કોરોના મહામારીને પગલે જાન્યુઆરીમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ 2021 રદ, ગુજરાતને કેટલું આર્થિક નુકસાન ?

કોરોના સંક્રમણને પગલે ગુજરાત સરકારે આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાનારી નવમી દ્વિવાર્ષિક વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરી છે.છેલ્લે 2019માં યોજાયેલા સમિટમાં વિવિધ સેકટરમાં કુલ 28,360 એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. અને, જેને પગલે રાજ્યમાં 21 લાખથી વધુ લોકોને રોજગારી મળવાનો દાવો રૂપાણી સરકાર દ્વારા કરાયો હતો.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ […]

કોરોના મહામારીને પગલે જાન્યુઆરીમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ 2021 રદ, ગુજરાતને કેટલું આર્થિક નુકસાન ?
Follow Us:
| Updated on: Nov 23, 2020 | 7:37 PM

કોરોના સંક્રમણને પગલે ગુજરાત સરકારે આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાનારી નવમી દ્વિવાર્ષિક વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરી છે.છેલ્લે 2019માં યોજાયેલા સમિટમાં વિવિધ સેકટરમાં કુલ 28,360 એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. અને, જેને પગલે રાજ્યમાં 21 લાખથી વધુ લોકોને રોજગારી મળવાનો દાવો રૂપાણી સરકાર દ્વારા કરાયો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

2003 પછી નરેન્દ્ર મોદીએ રાજયના મુખ્યમંત્રી તરીકે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દર બે વર્ષે યોજવાનું નક્કી કર્યું હતું. જેને કારણે દેશ અને દુનિયામાં ગુજરાત એક રોકાણ માટે પસંદગીનું સ્થળ બન્યું છે.

ગુજરાત સરકાર વાઈબ્રન્ટ સમિટ માટે છ મહિના અગાઉ પ્રમોશનલ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે છે. વરિષ્ઠ અધિકારીઓ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન યુ.એસ., યુ.કે., જાપાન, મધ્ય પૂર્વના દેશો, આફ્રિકા સહિતના દેશોની મુલાકાત લેતા હોય છે. અને, ઓગસ્ટથી ઘણા પ્રી-ઇવેન્ટ સેમિનાર પણ યોજવામાં આવે છે. જોકે, કોરોનાને કારણે આ તમામ પ્રવૃત્તિઓ થઇ શકી નથી.

અગાઉ સમિટ-2019માં 100થી વધુ દેશોના લગભગ 2 હજાર વિદેશી પ્રતિનિધિઓની ભાગીદારી નોંધાઇ હતી. આ કાર્યક્રમમાં 20થી વધુ રાજ્યોએ પણ ભાગ લીધો હતો. સમિટ માટે દસથી વધુ ભાગીદાર દેશો હતા. ત્યારે કોરોના મહામારીને પગલે સમિટ રદ થતા દેશમાં આવતું કરોડોનું રોકાણ અટકી જશે. જેને લઇને દેશને મોટું નુકસાન વેઠવું પડશે.

કેટલું થયું હતુ 2019ના સમિટમાં રોકાણ ?

નોંધનીય છેકે છેલ્લે આઠમી વાઇબ્રન્ટ સમિટ 2019ના ઉદઘાટન સમારોહમાં કુલ 3.86 લાખ કરોડના રોકાણની જાહેરાત થઇ હતી.

જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 3 લાખ કરોડનું રોકાણની વાત કરી હતી. અને, 10 વર્ષ સુધી રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

તો અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુજરાતમાં 55,000 કરોડનું રોકાણની જાહેરાત કરી હતી. જેમાં પાવર, રિન્યુબલ એનર્જી, લિથિયમ બેટરી પ્લાન્ટ, સીમેન્ટ સેક્ટરમાં રોકાણની જાહેરાત કરી હતી.

ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્વશેખરને કહ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધી 18000 કરોડનું રોકાણ કર્યું છે. આગળ લિથિયમ બેટરી, રિન્યૂબલ એનર્જીમાં રોકાણની વાત કરી હતી.

તો આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમારમંગલમ બિરલાએ કહ્યું હતું કે ગુજરાતમાં 15,000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. અને, બિરલા ગ્રુપે અત્યારસુધી 35,000 કરોડનું રોકાણ કર્યું હોવાનું કહ્યું હતું.

ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાએ કહ્યું હતું કે ગુજરાતમાં 33,000 કરોડનું રોકાણ કરી ચૂક્યા છે. નવા 10,000 કરોડનું રોકાણ કરશે.

સુઝુકી મોર્ટસેના ચેરમેન તોસિહીરો સુઝુકીએ કહ્યું હતું કે અમે ગુજરાતમાં બીજો પ્લાન્ટ 2020 સુધી શરૂ કરી દઇશું. પછી 3 એસેમ્બલી લાઇનમાં ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 7.5 લાખ યૂનિટ થઇ જશે.

એસ્સાર ઓઇલને ખરીદનાર રશિયન કંપની રોજનેફ્ટે વાડીનાર રિફાઇનરીમાં 8000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">