ડેટીંગ એપ પરના ચેટ અને કોલીંગ કરનારાઓ સાવધાન, સંશોધનકર્તાઓને હાથ લાગ્યો 845 જીબીનો ડેટીંગ એપનો ડેટા

જો તમે ડેટીંગ એપ્લીકેશનો કે વેબસાઇટોનો ઉપયોગ કરવાના બંધાણી  છો તો એક વાર આ સંશોધનની જાણકારીઓને ઉદાહરણ રુપે નજર ફેરવી લેવાની જરુર છે. ઇન્ટરનેટની સુરક્ષિતતા બાબતે અભ્યાસ અને સંશોધન કરતા કેટલાક સંશોધનકર્તાઓએ એવી માહિતીઓને જોઇને ચોકીં ઉઠ્યા હતા કે જે ડેટીંગ એપને લગતી. જે માહિતી જોવા મળી તેમાં ડેટીંગ  ચેટ અને ઓડીયો ક્લીપો પણ તેમાં […]

ડેટીંગ એપ પરના ચેટ અને કોલીંગ કરનારાઓ સાવધાન, સંશોધનકર્તાઓને હાથ લાગ્યો 845 જીબીનો ડેટીંગ એપનો ડેટા
Avnish Goswami

| Edited By: Pinak Shukla

Nov 07, 2020 | 1:33 PM

જો તમે ડેટીંગ એપ્લીકેશનો કે વેબસાઇટોનો ઉપયોગ કરવાના બંધાણી  છો તો એક વાર આ સંશોધનની જાણકારીઓને ઉદાહરણ રુપે નજર ફેરવી લેવાની જરુર છે. ઇન્ટરનેટની સુરક્ષિતતા બાબતે અભ્યાસ અને સંશોધન કરતા કેટલાક સંશોધનકર્તાઓએ એવી માહિતીઓને જોઇને ચોકીં ઉઠ્યા હતા કે જે ડેટીંગ એપને લગતી. જે માહિતી જોવા મળી તેમાં ડેટીંગ  ચેટ અને ઓડીયો ક્લીપો પણ તેમાં સામેલ હતી. આ માહિતી ખુલ્લી થઇ રહી છે અને તે ડેટીંગ એપના વપરાશકર્તાઓ માટે જોખમ ભરી બની શકે છે.

ઓનલાઇન ડેટા ખુલ્લો થઇ જવો કે લીક થઇ જવુ એ અતી ગંભીર છે, ઘણીવારતો આ ડેટા ફેલાઇ જવો કંઇ ઓછુ જોખમ નથી હોતુ. ખાસ કરીને જો ડેટા ડેટીંગ એપ્લીકેશનમાંથી આવતો હોય છે ત્યારે તે કેટલાક ચોક્કસ જુથ અને ઇચ્છાઓને લગતા હોય છે. આ માટે ઓનલાઇન સુરક્ષા રીસર્ચરો નોએમ રોટેમ અને રેન લોકર ગત મે માસ દરમ્યાન ઇન્ટરનેટ સ્કેનિંગ કરી રહ્યા હતા. ત્યારે તેઓ અમેઝોન વેબ સર્વિસ ના ડેટાને લઇને ચોંકી ઉઠ્યા હતા. દરેક ડેટા ટ્રોવ થતો હતો, ચોક્કસ પ્રકારની જુદી જુદી ડેટીંગ એપ જેમ કે 3somes, Cougary, Gay Daddy Bear, Xpal, BBW Dating, Casualx, SugarD, Herpes Dating અને GHunt જેવી એપ્લીકેશનનો ડેટા ટ્રોવ થઇ રહ્યો હતો. એકંદરે આ સંશોધકોએ 845 જીબીના 2.5 મિલિયન રેકોર્ડસને શોધી નિકાળ્યા છે. જે સેંકડો-હજ્જારો વપરાશકર્તાઓનો ડેટા ને રજુ કરે છે. તેઓ એ હવે આ અંગેની જાણકારી vpnMentor સાથે સંશોધનના તારણોરુપે પ્રકાશિત કરી છે.

