શું રશિયા ‘યુદ્ધ’ કરવા માંગે છે? વ્લાદિમીર પુતિને યુક્રેનની સરહદ પર 100,000 સૈનિકો મોકલ્યા, દેશ પર થઈ શકે છે કબજો

રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. તણાવ એટલો વધી ગયો છે કે, બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતા છે.

શું રશિયા 'યુદ્ધ' કરવા માંગે છે? વ્લાદિમીર પુતિને યુક્રેનની સરહદ પર 100,000 સૈનિકો મોકલ્યા, દેશ પર થઈ શકે છે કબજો
Russian President Vladimir Putin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 9:45 PM

Russia Ukraine Current Situation: રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. તણાવ એટલો વધી ગયો છે કે, બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે, યુક્રેનની સરહદ નજીક લગભગ 100,000 રશિયન સૈનિકો છે. જે આશંકા વ્યક્ત કરે છે કે રશિયા યુક્રેનના કેટલાક ભાગો પર કબજો કરવાનો પ્રયાસ કરી શકે છે. ઝેલેન્સકીએ કહ્યું કે, તેમના દેશને પશ્ચિમી દેશો દ્વારા સરહદ પર કાર્યરત રશિયન સૈનિકોની ગતિવિધિઓ વિશે જાણ કરવામાં આવી છે.

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે યુ.એસ.ની ચેતવણીઓ છતાં આ મહિનાની શરૂઆતમાં યુક્રેન નજીક રશિયન સૈનિકોની સંખ્યા લગભગ 90,000 રાખી હતી. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, ‘હું આશા રાખું છું કે આખી દુનિયા હવે સ્પષ્ટપણે જોઈ શકશે કે ખરેખર કોણ શાંતિ ઈચ્છે છે અને કોણ લગભગ 100,000 સૈનિકો અમારી સરહદ પર મોકલી રહ્યું છે.’ યુરોપમાં શરણાર્થી સંકટ વચ્ચે આ થઈ રહ્યું છે. બ્રિટીશ વિદેશ પ્રધાન લિઝ ટ્રુસે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને બેલારુસ અને પોલેન્ડ વચ્ચેની સરહદ પર “શરમજનક રીતે સર્જાયેલી સ્થળાંતર કટોકટી” માં હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

વાસ્તવમાં રશિયા અને બેલારુસ એકબીજાની ખૂબ નજીક માનવામાં આવે છે. બેલારુસ પર યુરોપિયન યુનિયન દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે, તે મધ્ય પૂર્વ અને આફ્રિકાથી ઇયુ પર પોલેન્ડની સરહદે પ્રવાસિયોને મોકલે છે. જેથી આ લોકો અહીંથી યુરોપના કોઈપણ દેશમાં જઈ શકે, જેના કારણે સ્થળાંતર સંકટ આવશે. EUએ આ બધા પાછળ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મુખ્ય સૂત્રધાર ગણાવ્યા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જોકે, પુતિનનું કહેવું છે કે, તેમને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. આ આરોપો વચ્ચે હવે રશિયા યુરોપિયન દેશ યુક્રેન પ્રત્યે આક્રમકતા દાખવી રહ્યું છે. તેણે છેલ્લા કેટલાક સમયથી સરહદ પર તેની સૈન્ય ગતિવિધિઓ તેજ કરી છે. બીજી તરફ બેલારુસે પણ પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે.

રશિયાએ ક્રિમીઆ પર કબજો કર્યો હતો

2014 માં, રશિયાએ ક્રિમિયાને કર્યું હતું જે યુક્રેનનો ભાગ હતો. હવે તે આ વર્ષની શરૂઆતથી અહીં સેનાની તૈનાતી વધારી રહ્યો છે. જેની વિશ્વના નેતાઓ દ્વારા નિંદા કરવામાં આવી રહી છે. મોસ્કોએ પશ્ચિમી ટિપ્પણીઓને ઉશ્કેરણીજનક ગણાવીને વાંધો ઉઠાવ્યો છે અને આ ક્ષેત્રમાં નાટો ગઠબંધનની વધતી પ્રવૃત્તિ અંગે ફરિયાદ કરી છે. પરંતુ અમેરિકી કંપની મેક્સાર ટેક્નોલોજી દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરોએ રશિયાને ખુલ્લું પાડ્યું છે. ફોટામાં હજારો સશસ્ત્ર રશિયન એકમો અને સૈનિકો બેલારુસિયન અને યુક્રેનિયન સરહદો નજીકના શહેરોમાં એકઠા થયા હતા.

આ પણ વાંચો: ARS Mains Exam Admit Card 2021: મુખ્ય પરીક્ષા માટે એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: Oil India Vacancy 2021: જો તમે એન્જિનિયરિંગ કર્યું છે તો ઓઈલ ઈન્ડિયામાં મેળવો નોકરી, 1.45 લાખ સુધીનો મળશે પગાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">