વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 34.81 લાખને પાર, એક જ દિવસમાં કોરોનાના 83,300 કેસનો વધારો

વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 34.81 લાખને પાર, એક જ દિવસમાં કોરોનાના 83,300 કેસનો વધારો

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 83 હજાર 300 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 34.81 લાખને પાર કરી ગયો છે. નવા 5 હજાર 200થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2.45 લાખ પર પહોંચી ગયો છે. જ્યારે 11.08 લાખ લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ ખરાબ […]

TV9 Webdesk11

| Edited By: Bipin Prajapati

Sep 29, 2020 | 12:53 PM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 83 હજાર 300 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 34.81 લાખને પાર કરી ગયો છે. નવા 5 હજાર 200થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2.45 લાખ પર પહોંચી ગયો છે. જ્યારે 11.08 લાખ લોકો સાજા પણ થયા છે.

pune serum institure of india likely begin production coronavirus vaccine Corona virus: vaccine banavava ni khub j najik pohnchi aa bharitya company jaldi j production sharu thase

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં 1691 લોકોનાં મોત થયા છે. પોઝિટિવ કેસનો આંકડો 11.61 લાખ પર પહોંચી ગયો છે. તો ફ્રાન્સમાં એક જ દિવસમાં 166 લોકોનાં મોત થયા છે. જ્યારે યુકેમાં 621 લોકોનાં મોત થયા છે. તો ઈટાલીમાં નવા 474 મોત સાથે મોતનો આંકડો 28 હજાર 710 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 276 મોત સાથે મોતનો આંકડો 25100 પર પહોંચી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati