કોવિડ આઈસોલેશન પર વિવાદ, ભારતના જવાબ બાદ બ્રિટને ટ્રાવેલ એડવાઈઝરી કરી અપડેટ, નાગરિકોને આપી આ માહિતી

UK Travel Rules: યુકે સરકારે શનિવારે ભારત પ્રવાસ કરતા તેના નાગરિકો માટે તેની સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરી છે.

કોવિડ આઈસોલેશન પર વિવાદ, ભારતના જવાબ બાદ બ્રિટને ટ્રાવેલ એડવાઈઝરી કરી અપડેટ, નાગરિકોને આપી આ માહિતી
Britain Updates Travel Advisory
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Oct 02, 2021 | 10:25 PM

India UK Covid-19 Isolation Issue: યુકે સરકારે શનિવારે ભારત પ્રવાસ કરતા તેના નાગરિકો માટે તેની સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા ભારતે બ્રિટિશ નાગરિકોને આઈસોલેશનમાં રહેવા માટે નિયમો નક્કી કર્યા જે સોમવારથી અમલમાં આવશે. ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરી સંદર્ભે ભારતીયો માટે બ્રિટનના સમાન પગલાના જવાબમાં આ પગલું ભર્યું છે.

યુકે સરકારે તેમાં જણાવ્યું હતું કે, તે આ મુદ્દે ભારતીય અધિકારીઓ સાથે “નજીકના સંપર્કમાં” છે. યુકેની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ) દ્વારા જારી કરવામાં આવેલી યુકે અપડેટેડ ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારથી યુકેથી ભારત જતા પ્રવાસીઓએ તેમના આગમનના આઠમા દિવસે પણ કોવિડ-19 ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ફરજિયાતપણે 10 દિવસ માટે આઈસોલેશનમાં રહેવું પડશે.

બ્રિટિશ નાગરિકોએ આઈસોલેટ થવું પડશે

એક દિવસ પહેલા, ભારત સરકારે જાહેરાત કરી હતી કે સોમવારથી ભારતમાં આવનારા બ્રિટિશ નાગરિકો, રસી હોવા છતાં, 10 દિવસ (સેલ્ફ આઇસોલેશન જ્યારે યુકે આવે ત્યારે) એકાંતમાં રહેવું પડશે. ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરી સંદર્ભે ભારતીયો માટે બ્રિટનના સમાન પગલાના જવાબમાં આ પગલું ભર્યું. યુકે સરકારના પ્રવક્તાએ કહ્યું કે, ‘ભારતમાં પ્રવેશ માટેના નિયમો નક્કી કરવા અને તેને લાગુ કરવાની જવાબદારી ભારતીય અધિકારીઓની છે. અમે તેમની સાથે નજીકના સંપર્કમાં છીએ અને નિયમોમાં કોઈ ફેરફાર થાય તો FCDO ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરવામાં આવશે.

પોતાના ખર્ચે કરવો પડશે કોરોના ટેસ્ટ તમારા

નવી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારત જતા તમામ મુસાફરોએ એરપોર્ટ પર આગમન અને આઠ દિવસ પછી પોતાના ખર્ચે કોવિડ-19 સંબંધિત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે અને ફરજિયાત દસ દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે. ગયા મહિને, વિદેશ મંત્રી એસ જયશંકરે, બ્રિટનના નવનિયુક્ત વિદેશ મંત્રી એલિઝાબેથ ટ્રસ સાથેની મુલાકાત દરમિયાન, કોવિડ-19 સંબંધિત આઈસોલેશનના મુદ્દાના ‘ઝડપી ઉકેલ’ માટે વિનંતી કરી હતી. ત્યારબાદ જયશંકર યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઉચ્ચ સ્તરીય 76 માં સત્રમાં ભાગ લેવા માટે યુએસ પહોંચ્યા હતા.

આ પણ વાંચો: Mahatma Gandhi Jayanti: મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- બાપુનું જીવન દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati