Corona Report: એક ન્યૂઝ પેપરના રિપોર્ટને કેન્દ્ર સરકારે રદિયો આપ્યો, ભારતમાં 42 લાખ મોત થયા હોવાનો હતો દાવો

ભારતમાં કોરોનાના કેસને (Corona cases in India) લઈને હાલમાં જ અમેરીકાના એક પ્રખ્યાત મીડિયા હાઉસે એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં ભારતની સ્થિતીને વધુ ગંભીર બતાવી હતી. સૌથી ખરાબ પરિસ્થિતીમાં અહીં 42 લાખ મોત થયા હોવાનું અનુમાન તેમણે જણાવ્યુ હતુ

Corona Report: એક ન્યૂઝ પેપરના રિપોર્ટને કેન્દ્ર સરકારે રદિયો આપ્યો, ભારતમાં 42 લાખ મોત થયા હોવાનો હતો દાવો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 28, 2021 | 9:32 PM

ભારતમાં કોરોનાના કેસને (Corona cases in India) લઈને હાલમાં જ અમેરીકાના એક પ્રખ્યાત મીડિયા હાઉસે એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં ભારતની સ્થિતીને વધુ ગંભીર બતાવી હતી. સૌથી ખરાબ પરિસ્થિતીમાં અહીં 42 લાખ મોત થયા હોવાનું અનુમાન તેમણે જણાવ્યુ હતુ. જોકે ભારત સરકારે આ અનુમાનને ખોટું કહી દીધુ છે. ગુરુવારે નીતિ આયોગના સદસ્ય ડૉ. વીકે પૉલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ કે આ રિપોર્ટ ખોટા અનુમાનને આધારે બનાવવામાં આવ્યો છે.

આ અમેરિકી અખબારે (American News Paper) પોતાના રિપોર્ટમાં ત્રણ સંભવિત અનુમાન જણાવ્યા હતા. જેમાં પહેલી સંભાવના મુજબ લોકડાઉન (Lockdown) અને પ્રતિબંધો બાદ પણ સંક્રમિત લોકોની સંખ્યા 40.42 કરોડ હશે અને મૃત્યુઆંક આશરે 6,00,000 હશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જો એકથી વધુ સંભાવનાઓની વાત કરીએ તો સંક્રમિતોની સંખ્યા 53.9 કરોડ હોય શકે છે અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા આશરે 16 લાખ જેટલી થઈ શકે છે, જ્યારે અત્યંત ખરાબ પરિસ્થિતિમાં સંક્રમિતોની સંખ્યા 70.07 કરોડ હશે, જ્યારે મૃતકોનો આંકડો 42 લાખ જેટલો હશે.

આ ત્રણેય સ્થિતીમાં સરકાર તરફથી આપવામાં આવેલા આંકડા કરતા આ આંકડા ખૂબ વધુ છે. આ રિપોર્ટમાં ભારત સરકાર દ્વારા 24 મે સુધીના આપેલા આંકડાને આધાર બનાવવામાં આવ્યા છે, જેમાં કુલ કેસની સંખ્યા 2.69 કરોડ જણાવવામાં આવી છે અને મોતની સંખ્યા 3.7 લાખ જેટલી જણાવવામાં આવી છે.

ડૉ. વીકે પૉલે આ રિપોર્ટ વિશે જણાવ્યું કે આ રિપોર્ટ આધારહિન છે. તેમણે કહ્યું, ‘અમારા અનુમાન પ્રમાણે ઈન્ફેક્શન ફેટલિટી રેટ 0.05 ટકા છે, જ્યારે કેસનો ફેટલિટી રેટ 1.15 ટકા છે. આ દરને અમેરિકી અખબાર 0.05 ટકા તેમજ 0.6 ટકા જણાવી રહ્યા છે, જે 6 ટકા અને 12 ટકા વધારે છે. કયા આધાર પર? રિપોર્ટ સંપૂર્ણપણે આધારહીન છે’

તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું હતુ કે આંકડાને છુપાવવાનો કોઈ સવાલ જ નથી. શરૂઆતથી જ અમારા પ્રયાસ છે કે કોરોનાને લઈને પારદર્શિતા રહે, જેથી અમને સ્થિતીનો અંદાજ આવે અને અમે યોગ્ય પગલા ભરી શકીએ.

વિપક્ષ પણ લગાવી ચૂક્યો છે આરોપ

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ રિપોર્ટને લઈને મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો અને કહ્યું હતુ કે આંકડા ખોટું નથી બોલતા. પ્રિયંકા ગાંધીએ પણ આ રિપોર્ટને ટ્વીટ કરીને કહ્યું હતુ કે ક્યારેય નહીં જાણી શકીએ કે કોરોનાથી મરનાર લોકોની સંખ્યા કેટલી હતી, કારણ કે સરકાર કોરોના સામે લડવાની જગ્યાએ આંકડા છુપાવવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: Corona : 18 દિવસમાં ઓછા થયા કોરોનાના 14 લાખ એક્ટિવ કેસ, સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">