બ્રિટીશ સંસદમાં કાશ્મીર પર ચર્ચા, સાંસદે કહ્યું, જો સેનાને હટાવી દેવામાં આવે તો ઇસ્લામિક દળો લોકશાહીનો અંત લાવશે

બ્રિટિશ સંસદમાં કહેવામાં આવ્યું છે કે જો ભારતીય સેના (Indian Army) કાશ્મીરમાંથી ખસી જાય તો કાશ્મીરને તાલિબાનનું (Taliban) કબ્જાવાળું અફઘાનિસ્તાન બનતા વાર નહીં લાગે.

બ્રિટીશ સંસદમાં કાશ્મીર પર ચર્ચા, સાંસદે કહ્યું, જો સેનાને હટાવી દેવામાં આવે તો ઇસ્લામિક દળો લોકશાહીનો અંત લાવશે
file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 7:38 PM

હાલ વૈશ્વિક શક્તિઓ અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. જ્યાં પાકિસ્તાન (Pakistan) અને તુર્કી દ્વારા કાશ્મીરનો (kashmir) મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

પરંતુ, કાશ્મીરનો મુદ્દો બ્રિટીશ સંસદમાં જોરશોરથી ઉઠી રહ્યો છે. બ્રિટિશ સંસદમાં કહેવામાં આવ્યું છે કે જો ભારતીય સેના ((Indian Army) કાશ્મીરમાંથી ખસી જાય તો કાશ્મીરને તાલિબાનનું (Taliban) કબ્જાવાળું અફઘાનિસ્તાન બનતા વાર નહીં લાગે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને ગુરુવારે હાઉસ ઓફ કોમન્સને કહ્યું કે, જેમ આપણે અફઘાનિસ્તાનમાં જોયું તેમ ઇસ્લામિક દળો કાશ્મીરમાં લોકશાહીનો નાશ કરશે. હકીકતમાં, યુકેની સંસદમાં કાશ્મીરનો મુદ્દો ત્યારે ઉઠ્યો છે જ્યારે યુકેના સાંસદ ડેબી અબ્રાહમ અને પાકિસ્તાન મૂળના સાંસદ યાસ્મીન કુરેશીએ હાઉસ ઓફ કોમન્સમાં કાશ્મીરમાં માનવાધિકારની પરિસ્થિતિ પર વાત કરી.

જે બાદ બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને બંને સાંસદોને જડબાતોડ જવાબ આપ્યો અને કહ્યું કે જો ભારતીય સેના કાશ્મીરમાંથી ખસી જાય તો લોકશાહી વિરોધી ઇસ્લામિક શક્તિઓને પગ ફેલાવવામાં વધારે સમય લાગશે નહીં. તે માત્ર ભારતીય સેના અને તેની તાકાત છે જેણે જમ્મુ અને કાશ્મીરને તાલિબાનના કબજા વાળું અફઘાનિસ્તાન બનતા અટકાવ્યું છે.

તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર કાયદેસર અને સત્તાવાર રીતે ભારતનો અભિન્ન ભાગ છે. બોબે પોતાની વાત માટે અફઘાનિસ્તાનનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં શું થયું તે આપણે બધા જાણીએ છીએ. તેમના ભાષણના આ ભાગનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કહ્યું કે, “માત્ર ભારતીય સેના અને ભારતીય લશ્કરી લોકશાહીની મજબૂત સ્થિતિએ જ જમ્મુ -કાશ્મીરમાં તાલિબાન દળોને ખીલતા અટકાવ્યા છે.” નહિંતર કાશ્મીરમાં અફઘાનિસ્તાન જેવી સ્થિતિ હોત અને તેમના માટે આવું કરવું અર્થપૂર્ણ છે કારણ કે આ ક્ષેત્ર કાયદેસર અને યોગ્ય રીતે ભારતીય પ્રજાસત્તાકનો અભિન્ન ભાગ છે. પાકિસ્તાની મૂળના યુકે સાંસદોના વિરોધ વચ્ચે બ્લેકમેને તેના સાથીઓને વાસ્તવિકતા ઓળખવા કહ્યું હતું.

અગાઉ,બ્રિટનના સાંસદ બેરી ગાર્ડિનરે હાઉસ ઓફ કોમન્સને સંબોધિત કરતા આ ક્ષેત્રમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર સમાન ચિંતા વ્યક્ત કરી હતી. ગાર્ડીનરે કહ્યું કે, “આ નાજુક સમયે અમેરિકા અને યુકેએ અફઘાનિસ્તાનમાંથી ખસી જવાથી લોકશાહી, બહુવાદવાદ અને માનવાધિકાર કટ્ટરવાદ, આતંકવાદ, બળવો અને માનવાધિકારના ઉલ્લંઘન વચ્ચેના પાકિસ્તાનના મજબૂત સંબંધોને લોકો સમજી શકે તે જ યોગ્ય છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “પાકિસ્તાને વર્ષોથી તાલિબાન નેતાઓને આશ્રય આપ્યો છે અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI તાલિબાન અને અન્ય આતંકવાદી સંગઠનોને ઘણી સુવિધાઓ અને મદદ આપી છે.” આ સાથે ચર્ચા દરમિયાન કેટલાક અન્ય બ્રિટિશ સાંસદોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન સહિત પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો દ્વારા કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : Sabarkantha: પ્રાંતિજ પંથકમાં ખેડૂતો પર આફત ઉતારી, આ કારણથી ખેતી નિષ્ફળ નિવડતા મુશ્કેલી

આ પણ વાંચો :હર કામ દેશના નામ: એરક્રાફ્ટ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી પર લેન્ડ થયું C-130, પાઇલટ્સ દ્વારા પરીક્ષણો હાથ ધરાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">