ઓમિક્રોનના ગભરાટ વચ્ચે ફ્રાન્સમાં સામે આવ્યો કોરોના વાયરસનો નવો પ્રકાર IHU

ફ્રાન્સમાં સામે આવેલા કોરોના વાયરસના પ્રકારમાં 46 મ્યુટેશન (Mutations) થઈ શકે છે. અત્યાર સુધીમાં આ પ્રકારના 12 કેસ નોંધાયા છે.

ઓમિક્રોનના ગભરાટ વચ્ચે ફ્રાન્સમાં સામે આવ્યો કોરોના વાયરસનો નવો પ્રકાર IHU
Omicron variant (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 8:05 PM

કોરોના વાયરસ (Corona virus) વેરિયન્ટ ઓમિક્રોનની(Omicron) ચિંતા વચ્ચે ફ્રાન્સમાં (France) એક નવો વેરિયન્ટ સામે આવ્યો છે, જેને હાલમાં ‘IHU’ (IHU variant) નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોના મતે, તે ઓમિક્રોન કરતાં વધુ ઘાતક છે અને તે લોકોને પણ સંક્રમણ લગાડે છે કે જેમને રસી આપવામાં આવી હોય અથવા, એકવાર સંક્રમિત થયા હોયઅથવા જેમને રોગપ્રતિકારક શક્તિ વિકસાવી હોવાનું માનવામાં આવે છે, તેમને પણ સંક્રમિત કરી શકે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ફ્રાન્સમાં સામે આવેલા કોરોના વાયરસના પ્રકારમાં 46 મ્યુટેશન (Mutations) થઈ શકે છે. અત્યાર સુધીમાં આ પ્રકારના 12 કેસ નોંધાયા છે. આ તમામ આફ્રિકન દેશો કેમેરૂનના (Cameroon) પ્રવાસેથી પાછા ફર્યા હતા, ત્રણ દિવસ પછી તેઓને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ થઈ હતી, ત્યારબાદ તેમના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. સેમ્પલ નવેમ્બર 2021ના મધ્યમાં લેવામાં આવ્યા હતા, ત્યારબાદ નવા વેરિયન્ટ વિશે જાણકારી સામે આવી હતી.

IHU ઓમિક્રોન વચ્ચે ચિંતા પેદા કરે છે કોરોના વાયરસનો આ પ્રકાર એવા સમયે સામે આવ્યો છે જ્યારે વિશ્વભરમાં ઓમિક્રોનનો ખતરો પહેલાથી જ ઝડપથી વધી રહ્યો છે. ઓમિક્રોનનો પહેલો કેસ 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો હતો, ત્યારબાદ તે ભારત સહિત વિશ્વના 100થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે. જો કે તે કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછો ઘાતક હોવાનું કહેવાય છે, પરંતુ IHUને લઈને એક અલગ જ ચિંતા ઊભી થઈ છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

નિષ્ણાતોના મતે, ફ્રાન્સમાં સામે આવેલા કોરોના વાયરસનું નવું સ્વરૂપ IHU કોવિડના ઓમિક્રોન વેરિયન્ટ કરતાં વધુ ખતરનાક છે. આ વેરિયન્ટના રોગ ફેલાવવાની ક્ષમતા કોવિડના ઓમિક્રોન વેરિયન્ટ કરતાં ઘણી વધારે છે. આવી સ્થિતિમાં, તે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે, જ્યારે કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા સહિત કોવિડ પહેલાના અન્ય વેરિયન્ટ કરતાં પ્રમાણમાં નબળો હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ

અમેરિકામાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 10 લાખથી વધુ કેસ નોંધાયા, એક લાખથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચોઃ

ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કેસ વધ્યા, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી, ભારતમાં ખતરાની ઘંટડી વાગી!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">