ચીન-પાકિસ્તાન વચ્ચેનો પરમાણુ કરાર દુનિયા માટે ખતરનાક, ભારતને સૌથી વધુ ખતરો

વિશ્વભરના નિષ્ણાતો માને છે કે પાકિસ્તાન અને ચીન વચ્ચેનો નવો પરમાણુ કરાર વિશ્વને ફરી પરમાણુ સંઘર્ષ તરફ ધકેલી દેશે. સેન્ટર ફોર પોલિટિકલ એન્ડ ફોરેન અફેર્સ થિંક ટેન્ક ગ્રુપના વડા ફેબિયન બોસાર્ટે તેને ખતરનાક પરમાણુ સોદો ગણાવ્યો હતો.

ચીન-પાકિસ્તાન વચ્ચેનો પરમાણુ કરાર દુનિયા માટે ખતરનાક, ભારતને સૌથી વધુ ખતરો
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:46 PM

પાકિસ્તાન (Pakistan) અને ચીન(China) વચ્ચે નવો પરમાણુ કરાર થયો છે. તેના દ્વારા ચીન પરમાણુ ટેકનોલોજી પાકિસ્તાનને ટ્રાન્સફર કરશે. પાકિસ્તાન પરમાણુ ઉર્જા આયોગ (PAEC) અને ચીનના ઝોંગ્યાન એન્જિનિયરિંગ કોઓપરેશન (JEC)એ આ મહિને પરમાણુ ઉર્જા સહયોગ માટે કરાર કર્યો હતો. આ સોદાથી આ ક્ષેત્રમાં પરમાણુ હથિયારોની સ્પર્ધામાં વધારો થવાની ધારણા છે. ઈઝરાયેલના નિષ્ણાત ફેબિયન બાસાર્ટે તેને ભારત માટે ખતરનાક કરાર ગણાવ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સઘન પરમાણુ ઉર્જા સહકાર પર ફ્રેમવર્ક કરાર 8 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન અણુ ઉર્જા આયોગ (PAEC) અને ચીન ઝોંગયુઆન એન્જિનિયરિંગ સહકાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કરાર આગામી 10 વર્ષ સુધી માન્ય રહેશે. કરાર પરમાણુ ટેકનોલોજીના ટ્રાન્સફર, યુરેનિયમ માઈનિંગ અને પ્રોસેસિંગ, પરમાણુ ઈંધણનો પુરવઠો અને સંશોધન રિએક્ટરની સ્થાપના વિશે વાત કરે છે, જે પાકિસ્તાનને તેના પરમાણુ હથિયારોનો સંગ્રહ વધારવામાં મદદ કરશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર બેસાર્ટે કહ્યું છે કે આ કરાર ભારત માટે ચિંતા અને પડકારો ઉભો કરી શકે છે. આ વર્ષે આઠ સપ્ટેમ્બરે ચીન અને પાકિસ્તાને આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 20 ઓગસ્ટના રોજ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં તેની રૂપરેખા બનાવવામાં આવી હતી.

આ કરાર 10 વર્ષ માટે માન્ય રહેશે. આ અંતર્ગત પરમાણુ ટેકનોલોજીનું ટ્રાન્સફર, ખાણકામ અને યુરેનિયમનું સંવર્ધન, અણુ બળતણનો પુરવઠો અને સંશોધન રિએક્ટર પાકિસ્તાનમાં કરવામાં આવશે. આનાથી પાકિસ્તાનને તેના પરમાણુ હથિયારોનો ભંડાર વધારવામાં મદદ મળશે.

આ કરારને ચીનમાં પાકિસ્તાનમાં હથિયારોનું નવું શસ્ત્રાગાર તૈયાર કરવાની વ્યૂહરચના માનવામાં આવી રહી છે. આ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. આ કરાર પાકિસ્તાનમાં તમામ પરમાણુ ઉર્જા પ્લાન્ટના નિર્માણ અને જાળવણીમાં ચીનના વ્યાપક સહયોગની શરત પણ સમજુતીનો હિસ્સો છે.

પાકિસ્તાનમાં ચાર નવા પરમાણુ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. તેમાંથી બે કરાચીમાં અને બે મુમુઝઝરગઢમાં છે. આ ચીનના ટેકનોલોજી અને સહકારથી તૈયાર કરવામાં આવ્યા છે. નવા કરાર હેઠળ ચીન હવે પાકિસ્તાનને પરમાણુ ઉર્જા ક્ષેત્રે દરેક રીતે મદદ કરશે. તમને જણાવી દઈએ કે ચીન અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સહયોગ 1986થી ચાલી રહ્યો છે, પરંતુ સપ્ટેમ્બર 2021માં કરાયેલા નવા કરાર તેને નવા આયામ આપશે.

પરમાણુ હથિયારો બનાવવા માટે પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં વપરાતા બળતણનો ઉપયોગ કરવો એ કોઈ રહસ્ય નથી. આવી સ્થિતિમાં નવો કરાર અને ચીનનો વધતો સહકાર પાકિસ્તાનને ખતરનાક હથિયારોના નિર્માણમાં મદદ કરી શકે છે. આ સ્વાભાવિક રીતે ભારત, દક્ષિણ એશિયા અને સમગ્ર વિશ્વને ધમકી આપશે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાન મામલે રશિયાએ અમેરિકા પર સાધ્યું નિશાન, પુતિને કહ્યું – અમેરિકન સૈનિકો ઉતાવળમાં નથી પરંતુ આ કારણે ભાગ્યા

 આ પણ વાંચો :Good News: H-1Bના આ નિયમમાં થયો ફેરફાર, ભારતીય વિધાર્થીઓ માટે નોકરી મેળવવી થશે સરળ

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">