિટર તરફથી હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ટ્વિટરે ટ્રમ્પના (Donald Trump) એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિના(Former President)  ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ ત્યારે લાદવામાં આવ્યો હતો જ્યારે તેઓ તેમના પ્રમુખ કાર્યકાળના અંતિમ દિવસોમાં હતા.ઉલ્લેખનીય છે કે, તે સમયે ટ્વિટરે તેની નીતિઓના ઉલ્લંઘનને ટાંકીને ટ્રમ્પના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

હું કાયમી પ્રતિબંધ હટાવીશ : એલન મસ્ક

કોન્ફરન્સમાં બોલતા, એલન મસ્કે કહ્યું, ‘કાયમી પ્રતિબંધ(Twitter Ban)  અત્યંત દુર્લભ હોવો જોઈએ. આ કૌભાંડો અથવા સ્પામ એકાઉન્ટ્સ પર લાગુ થવું જોઈએ. મને લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રતિબંધ લગાવવો યોગ્ય નથી.વધુમાં તેણે કહ્યું, ‘મને લાગે છે કે તે એક ભૂલ હતી, કારણ કે તેણે દેશના મોટા ભાગને અલગ કરી દીધો હતો અને આખરે ડોનાલ્ડ ટ્રમ્પનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો.’ મસ્કે આગળ કહ્યું, ‘હું કાયમી પ્રતિબંધ હટાવીશ.’

ટ્રમ્પના એકાઉન્ટ પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો ?

જાન્યુઆરી 2021 માં, ટ્રમ્પના સમર્થકોએ યુએસ સંસદ પર હુમલો કર્યા પછી ટ્વિટરે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના એકાઉન્ટ પર કાયમી પ્રતિબંધ મૂક્યો હતો. કંપનીએ કહ્યું હતું કે 6 જાન્યુઆરીએ સંસદ પર થયેલા હુમલા બાદ હિંસા(Violence)  વધુ વધવાની ધમકીને ધ્યાનમાં રાખીને તેણે ટ્રમ્પ પરપ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. તે સમયે ટ્રમ્પના ટ્વિટર પર 80 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા. ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મળેલી હારને પચાવી શક્યા ન હતા. આ કારણે તેણે પોતાના સમર્થકોને ટ્વિટર દ્વારા અમેરિકી સંસદનો ઘેરાવ કરવા કહ્યું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તેમના સમર્થકોએ સંસદમાં ફરી હિંસાનો આશરો લીધો હતો. સાથે જ ટ્રમ્પે હિંસાની નિંદા કરવાને બદલે સમર્થકોને ક્રાંતિકારી ગણાવ્યા. જેથી હિંસા ભડકાવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

બીજીસ તરફ ટ્રમ્પનું બદલાયેલુ વલણ

જો કે, જ્યારે મસ્ક ટ્વિટર ખરીદી રહ્યો હોવાનું બહાર આવ્યું, ત્યારે નવા માલિકના આગમનથી ટ્રમ્પ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાછા ફરશે કે કેમ તે અંગે પણ ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. ટ્રમ્પે ગયા મહિને કહ્યું હતું કે જો તક મળશે તો તે ટ્વિટર પર પાછા નહીં ફરે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ‘ના, હું ટ્વિટર પર પાછો નહીં જઈશ. હું થોડા અઠવાડિયામાં Truth સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ થઈશ. ઘણા લોકો આ પ્લેટફોર્મ પર આવવા માટે આગળ આવ્યા છે. મને એલોન મસ્ક ગમે છે. પરંતુ ટ્વિટર મારી સાથે જે રીતે વર્તે છે તેનાથી હું નિરાશ છું. હું ટ્વિટર પર પાછો નહીં આવું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">