સંશોધનની જાહેર કરવામાં આવેલી માહિતી ખાસ કરીને સંવેદનસીલ હતી અને તેમાં અશ્લિલ ફોટા અને ઓડીયો રેકોર્ડીંગ પણ સામેલ હતા. ઇન્ટરનેટ સુરક્ષાના સંશોધનકર્તાઓને અન્ય પ્લેટફોર્મના ખાનગી ચેટ્સના સ્ક્રીન શોટ્સ અને તે પેમેન્ટની રસીદો પણ મળી આવી છે. જે રસીદો એપ્લીકેશનમાં વપરાશકર્તાઓ વચ્ચે બાંધવામા આવતા રિલેશનના ભાગ રુપે પેમેન્ટ સંદર્ભે મોકલવામાં આવતી હતી. છતાં પણ ખુલ્લા થયેલા આ ડેટામાં વાસ્તવિક નામ, જન્મદિવસ અને ઇમેલ એડ્રેસ સહિત ની વ્યક્તિગત ઓળખની માહિતી પણ સમાવેશ થઇ રહ્યો છે. સંશોધનકારો ચેતવણી આપી રહ્યા છે કે કેટલાક હેકરો ઘણાં વપરાશકર્તાઓને ઓળખવા માટે ઉપલબ્ધ ફોટા અને અને અન્ય માહિતીનો ઉપયોગ પણ કરી શકે છે. ડેટાનો ખરેખરમાં ભંગ કરવામાં આવ્યો ના હોય તો પણ તેમ છતાં તે બહાર આવી રહ્યો છે.

સંશોધન કર્તા લોકાર કહે છે કે, અમે કદ અને ડેટાની સંવેદનશીલતા જોઇને જ આશ્વર્ચ ચકિત થઇ ગયા હતા. ડોક્સીંગનુ જોખમ જે આ પ્રકારની ચિજો સાથે અસ્તિત્વ ધરાવે છે, તે વાસ્તવિક છે કે ખંડણી કે માનસિક રીતે પરેશાન કરનારુ નિવડી શકે છે. આ પ્રકારની એપ્લીકેશન પર વપરાશકર્તા તરીકે તમને ખ્યાલ નથી રહેતો હોતો કે બહાર ના લોકો પણ આ ડેટાને જોઇએ કે ડાઉનલોડ કરી શકે છે. જેમ જેમ સંશોધનકારો તેમાં આગળ વધતા ગયા ત્યારે તેઓને એ વાતની પણ સમજણ આવી ચુકી હતી કે, બધી એપ્લીકેશન સમાન સ્ત્રોતમાંથી આવી છે અને તેમના લેઆઉટ પણ સરખા હતા. ગુગલ પ્લે પર તેમના ડેવલપર્સ ચેંગ ડુ ન્યુ ટેક ઝોન તરીકે દર્શાવ્યા હતા.

જોકે તેમણે મેળવેલી માહિતી સંગ્રહિત હતી હેક નહોતી, પરંતુ ડેટીંગ એપ્લીકેશનના આ પ્રકારના કિસ્સામાં માહિતી તેના વપરાશકર્તાની લીક થઇ જાય કે ચોરી થઇ શકે છે. આવા પ્રકારના સંજોગોમાં વપરાશકર્તા પર તેની વ્યક્તિગત બાબતો સલામતિની વાસ્તવિક અસર પહોચી શકે છે. કેટલાંક ડેટામાં ઇમેઇલ સરનામાં અને તેના પાસવર્ડ પણ સામેલ હોય છે, જે ગંભીર છે. કેટલીક સાઇટોમાંથી ડેટા લીક થાય છે ત્યારે તો તે ડોક્સીંગ, ખંડણી વસુલી અને અન્ય ગંભીર પ્રકારનો ઓનલાઇન દુરઉપયોગ પણ સંભવી શકે છે. આવા કિસ્સામાં ડેટીંગ એપ સંભવિત રુપે કોઇની શારીરિક સ્થિતીઓ પણ જાહેર થઇ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati