શું ફરી લાગશે લોકડાઉન? કોરોનાથી યુરોપમાં હાહાકાર, અનેક દેશોમાં લાગ્યા લોકડાઉન! જાણો ભારતની સ્થિતિ અને આંકડા

ઘણા લોકોના મનમાં સવાલ એ છે કે શું ફરી એકવાર કોરોનાની નવી લહેર આવશે અને લોકડાઉન જેવી સ્થિતિ સર્જાશે? આ શક્યતાઓ વિશે વાત કરતા પહેલા ચાલો જાણીએ કે યુરોપની સ્થિતિ શું છે.

શું ફરી લાગશે લોકડાઉન? કોરોનાથી યુરોપમાં હાહાકાર, અનેક દેશોમાં લાગ્યા લોકડાઉન! જાણો ભારતની સ્થિતિ અને આંકડા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 7:45 PM

કોરોના મહામારી (Corona epidemic)નો પ્રકોપ ફરી એકવાર વધવા લાગ્યો છે. યુરોપ (Europe)ના ઘણા દેશોમાં લોકડાઉન (Lockdown) જેવી સ્થિતિ છે. ત્યાં કડક પ્રતિબંધો છે, હોટેલો બંધ છે, બજારો સુમસામ છે, લોકડાઉનને કારણે નાતાલના ઉત્સાહને ગ્રહણ લાગ્યું છે. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર યુરોપીયન દેશો (European countries)માં કોરોના વાઈરસના સંક્રમણના કેસોમાં તીવ્ર વધારાને રોકવા માટે નિયંત્રણો કડક કરવામાં આવ્યા છે અને લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું છે.

ઓસ્ટ્રિયા (Austria)ની રાજધાની વિયેનામાં બાર બંધ છે, જ્યારે જર્મનીના મ્યુનિક શહેરમાં ક્રિસમસ (Christmas) બજારો સુમસામ છે. દરમિયાન, બ્રિટનની રાજધાની લંડનમાં સ્થિતિ પ્રમાણમાં ઘણી સારી છે. યુરોપમાં વધતા નિયંત્રણો વચ્ચે ભારતમાં પણ લોકો કોરોનાની આગામી લહેરની સંભાવનાને લઈને ચિંતિત છે. ઘણા લોકોના મનમાં સવાલ એ છે કે શું ફરી એકવાર કોરોનાની નવી લહેર આવશે અને લોકડાઉન જેવી સ્થિતિ સર્જાશે? આ શક્યતાઓ વિશે વાત કરતા પહેલા ચાલો જાણીએ કે યુરોપની સ્થિતિ શું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

નેધરલેન્ડ, બેલ્જિયમ, જર્મની, ઓસ્ટ્રિયાની હાલત ખરાબ

જો કે આ રોગચાળા દરમિયાન પહેલીવાર નથી બન્યું કે બ્રિટનમાં પરિસ્થિતિ પડોશી દેશો કરતા અલગ હોય, આ વખતે લોકો પહેલા જેટલા નર્વસ દેખાતા નથી. બ્રિટનમાં અત્યાર સુધીમાં ત્રણ વખત દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું છે અને રશિયા પછી યુરોપમાં, યુકેમાં કોવિડ -19થી લગભગ 1,45,000 લોકોના મૃત્યુની સંખ્યા સૌથી વધુ છે.

બીજી તરફ, નેધરલેન્ડ, બેલ્જિયમ, જર્મની, ઓસ્ટ્રિયા અને ચેક રિપબ્લિક સહિત ઘણા દેશોમાં કેસોમાં વધારો થવાને કારણે હોસ્પિટલો સંઘર્ષ કરી રહી છે. કેસ વધવાને કારણે આ દેશોમાં લોકડાઉન અને નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

(Source: Worldometer/26 Nov. Evening 6:00 PM)

બ્રિટનના વડાપ્રધાને ચેતવણી આપી

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ચેતવણી આપી છે કે યુરોપમાં પૂર્વીય લહેર બ્રિટનમાં ક્રિસમસના રંગોને ઝાંખા પાડી શકે છે. જો કે ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે લહેર હવે બીજી દિશામાં ફૂંકાઈ રહી છે. પૂર્વ એન્જેલા યુનિવર્સિટીના મેડિસિન પ્રોફેસર પોલ હન્ટરે કહ્યું, “આ લહેરમાં અમે યુરોપથી પાછળ નથી. તેઓ અમારી પાછળ છે.” વાયરસ ‘ડેલ્ટા’ના અત્યંત ચેપી સ્વરૂપના ફેલાવાને કારણે યુરોપિયન દેશોમાં કોરોના કેસોમાં જોરદાર વધારો થયો છે. ઉનાળા દરમિયાન બ્રિટનને પણ આ પેટર્નનો સામનો કરવો પડ્યો છે.

ભારતમાં શું કહે છે આંકડા

જો આપણે ભારતમાં તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો 26 નવેમ્બરની સાંજ સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1.10 લાખ (1,10,133) સક્રિય કેસ છે. તેમાંથી લગભગ 9 હજાર (8,944) કેસ ગંભીર છે. જો તમે આંકડાઓ પર નજર નાખો તો બ્રિટન, રશિયા, જર્મની, બ્રાઝિલની તુલનામાં ભારતમાં કોરોનાના કેસ ઘણા ઓછા છે. અમેરિકાની સરખામણીએ ભારતમાં કોરોનાના સક્રિય કેસ ખૂબ જ ઓછા છે. દેશમાં રસીકરણની ગતિ પણ વધી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,20,27,03,659 ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 77,64,92,810 લોકોએ સિંગલ ડોઝ લીધો છે, જ્યારે 2,62,10,849 લોકોએ બંને ડોઝ લીધા છે. આ આંકડા 26 નવેમ્બર સવારે 7 વાગ્યા સુધીના છે. જો આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો દેશમાં રસી માટે લાયક વસ્તીના મોટાભાગને રસી આપવામાં આવી છે. તેથી ચિંતા કરવાની બહુ જરૂર નથી. આ હોવા છતાં નિષ્ણાંતો સતત કોવિડ પ્રોટોકોલને અનુસરવાની સલાહ આપી રહ્યા છે.

(Source: Worldometer / till 26 Nov 2021, Evening 6:00 PM)

ઈન્ટરનેશનલ ફ્લાઈટ રેગ્યુલર રહેશે, પરંતુ…

યુરોપના ઘણા દેશોમાં લાગુ લોકડાઉન વચ્ચે ભારતમાં કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. જો કે તે દેશોમાંથી નિયમિત ફ્લાઈટ્સને મંજૂરી આપવામાં આવશે નહીં, જ્યાંથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ છે. એક રિપોર્ટ અનુસાર 14 દેશો સાથે એર બબલ સર્વિસ ચાલુ રહેશે.

યુરોપિયન યુનિયન સિવાય કેટલાક અન્ય દેશો પણ આમાં સામેલ છે. હાલમાં એર બબલ સેવા હેઠળ 31 દેશ સાથે એર બબલ કરાર છે. આ દિવસોમાં પીક ટ્રાવેલ દિવસો દરમિયાન એર ટિકિટો પ્રી-પેન્ડિક લેવલ કરતાં વધુ મોંઘી બની જાય છે. માર્ચ 2020થી નિયમિત ફ્લાઈટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઘણા દેશોએ સાઉથ આફ્રિકામાં જોવા મળતા નવા વેરિઅન્ટ્સ પર સાવધાની રાખવાની અપીલ કરી છે. તે જ સમયે ભારતે મુસાફરી પ્રતિબંધ જેવા કોઈ પગલાં લીધાં નથી, પરંતુ કેન્દ્ર સરકારે તેના રાજ્યોને બોત્સ્વાના, દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ વિશે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે.

અત્યારે કોઈ પ્રતિબંધની શક્યતા નથી, પરંતુ સાવચેતી જરૂરી

હાલમાં, ભારત સરકારે લોકડાઉન અથવા નિયંત્રણો અંગે કોઈ નિર્ણય લીધો નથી, ન તો આવી કોઈ માર્ગદર્શિકા જાહેર કરી છે. જો કે સરકારે ચોક્કસપણે આંતરરાષ્ટ્રીય મુસાફરી વિશે સાવચેતી રાખી છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા જેવા દેશોની મુસાફરી અંગે નિષ્ણાંતો કહે છે કે આપણે સાવચેત રહેવાની જરૂર છે.

ઓલ ઈન્ડિયા રેડિયોના એક ઈન્ટરવ્યુ પ્રોગ્રામમાં પુષ્પાવતી સિંઘાનિયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના હેલ્થ એક્સપર્ટ ડૉ. સંજીવ સક્સેનાએ કહ્યું કે જો ઈન્ટરનેશનલ ટ્રાવેલ શરૂ થઈ રહ્યું છે તો નવા વેરિઅન્ટ્સ વિશે સાવધ રહેવું જોઈએ. રસીકરણ પછી લોકો પર આ પ્રકારોની ઓછી અસર થવી જોઈએ. મહત્વની બાબત એ છે કે તમને રસી આપવામાં આવી છે કે નહીં!

મેક્સ હોસ્પિટલ, નવી દિલ્હીના આરોગ્ય નિષ્ણાતો પણ રસીને એક મોટું શસ્ત્ર અને રસીકરણને મોટી સફળતા માને છે. તેમનું કહેવું છે કે લગભગ 30 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે, જે એક મોટી ઉપલબ્ધિ છે. તેથી આપણે વધારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ બાકીના લોકોએ આગળ આવીને રસી લેવી જોઈએ.

આ પણ વાંચો: પેટ્રોલથી 27 રૂપિયા સસ્તુ છે આ શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ, કૃષિ વૈજ્ઞાનિકોની મદદથી એન્જીનિયરે કર્યું તૈયાર

આ પણ વાંચો: IND vs NZ: કાનપુર ના મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો રહ્યો છે દબદબો, 1983 બાદ ટીમ ઇન્ડિયા ક્યારેય હારી નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">