ભારત આવી રહ્યા છે બ્રિટનના પીએમ બોરિસ જોન્સન, ડ્રેગનને ઘેરવાનો ઉદ્દેશ

બ્રિટિશ વડા પ્રધાન Boris Johnson એપ્રિલમાં ભારતની મુલાકાતે આવશે. બોરિસ જ્હોનસનના ભારત પ્રવાસનો હેતુ યુકે માટે વધુ તકો શોધવાનો છે. તેમજ બ્રિટિશ વડા પ્રધાનની આ મુલાકાતનો હેતુ ભારત સાથે ચીનની ચાલબાજીઓનો જવાબ આપવાનો છે.

ભારત આવી રહ્યા છે બ્રિટનના પીએમ બોરિસ જોન્સન, ડ્રેગનને ઘેરવાનો ઉદ્દેશ
Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Mar 16, 2021 | 5:35 PM

બ્રિટિશ વડા પ્રધાન Boris Johnson એપ્રિલમાં ભારતની મુલાકાતે આવશે. બોરિસ જ્હોનસનના ભારત પ્રવાસનો હેતુ યુકે માટે વધુ તકો શોધવાનો છે. તેમજ બ્રિટિશ વડા પ્રધાનની આ મુલાકાતનો હેતુ ભારત સાથે ચીનની ચાલબાજીઓનો જવાબ આપવાનો છે.તમને જણાવી દઈએ કે બોરીસ જ્હોનસન ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે ભારત આવવાના હતા. પરંતુ કોરોના રોગચાળાને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી હતી.

Boris Johnson એપ્રિલના અંતમાં ભારતની મુલાકાતે આવશે. યુકેમાં તકો વધારવાના પ્રયત્નોના ભાગ રૂપે બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યા બાદ તેમની પહેલી મોટી આંતરરાષ્ટ્રીય મુલાકાત છે. તેમજ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા સાથે પોતાના મજબૂત સબંધોને સંરક્ષિત કરતાં ઇન્ડો- પેસેફિક વિસ્તારમાં પોતાના પ્રભાવને વધારવાના ઉદ્દેશથી બ્રિટિશ સરકાર મંગળવારે દેશની બ્રેકઝિટ રક્ષા અને વિદેશ નીતિ પ્રાથમિકતાઓ સામે રાખવામાં આવી છે.

વાસ્તવમાં Boris Johnson યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યા બાદ હવે બ્રિટન માટે નવી તકો શોધી રહ્યા છે. ઘણા મુદ્દાઓ પર ચીન સાથે યુકેના મતભેદો કોઈથી છુપાયેલા નથી. આવી સ્થિતિમાં ભારતની સાથે મુલાકાત બોરિસ જોહનસન માટે એક પથ્થરથી બે પક્ષીઓનો શિકાર સમાન છે. આ ઉપરાંત ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ચાર દેશોથી બનેલી ક્વાડ સંસ્થા પણ ચીનને ઘેરી રહી છે.

યુકે અને ચીન વચ્ચે અનેક મુદ્દાઓ પર મતભેદ છે, જેમાં હોંગકોંગ, કોવિડ -19 રોગચાળો અને હ્યુઆવેઇને બ્રિટેનના 5 જી નેટવર્કમાં સક્રિય ભૂમિકામાંથી દૂર કરવાનું મુખ્ય છે. જ્યારે ક્વીન એલિઝાબેથ એરક્રાફ્ટની સંભવિત તૈનાતીથી દક્ષિણ ચીન સમુદ્રમાં લશ્કરી તણાવ વધવાની અપેક્ષા છે. ચીન આ ક્ષેત્રમાં પોતાની સત્તા જમાવવા માંગે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati