ભારતમાંથી મળેલો Delta Variant 96 દેશોમાં ફેલાયો, ફરીથી લૉકડાઉનની સ્થિતી ઉભી થઈ શકે

ભારતમાંથી મળેલો Delta Variant 96 દેશોમાં ફેલાયો, ફરીથી લૉકડાઉનની સ્થિતી ઉભી થઈ શકે
પ્રતીકાત્મક તસવીર

WHOએ ચેતવણી આપી છે કે આ વેરિએન્ટ 60 ટકા વધુ સંક્રમક છે અને આવનાર સમયમાં સ્થિતી વધુ બગડી શકે છે. આ વાયરસ અન્ય દેશોમાં પણ ફેલાવાની શક્યતા છે.

Bhavyata Gadkari

|

Jul 02, 2021 | 7:24 PM

કોરોનાથી સમગ્ર દુનિયા પ્રભાવિત છે, છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી દુનિયા જાણે થંભી ગઈ છે. કોરોનાને કારણે મોટા પ્રમાણમાં આર્થિક અને સામાજીક નુક્સાન સહન કરવુ પડ્યુ છે. લૉકડાઉન અને પ્રતિબંધોની વચ્ચે કેટલાક ધંધા-રોજગાર બંધ થઈ ગયા. કોરોનાની બીજી લહેરે તો લાખો લોકોનો જીવ પણ લીધો.

ભારતમાં કોરોનાની બીજી લહેરે મોટા પ્રમાણમાં તબાહી સર્જી, હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડ અને જરૂરી દવાઓની અછત પણ સર્જાઈ હતી. માંડ બીજી લહેર શાંત થઈ રહી છે અને દુનિયાભરમાં રોજ નોંધાતા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે, તેવામાં હવે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant) ફેલાવવાનો શરૂ થઈ ગયો છે.

ભારતમાંથી મળી આવેલો કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ વધુ ખતરનાક છે અને તે 96 જેટલા દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ વાયરસને લઈને WHOએ ચેતવણી આપી છે કે આ વેરિએન્ટ 60 ટકા વધુ સંક્રમક છે અને આવનાર સમયમાં સ્થિતી વધુ બગડી શકે છે. આ વાયરસ અન્ય દેશોમાં પણ ફેલાવાની શક્યતા છે. બ્રિટનમાં મળેલો આલ્ફા વેરિએન્ટ હમણા સુધીમાં 172 જેટલા દેશોમાં ફેલાય ચૂક્યો છે.

ફરીથી લૉકડાઉનની સ્થિતીડેલ્ટા વેરિએન્ટ ફેલાતા કેટલાક દેશોમાં ફરીથી લૉકડાઉનની (Lockdown) સ્થિતી ઉભી થઈ છે. બાંગ્લાદેશમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ નોંધાતા એક અઠવાડિયા માટેનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ઓસ્ટ્રેલિયામાં પણ ડેલ્ટા વેરિએન્ટના જોખમને જોતા ગ્રેટર સિડની, બ્લૂ માઉન્ટેન અને સેંટ્રલ કોસ્ટામાં 2 અઠવાડિયાનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.

અર્થતંત્રને નુકસાનની ભીતીડેલ્ટા વેરિએન્ટના કારણે ફરીથી વિવિધ દેશોમાં લૉકડાઉન અને પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યા છે. જો કોરોનાની ત્રીજી લહેર આવે છે તો ફરીથી ઉદ્યોગ જગતને મોટુ નુકસાન જશે. નાના વેપારીઓ પાયમાલ થઈ જશે, કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી રેસ્ટોરન્ટ, થિયેટર્સ અને મોલ્સ બંધ છે. દરેક દેશમાં ટુરિઝમ પણ બંધ છે જેને કારણે દેશના અર્થતંત્ર પર ભારે અસર થઈ છે. થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ અને યુરોપના કેટલાક દેશોની ઈકોનોમી તો ટુરિઝમ પર આધાર રાખે છે. આ દેશોને કોરોનાને કારણે ભારે પ્રમાણમાં નુક્સાન થયુ છે.

આ પણ વાંચો: Sandesara Group case : સાંડેસરા ગ્રુપ કેસમાં EDની મોટી કાર્યવાહી, અહેમદ પટેલના જમાઈ સહીત ચાર લોકોની સંપત્તિ જપ્ત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati