LRDમાં ભરતીને લઈ ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ કરવાની માગ જો સરકાર નહીં સ્વીકારે તો કૉંગ્રેસ ટ્રમ્પને રજૂઆત કરશે. આંદોલનકારી મહિલાઓ સાથે ધરણાં પર બેસેલા કૉંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચીમકી ઉચ્ચારી છે કે જરૂર પડશે તો તેઓ ડૉનાલ્ડ ટ્રમ્પને પણ આ સમસ્યાની લેખિત રજૂઆત કરશે. તેમણે કહ્યું કે મતભેદ એકતરફ હોઈ શકે પણ રાજ્યની વાત આવે ત્યારે બધા એક છીએ. પરંતુ એનો અર્થ એવો નથી કે સરકાર દીકરીઓ સાથે છેતરપિંડી કરે અને તેમના પર અત્યાચાર ગુજારે. આમ કોંગ્રેસે આ વિવાદની વાત ટ્રમ્પ સુધી પહોંચાડવાની ચીમકી આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : LRD ભરતી વિવાદ કેસ મુદ્દે હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે આપ્યું મોટું નિવેદન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો