ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટારને ચૂકવશે મોટી રકમ, શા માટે, કોના કહેવાથી ચૂકવશે રકમ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે મોટી રકમ ચૂકવશે. પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે જાહેર કર્યું હતું કે તેને અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સંબધ હતા. જો કે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સની વાતનો ડોનાલ્ડ ટ્રમ્પે અસ્વિકાર કર્યો છે. મીડિયા રીપોર્ટ મુજબ કેલિફોર્નિયાની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને પોર્ન એકટર સ્ટોર્મી ડેનિયલ્સને કાનુની લડત લડવા […]

ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટારને ચૂકવશે મોટી રકમ, શા માટે, કોના કહેવાથી ચૂકવશે રકમ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 7:52 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે મોટી રકમ ચૂકવશે. પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે જાહેર કર્યું હતું કે તેને અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સંબધ હતા. જો કે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સની વાતનો ડોનાલ્ડ ટ્રમ્પે અસ્વિકાર કર્યો છે.

stormy twitte

મીડિયા રીપોર્ટ મુજબ કેલિફોર્નિયાની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને પોર્ન એકટર સ્ટોર્મી ડેનિયલ્સને કાનુની લડત લડવા માટે વકિલને ફિ માટે 44100 ડોલર ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટના આ આદેશ બાદ પોર્ન એકટર સ્ટોર્મી ડેનિયલ્સે ટવીટ કરીને કહ્યું કે હા, વધુ એક જીત. એક દશક પહેલાના સ્ટોર્મી ડેનિયલ્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શારીરિક સંબધો અંગે મૌન રહેવા અંગે કરાયેલા સમજૂતીને સ્ટોર્મી ડેનિયલ્સે ફગાવી દીધી હતી. ત્યાર બાદ કોર્ટે આ ચૂકાદો આપ્યો છે. ભારતીય ચલણમાં સ્ટોર્મી ડેનિયલ્સને 33 લાખ જેટલા રૂપિયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂકવવા પડશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

relationship between Trump and Stormy Daniels

કેલિફોર્નિયાની કોર્ટે આદેશ આપતા કહ્યું છે કે 2016માં રાષ્ટ્રપતિપદની ચૂંટણીના 11 દિવસ પૂર્વે થયેલી સમજૂતી અંગે ડેનિયલ્સે ટ્રમ્પ સામેનો કેસ જીતી લીધો હતો. સમજૂતી મુજબ હારનારે જીતનારને તેના વકિલની ફિ ચૂકવવી પડશે. તેથી આ રકમ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂકવવી પડશે.

જો કે કોર્ટના આ ચૂકાદા ઉપર વ્હાઈટ હાઉસની કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી. ટ્રમ્પના જે તે સમયના વકિલ માઈકલ કોહેને ડેનિયલ્સને 97.40 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. સ્ટોર્મી ડેનિયલ્સે સ્ટેફની ક્લિફોર્ડના નામે અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. ટ્રમ્પ જીતી ગયા બાદ ડેનિયલ્સે. ટ્રમ્પ અને ડેનિયલ્સ વચ્ચે સંબધ હોવા અંગે મૌન રહેવા કરાયેલી સમજૂતીનો ભંગ કરવા અંગે અદાલતમાં દાવો કરાયો હતો.

આ પણ વાંચોઃપાકિસ્તાને માન્યું- કરાચીમાં રહે છે દાઉદ ઈબ્રાહિમ, આતંકીઓના લિસ્ટમાં નાખ્યું નામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">