કોરોના વાયરસથી બેહાલ થયું પાકિસ્તાન, ઇસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં લોકડાઉન

Pakistan  માં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધી રહ્યા છે. જેના લીધે પાકિસ્તાન સરકારની ચિંતામાં વધારો થયો છે. જેના પગલે રાષ્ટ્રિય સોમવારથી રાજધાની ઇસ્લામાબાદમાં કોરોના ફેલાયેલા કેટલાંક વિસ્તારોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશના એ વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરાયું છે

કોરોના વાયરસથી બેહાલ થયું પાકિસ્તાન, ઇસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં લોકડાઉન
કોરોના વાયરસથી બેહાલ થયું પાકિસ્તાન

Pakistan  માં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધી રહ્યા છે. જેના લીધે પાકિસ્તાન સરકારની ચિંતામાં વધારો થયો છે. જેના પગલે રાષ્ટ્રિય સોમવારથી રાજધાની ઇસ્લામાબાદમાં કોરોના ફેલાયેલા કેટલાંક વિસ્તારોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશના એ વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરાયું છે જ્યાં કોરોના કેસોમાં વધારો થયો છે. જેમાં પાકિસ્તાનમાં કોરોના વાયરસનો પોઝિટિવીટી રેટ વધીને 11 ટકા થયો છે.

જ્યારે પાડોશી પ્રાંતમાં હાલમાં દિવસોમાં વધેલા કોરોના સંક્રમણના લીધે અધિકારીઓનું કહેવું છે કે ગત વર્ષે આવેલી કોરોનાની લહેરના કરતાં આ વખતની લહેર વધારે ખતરનાક છે. તેમજ ગત વર્ષે પાડોશી પ્રાંત કોરોનાના વધતા કેસોના પગલે લોકડાઉન કરવાની ફરજ પડી હતી. સોમવારે પૂર્વ પંજાબ પ્રાંતમાં અધિકારીઓએ કોરોનાના વાયરસના ફેલાવાને રોકવા માટે એક એપ્રિલના રોજથી ઉચ્ચ જોખમ ધરાવતા શહેરોમાં બે અઠવાડિયાના આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે.

Pakistan માટે કંગાળ અર્થવ્યવસ્થા પડકાર પાકિસ્તાનની કંગાળ અર્થવ્યવસ્થા હાલ તેની માટે પડકાર બની રહી છે. વાસ્તવમા સરકારન પાસે કોરોના રોકવા માટે લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ બચાવતો નથી. પરંતુ તે આ બાબતથી ભયભીત રહે છે જો લોકડાઉન કરશે તો કંગાળ અર્થવ્યવસ્થા સંપૂર્ણ ભાંગી પડશે. સોમવારના પાકિસ્તાનમાં કોરોના વાયરસના પગલે 41 લોકોના મોત થયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,525 લોકો સંક્રમિત થયા હતા. અત્યાર સુધી પાકિસ્તાનમાં 6,59,116 કેસ નોંધાયા છે. જ્યારે 14,256 લોકો મૃત્યુ પામ્યા છે.

ચાઇના પાસેથી ખરીદી છે કોરોના વેક્સિન બીજી બાજુ, Pakistan એકવાર ફરી ચાઇના પાસે મદદ લેવા પહોંચ્યું છે. પાકિસ્તાન ચાઇના પાસેથી 70 લાખ વૈક્સીનના ડોઝ ખરીદશે. આ અંગે યોજના મંત્રી અસદ ઉમરે ગુરુવાર કહ્યું કે વેકસિનનપ પ્રથમ જથ્થો આ મહિનાના અંત સુધી પાકિસ્તાન પહોંચશે. ઉમર નેશનલ કમાન્ડ અને ઓપરેશન સેન્ટર (એનઓસી) ના વડા પણ છે. તેમણે કહ્યું, અમે ચાઇનાથી સિનોફાર્મ અને કેનસિનો વેકસિન ખરીદી રહ્યા છીએ. 10 લાખ સિનોફ ફાર્મ વેક્સિન બે બેચમાં આ મહિનાના અંત સુધી દેશમાં પહોંચશે.

છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 5.80 લાખથી વધુ નવા દર્દીઓની ઓળખ

વિશ્વમાં કોરોના રસીકરણની શરૂઆત બાદ પણ કોરોનાનું જોખમ સતત વધતું જાય છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 5.80 લાખથી વધુ નવા દર્દીઓની ઓળખ થઈ. તેમજ 9812 લોકોએ જીવ ગુમાવ્યો. છેલ્લા એક અઠવાડિયાથી આ આંકડા સતત વધવા લાગ્યા છે. અગાઉ, દરરોજ 4 લાખ કરતા ઓછા લોકોને ચેપ લાગ્યો હતો. નવા દર્દીઓની વધતી ગતિને ધ્યાનમાં રાખીએ તો પાકિસ્તાન સહિત 37 દેશોએ કોરોનાની ત્રીજી અને ચોથી લહેરનો ડર શરૂ થયો છે. જેમાં અમેરિકા, બ્રાઝિલ, યુકે, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ, ઇટાલી, યુક્રેન, સ્પેન જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. આમાંના ઘણા દેશોમાં કોરોનાની બીજી લહેરનો ભોગ બન્યા છે.

  • Follow us on Facebook

Published On - 7:04 pm, Mon, 29 March 21

Click on your DTH Provider to Add TV9 Gujarati