દુનિયાભરના વૈજ્ઞાનિકો ભારે ચિંતામાં, દુનિયા પર આવી શકે છે સંકટ !

દુનિયાભરના વૈજ્ઞાનિકો ભારે ચિંતામાં, દુનિયા પર આવી શકે છે સંકટ !
Disaster on the world

એક વૈજ્ઞાનિક મેગેઝિનના રિપોર્ટ અનુસાર આ સદીના અંત સુધીમાં પૃથ્વી પર ઘણા બધા મોટા બદલાવ આવશે. જે પૃથ્વી પર મોટી આફતો લાવશે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Nov 04, 2021 | 12:41 PM

વિશ્વ ભરના વૈજ્ઞાનિકો એક સર્વેને લઇને ચિંતામાં આવી ગયા છે. આ સર્વે અનુસાર આ દુનિયા પર મોટી અને ભયંકર આફતો આવવાની છે. વૈજ્ઞાનિક અહેવાલો પ્રકાશિત કરતી મેગેઝિન નેચરે વૈજ્ઞાનિકોનો IPCCનો ક્લાઈમેટ રિપોર્ટ બનાવ્યો હતો અને તેને મેગેઝિનમાં પ્રકાશિત કર્યો હતો. જે મુજબ 2100 સુધીમાં પૃથ્વી પર ઘણી મોટી આફતો આવશે.

વૈજ્ઞાનિક પાઓલોનો મત વિશ્વના 234 વૈજ્ઞાનિકોએ IPCCનો ક્લાઈમેટ રિપોર્ટ બનાવ્યો છે. તેમાંથી એક કોલંબિયાના વૈજ્ઞાનિક અને સંશોધક પાઓલા એરિયસ છે. જેમણે કહ્યું કે,વિશ્વમાં લોકોની જરુરિયાતો બદલાઇ રહી છે. તે પ્રમાણે પૃથ્વી પરનું વાતાવરણ પણ બદલાઇ રહ્યુ છે. ગરમી અને પ્રદૂષણ પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યા છે. જેની અસર લોકોના સ્વાસ્થ્ય અને જીવન પર પડી રહી છે. માનવજાતિ માટે હવે જીવન જીવવુ એક પડકાર બની ગયો છે. જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઇ રહ્યો છે તે પ્રમાણે વરસાદની પેટર્ન બદલાઇ રહી છે અને પાણીની અછત ઊભી થઇ રહી છે. ભવિષ્યના સમય આ સ્થિતિ સંકટ બની શકે તેમ છે.

પાઓલોએ જણાવ્યુ કે, સમુદ્રનું સ્તર પણ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નેતાઓ ગ્લોબલ વોર્મિંગ વિશે સક્રિય નથી. ખૂબ ધીમી ગતિએ કામગીરી થાય છે.આ ઝડપે પૃથ્વીને બચાવી શકાશે નહીં. કુદરતી આફતોને કારણે લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ તે પ્રમાણે પૃથ્વીને બચાવવા માટે મનુષ્ય પાસે વધુ સમય બચ્યો નથી.

પાઓલોની આ વાતમાં અન્ય વૈજ્ઞાનિકોએ પણ સહમતિનો સૂર પુર્યો છે. નેચર જર્નલે ગયા મહિને કરાયેલા 233 વૈજ્ઞાનિકોમાંથી 60 ટકાએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ કલાઇમેટ ચેન્જ વિશે વિચોરે છે ત્યારે તેઓ બેચેની, ઉદાસી અને તણાવ અનુભવે છે.

પાઓલા એરિયસ કહે છે કે, કુદરત સહકાર નહીં આપે તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે. અમેરિકા, ચીન, યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશોએ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાનું વચન આપ્યું છે, પરંતુ તે કરી શકશે કે નહીં તેના પર સવાલો છે. કેમ કે દુનિયા હજી પોતાને માનસિક અને આર્થિક રીતે તૈયાર કરવામાં સક્ષમ નથી.

આફ્રિકન ઈન્સ્ટિટ્યૂટ ફોર મેથેમેટિકલ સાયન્સના ક્લાઈમેટ મોડલર અને આઈપીસી રિપોર્ટમાં સામેલ વિજ્ઞાની મોહામદૌ બામ્બા સિલાએ પણ કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને લઈને જમીન પર કંઈ થઈ રહ્યું હોય તેવું લાગતું નથી.

આ પણ વાંચો : અમદાવાદ : ગુરૂકુળ સ્વામી નારાયણ મંદિર ખાતે ચોપડા પુજનનું આયોજન, ધંધા-રોજગારમાં વૃદ્ધિની સૌ-કોઇની કામના

આ પણ વાંચો : Petrol-diesel : પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલને ક્યાં સ્ટોર કરવામાં આવે છે ? શું ઘર જેવી જ હોય છે ફ્યુલ ટેન્ક ? આવો જાણીએ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati