હવાના માધ્યમથી ઝડપથી ફેલાઈ રહ્યો છે Corona વાયરસનો આ વેરીયન્ટ, ચિંતા વધી

નવેમ્બર 2019 માં ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો ત્યાર ઘણા દેશોમાં અત્યાર સુધી પરિવર્તન સાથે વાયરસના નવા પ્રકારો નોંધાયા છે. આ દરમ્યાન હવે (Vietnam) માં જોવા મળેલા એક નવા પ્રકારે આ રોગચાળા અંગે ચિંતા વધારી છે.

હવાના માધ્યમથી ઝડપથી ફેલાઈ રહ્યો છે Corona વાયરસનો આ વેરીયન્ટ, ચિંતા વધી
હવાના માધ્યમથી ઝડપથી ફેલાઈ રહ્યો છે Corona વાયરસનો આ વેરીયન્ટ
Follow Us:
| Updated on: Jun 02, 2021 | 3:52 PM

Corona વાયરસના ચેપથી છુટકારો મેળવવાના તમામ પ્રયત્નો વચ્ચે હવે તેના વિવિધ પ્રકારો ચિંતાનું કારણ બની રહ્યા છે. નવેમ્બર 2019 માં ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો ત્યાર ઘણા દેશોમાં અત્યાર સુધી પરિવર્તન સાથે વાયરસના નવા પ્રકારો નોંધાયા છે. આ દરમ્યાન હવે (Vietnam) માં જોવા મળેલા એક નવા પ્રકારે આ રોગચાળા અંગે ચિંતા વધારી છે.

આ વેરીયન્ટ હવા દ્વારા ઝડપથી ફેલાય છે વિયેટનામ(Vietnam)માં Corona વાયરસનો આ પ્રકાર જોવા મળ્યો છે. આ વાયરસ હવામાં ઝડપથી ફેલાય છે. વિયેટનામ(Vietnam)ના આરોગ્ય પ્રધાન ગુથેન થાન લોંગ તાજેતરમાં આ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે Corona વાયરસથી સંક્રમિત કેટલાક લોકો પાસેથી લેવામાં આવેલા સેમ્પલના જિનોમ સિક્વિન્સીંગથી આ વાત બહાર આવી છે.

જે ભારત અને બ્રિટનમાં જોવા મળતા Corona વેરીયન્ટનું મિશ્રિત સ્વરૂપ છે. તેથી જ તેને ‘હાઇબ્રિડ’ વેરિઅન્ટ પણ કહેવામાં આવે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કોરોના ચેપના કેસોમાં અચાનક ઉછાળા માટે આ વેરિયન્ટ જવાબદાર

કોરોના વાયરસનો આ પ્રકાર ખૂબ જ જોખમી હોવાનું કહેવાઈ રહ્યું છે. તેના વિશે જે માહિતી બહાર આવી છે તે મુજબ, કોરોના વાયરસનું આ વેરિયન્ટ અગાઉના વેરીયન્ટસ કરતા ખૂબ ઝડપથી હવા દ્વારા ફેલાય છે. તે વધુ ચેપી હોવાની સાથે સાથે વધુ જીવલેણ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. વિયેટનામમાં કોરોના ચેપના કેસોમાં અચાનક ઉછાળા માટે આ વેરિયન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

હવામાં વાયરસ કેવી રીતે ફેલાય છે 

આ અગાઉ, મેડિકલ જર્નલ ‘લાસેટના અહેવાલ પછી કોરોના વાયરસ વિશે વધુ હોબાળો મચ્યો હતો, જેમાં તાજેતરના એક અભ્યાસના આધારે એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના વાયરસ હવામાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેની માર્ગદર્શિકામાં વાયરસથી થતા વાયરસને પણ શામેલ કરવામાં આવ્યો છે. હવે સવાલ એ થાય છે કે હવામાં વાયરસ કેવી રીતે ફેલાય છે.

નાનો ડ્રોપલેટ થોડા સમય માટે હવામાં રહી શકે છે

વાસ્તવમાં જ્યારે કોઈ વ્યક્તિ છીંકે છે, ઉધરસ ખાય છે અથવા મોટેથી વાતો કરે છે. ત્યારે તેના મોંમાંથી ડ્રોપલેટ નીકળે છે. તેઓ વિવિધ કદના છે. મોટા ડ્રોપલેટ પાંચ માઇક્રોનથી વધુ હોય છે, જે મોં થી નીકળીને સીધા જમીન પર પડે છે. જયારે નાનો ડ્રોપલેટ થોડા સમય માટે હવામાં રહી શકે છે અને પવન સાથે આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં, જો કોઈ શ્વાસ દ્વારા તેને અંદર લે છે તો તેને ચેપ લાગી શકે છે.

સુરક્ષા માટે નવી વ્યૂહરચનાની જરૂર 

હવા દ્વારા વાયરસના ફેલાવા અંગેના નવા સંશોધન અને વિયેટનામમાં જોવા મળતા વાયરસના નવા પ્રકારને ધ્યાનમાં રાખીને એમ કહેવામાં આવી રહ્યું છે કે તે અગાઉના પ્રકારો કરતા ઝડપથી હવા દ્વારા ફેલાય છે. તેથી તેના સામના માટે એક નવો અભિગમ અને વ્યૂહરચના બનાવવા પર ભાર મુકાયો છે. કોવિડની બીજી લહેર ધીમી થવા અને આવતા કેટલાક મહિનાઓમાં ત્રીજી લહેરની સંભાવના સાથે આ વધુ મહત્વનું છે.

લોકો ‘કોવિડ ફ્રેન્ડલી બિહેવીયર’ અપનાવે 

આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે. નિષ્ણાતો હવેથી આ અંગે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. ડોક્ટરો સ્પષ્ટ કહે છે કે આ ત્યારે જ ટાળી શકાય છે જ્યારે લોકો ‘કોવિડ ફ્રેન્ડલી બિહેવીયર’ અપનાવશે. જેમાં સામાજિક અંતર હોય, લોકો ફરજિયાત માસ્ક પહેરે અને નિશ્ચિત સમયગાળામાં સાબુ અને પાણીથી સારી રીતે હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">