ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પૂર્વે મતદારોને પોતાની તરફ ખેંચવા માટે ખેલ્યો મોટો દાવ, બજારમાં તેજી લાવવા જરૂરી છે મારી જીત

ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પૂર્વે મતદારોને પોતાની તરફ ખેંચવા માટે ખેલ્યો મોટો દાવ, બજારમાં તેજી લાવવા જરૂરી છે મારી જીત

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પૂર્વે મતદારોને પોતાની તરફ ખેંચવા આજે મોટો દાવ ખેલી નાખ્યો છે. ચૂંટણી પૂર્વેની ચર્ચાઓમાં ટ્રમ્પે મતદારોને સીધો સંકેત આપવાનો પ્રયાસ કર્યો હતો કે જો બાઈડેન ચૂંટણી જીતશે તો બજારમાં ઘટાડો થશે અને ટ્રમ્પનો વિજય તેજી લાવશે.

ટ્રમ્પના નિવેદન બાદ ચોક્કસ અસર પાડવાની આશા સેવાઈ રહી છે તો સામે ટ્રમ્પ ઉપર વળતો ઘા કરતા ટ્રમ્પ ઉપર ભ્રસ્ટાચારસહિતના આક્ષેપ કર્યા હતા.

યુ.એસ.માં ચૂંટણી પૂર્વેની છેલ્લી રાષ્ટ્રપતિની ચર્ચામાં યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે જો બાયડેન જીતે તો બજારમાં ઘટાડો થશે અને બજારમાં તેજી જોવાશે. અસર ટ્રમ્પના વિજય બાદ તરફ દેખાડવાની તૈયાર પણ બતાવાઈ છે . ટ્રમ્પે કહ્યું છે કે સરકાર કોરોનાને નિયંત્રિત કરવા માટે ઝડપી પગલાં લઈ રહી છે. વેક્સીન જલ્દી ઉપલબ્ધ થશે અને કોરોના સામેથી જંગમાં આપણી જીત થશે . એક અઠવાડિયામાં કોરોના રસી લેવાની પણ આશા વ્યક્ત રી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ તુરંત ફાર્મ કંપની ફાઇઝરે કહ્યું છે કે કોરોનાની EMERGENCY VACCINE નવેમ્બરમાં આવાની શક્યતા વ્યક્ત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણીલક્ષી નિવેદનો સામે બાઈડેને વળતા પ્રહાર કર્યા હતા.બૈંડેને ભ્રષ્ટાચાર અંગે ટ્રમ્પ પર જોરદાર હુમલો કર્યો. તેમણે કહ્યું કે ટ્રમ્પ ચીનમાં 50 ગણા ટેક્સ ચૂકવે છે. ટ્રમ્પનો ચીનમાં બિઝનેસ છે. તેમણે કહ્યું કે ટ્રમ્પે 1 વર્ષનો ટેક્સ રીટર્ન પણ જાહેર કર્યો નથી, વળતર ન બતાવીને તેઓ જે માહિતી છુપાવવા માગે છે. બિડેને એમ પણ કહ્યું હતું કે ટ્રમ્પની કોરોના રસી માટે કોઈ યોજના નથી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati